Home »National News »Latest News »National» Avalanches Causing By Pakistan Firing At Kashmir Said General Bipin Rawat

પાક. ગોળીબારને કારણે કાશ્મીરમાં હિમસ્ખલન થયું: સેના વડા

Agency, New Delhi | Jan 29, 2017, 23:32 PM IST

  • પાક. ગોળીબારને કારણે કાશ્મીરમાં હિમસ્ખલન થયું: સેના વડા,  national news in gujarati
નવી દિલ્હી:સેના પ્રમુખ જનરલ બિપિન રાવતે જણાવ્યું કે પાકિસ્તાની સૈનિકોના ગોળીબારને કારણે જમ્મુ અને કાશ્મીર જેવા ક્ષેત્રોમાં સતત હિમસ્ખલનની ઘટનાઓ સર્જાઇ રહી છે.
આ વિસ્તારોમાં અગાઉ આવી ઘટનાઓ જોવામાં આવી નથી. જનરલ રાવત હિમસ્ખલનમાં જીવ ગુમાવનારા મેજર અમિત સાગરને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે પહોંચ્યા હતા. તેમણે ગ્લોબલ વોર્મિંગ અને પરિસ્થિતિમાં બદલાવને પણ આ ઘટનાઓ માટે જવાબદાર ઠરાવ્યા છે. હવામાન વિભાગે આગામી 48 કલાકમાં જમ્મુ-કાશ્મીરમાં ફરીથી હિમપ્રપાતની ચેતવણી આપી છે.
 
 જનરલ રાવતે જણાવ્યું કે પાકિસ્તાની સૈનિકો દ્વારા યુદ્ધ વિરામનો ભંગ કરવા અને ભારે શસ્ત્રોના ઉપયોગથી માટીને નુકસાન થાય છે. તેનાથી ભૂસ્ખલનનો ખતરો વધે છે. ગ્લોબલ વોર્મિંગથી પણ ગ્લેશિયરોમાં તિરાડ પડી રહી છે. તેમણે જણાવ્યું કે કાશ્મીરમાં 72 કલાકથી ભારે હિમવર્ષા ચાલુ છે. બેથી ત્રણ દિવસ આવી જ પરિસ્થિતિ રહેવાની સંભાવના છે. ભૂસ્ખલનની આશંકાવાળા સ્થળોએથી સૈનિક ખસેડી લેવામાં આવે છે. જોકે, કેટલીક ચોકીએ આતંકવાદની દ્રષ્ટિએ સંવેદનશીલ છે. ખતરો હોવાછતાં આપણા સૈનિકો ફરજ અદા કરી રહ્યા છે.
 
શ્રીનગર-જમ્મુ નેશનલ હાઇવે 6ઠ્ઠા દિવસે પણ બંધ રહ્યો

300 કિલોમીટર લાંબા શ્રીનગર-જમ્મુ નેશનલ હાઇવે રવિવારે સતત છઠ્ઠા દિવસે પણ બંધ રહ્યો હતો. હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન કાશ્મીર ખીણ અને સરહદી કારગિલના કેટલાક ક્ષેત્રો અને કુપવાડા, બાંદીપોરા, બારામુલા, ગંદેરબલ, કુલગામ, બડગામ, અનંતનાગ અને કારગિલ જિલ્લામાં ભારે હિમસ્ખલનની ચેતવણી જારી કરી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Avalanches causing by Pakistan Firing At Kashmir said General Bipin Rawat
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended