Home »National News »Latest News »National» Ghaziabad: Hit-And-Run Killing Of 4 People Inside An Auto By An Audi

4નો ભોગ લેનારી ઓડીના ડ્રાઈવરનો ખુલાસો - “તે સમયે હું ગુજરાતમાં હતો”

divyabhaskar.com | Feb 04, 2017, 12:39 PM IST

  • ગાજિયાબાદમાં થયેલા અકસ્માતમાં ઓટોમાં સવાર 4 લોકોના મોત થયા હતા જ્યારે ઓડીનો ચાલક ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો. (ફાઈલ)
નેશનલ ડેસ્ક. ગાજિયાબાદમાં 27 જાન્યુઆરીની રાત્રે ઓડી અને ઓટો વચ્ચે થયેલા અકસ્માતમાં 4 લોકોએ જીવ ગુમાવ્યા હતા. મંગળવારે આ હિટ-એન્ડ-રન  કેસમાં પહેલો ટ્વિસ્ટ આવ્યો હતો જ્યારે બરેલીના રહેવાસી ઈશાક અહેમદે પોલીસને સરેન્ડર કરતા ઓડી પોતે ચલાવી રહ્યો હોવાનું નિવેદન આપ્યું હતું. આ ઘટનાને ત્રણ દિવસ બાદ કેસમાં ફરી એક ચોંકાવનારો ટ્વિટ્સ આવ્યો છે. બરેલીના લભેરા ગામ જ્યાં આરોપી ડ્રાઈવર રહે છે ત્યાં તપાસ કરવામાં આવતા તેની માતા દ્વારા જાણવા મળ્યું કે ઈશાક અકસ્માતની રાત્રે ગુજરાતમાં હતો. તો પ્રશ્ન એ ઉદભવી રહ્યો છે કે પોલીસ સમક્ષ સરેન્ડર કરીને જામીન મેળવનાર ઈશાક અહેમદ હતો કોણ?
 
“અકસ્માતની રાત્રે તો હું ગુજરાતમાં હતો”
- એક અંગ્રેજી અખબારે પોલીસ રેકોર્ડના આધારે ઈશાક અહેમદના ઘરની મુલાકાત લીધી હતી. ત્યાં તેની માતા સાથે વાત થઈ તો તેમણે જણાવ્યું કે, “તેમનો દીકરો ટ્રક ડ્રાઈવર છે અને અકસ્માતના દિવસે ગુજરાતમાં હતો.”
- “જ્યારે પોલીસ સમક્ષ આરોપીએ સરેન્ડર કર્યું ત્યારે તે પોતાના ઘરે બેઠો હતો. તેના બીજા દિવસે એટલે કે બુધવારે ગૌહાટી જવા માટે રવાના થયો હતો.”
 
“મેં ક્યારેય નથી કર્યું પોલીસ સમક્ષ સરેન્ડર”
  
- ઈશાકના પરિવારના પાસેથી મોબાઈલ નંબર લઈને તેની સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો.
- પોતે ઈશાક હોવાની ઓળખાણ આપનારા વ્યક્તિએ ફોન પર કહ્યું, “તે કોઈ પ્રકારના અકસ્માતમાં સંડોવાયો નથી અને તેણે ક્યારેય પોલીસ સમક્ષ સરેન્ડર પણ કર્યું નથી.”
- ફોન પર વાત કરતા તેણે જણાવ્યું કે તે હાલમાં પશ્ચિમ બંગાળમાં છે. પોતે ક્યાંથી ક્યાં જવાનો છે તેનો રૂટ ઈશાકે જણાવ્યો તે ટ્રક માલિકના જણાવ્યા મુજબનો જ હતો.
 
“મારા લાયસન્સનો દુરપયોગ થયો, કોર્ટ સમક્ષ રજૂ થઈ સત્ય બહાર લાવીશ”
 
- ઈશાક અહમદ સાથે ફોન પર વાત કરતા તેના ડ્રાઈવીંગ લાઈસન્સ અને કોર્ટ અને પોલીસ રેકોર્ડમાં નોંધાયેલા તેના સ્ટેટમેન્ટ વિશે પૂછાતા તેણે જણાવ્યું કે, જો આ સાચું હશે તો કોર્ટ મને ઓળખી કાઢશે.
- મારી લાઈસન્સની કોપીનો દુરપયોગ કરવામાં આવ્યો હોવાની આશંકા છે.
- હું 10 ફેબ્રુઆરીના રોજ કોર્ટમાં પહોંચીશ અને સત્ય સામે લાવીશ.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો, ઈશાકને જામીન અપાવનારા વકીલે શું કહ્યું? ઈશાક 6 થી 31 જાન્યુઆરી દરમિયાન ક્યાં હતો? ઓડીના માલિક ડો. રાવત હાજર નથી થયા ડ્યૂટી પર..
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Ghaziabad: hit-and-run killing of 4 people inside an auto by an Audi
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended