Home »National News »Desh» Many People And NGOs Came For Help Of Auto Driver Saeed

પુત્રને તેડીને ફરતા રિક્ષા ડ્રાઈવરની તસવીર વાયરલ, મુંબઈકરો મદદે આવ્યા

divyabhaskar.com | May 17, 2017, 11:48 AM IST

  • બે વર્ષના પુત્રને ગોદમાં તેડી સઈદના રિક્ષા ચલાવવાની મજબૂરીની સ્ટોરી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ચુકી છે.
મુંબઈઃવર્સોવામાં રહેતા સઈદની આંખોમાં અશ્રુધારા અને પોતાના બે વર્ષના પુત્રને ગોદમાં તેડી રિક્ષા ચલાવવાની મજબૂરીની સ્ટોરી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ચુકી છે. સઈદની મદદે ઘણા લોકો સામે આવી રહ્યાં છે.
 
આ કારણે પુત્રને લઈ રિક્ષા ચલાવવા મજબૂર થયો સઈદ....

- સઈદની સ્થિતિ જાણ્યા ફિલ્મ નિર્દેશક અને પૂર્વ પત્રકાર વિનોદ કાપડીએ રિક્ષા ચાલક સઈદનો નંબર ટ્વિટ કર્યો હતો.
- વિનોદે લખ્યું કે, આ હૃદયદ્રાવક છે...મોહમ્મદ સઈદને આજે મળ્યો. પત્ની લકવાગ્રસ્ત છે, પુત્રની દેખરેખ માટે કોઈ નથી. તે લડી રહ્યો છે અને રિક્ષા ચલાવી રહ્યો છે.
- આ વાત જાણ્યા બાદ ઘણા મુંબઈકરો મદદ માટે આગળ આવ્યા અને સઈદના ખાતામાં રકમ જમા કરી હતી.
- સઈદની પત્ની લકવાગ્રસ્ત છે અને પત્ની પાસે રહી ઘર અને તેની સારવારનો ખર્ચ ઉપાડી શકવાની ક્ષમતા તેનામાં ન હોવાથી પુત્રીને પાડોશી પાસે અને પુત્રને પોતાની સાથે રાખી રિક્ષા ચલાવવા લાગ્યો.
- ઘણીવાર લોકો પુત્રને જોઈ રિક્ષામાં જવાનો ઈન્કાર કરી દેતા, જોકે સઈદ મહેનત કરતો રહ્યો.
- વિનોદ કાપડીએ સઈદનો નંબરની સાથે બેંક અકાઉન્ટની માહિતી પણ આપી હતી. જેથી ઘણા એનજીઓ અને સામાન્ય નાગરિકોએ પણ મદદ માટે હાથ લંબાવ્યો હતો.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો................)
(Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Many People And NGOs Came For Help Of Auto Driver Saeed
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended