Home »National News »Latest News »National» Madhya Pradesh ATS Has Busted An ISI-Backed Espionage Ring And Arrested 11 People

મધ્ય પ્રદેશમાંથી ISIના 11 જાસૂસ ઝડપાયા, એક BJP કોર્પોરેટરનો સંબંધી

Agency, Bhopal | Feb 10, 2017, 10:01 AM IST

  • પોલીસની કસ્ટડીમાં આરોપીઓ
ભોપાલ:મધ્યપ્રદેશ એટીએસએ ISIના જાસૂસોના મોટા નેટવર્કનું પર્દાફાશ કર્યો છે. પ્રદેશના ચાર મુખ્ય જિલ્લામાંથી 11 જાસૂસોની ધરપકડ કરાઈ છે. તેમાં એક ભાજપ કોર્પોરેટરનો સંબંધી છે. તેની પાસે ભારે માત્રામાં મળેલી વસ્તુઓમાં સિમકાર્ડ, લેપટોપ સામેલ છે. તેમની સામે સેનાની માહિતી પાકિસ્તાન મોકલવાનો આરોપ છે. એમપી એટીએસે જણાવ્યું કે ગત વર્ષે નવેમ્બરમાં જમ્મુ-કાશ્મીરના આરએસપુરાથી સતવિંદર સિંહ અને દાદુ નામના બે આતંકીઓની ધરપકડ કરાઈ હતી. તેમણે સ્વીકાર્યું હતું કે મપ્રથી તેમને સેના સંબંધિત માહિતી મળતી હતી. તેની સામે એજન્સીઓએ તપાસ હાથ ધરી અને અનેક જિલ્લામાં જાળ પાથરી દીધી હતી.
ધરપકડ કરાયેલા જાસૂસોમાં સતનાથી ઝડપાયેલા બલરામનું નામ જાહેર કરાયું છે. બાકીના 10ના નામ જણાવવા અંગે તેમણે ઈનકાર કરી દીધો હતો. શમીએ જણાવ્યું કે બલરામ સહિત અન્ય જાસૂસોને આઈએસઆઈ હવાલા માધ્યમથી પૈસા મોકલતી હતી. સાથે જ તેમના બેન્ક ખાતામાં વિદેશોથી અઢળક પૈસા આવ્યા છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં બલરામ ઉપરાંત ગ્વાલિયરથી 5, ભોપાલથી 3 અને જબલપુરથી 2 સામેલ છે. ગ્વાલિયરથી ઝડપાયેલ એક આરોપી ભાજપ કોર્પોરેટરનો સંબંધીનો જણાવાયો છે. શમીએ જણાવ્યું કે આ ઓપરેશન પર ઘણી એજન્સીઓ કામ કરી રહી છે. ટૂંક સમયમાં જ દેશના જુદા જુદા ભાગોમાંથી હજુ ધરપકડ થઈ શકે છે.

ગેરકાયદે ટેલિફોન એક્સચેન્જ બનાવી રાખ્યું હતું

ધરપકડ કરાયેલા જાસૂસોએ પાકિસ્તાન અને દેશના અન્ય ભાગમાં બેઠેલા તેમના સાથીઓ સાથે સંપર્ક સાધવા માટે ગેરકાયદે ટેલિફોન એક્સચેન્જ બનાવી રાખ્યું હતું. તે માટે તે અત્યાધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરતા હતા. તેમની પાસે ઘણી કંપનીઓના સિમકાર્ડ, ચાઈનીઝ બોક્સ, લેપટોપ, મોબાઈલ ફોન સહિત અન્ય વસ્તુઓ મળી આવી છે. એટીએસનું માનીએ તો પાકિસ્તાન અને અન્ય દેશોથી આવતા કોલને ભારતીય નંબરો પર રૂટ કરી લેવાતા જેથી સર્વેલન્સની ઝપટમાં ન આવી જાય. એટીએસની તપાસના દાયરામાં કેટલીક ખાનગી મોબાઈલ કંપનીઓના અધિકારીઓ પણ આવી ગયા છે.

અધિકારી બનીને સેના પાસેથી માહિતી એકઠી કરતા હતા

એટીએસની શરૂઆતની તપાસમાં એ પણ જાણવા મળ્યું કે જાસૂસ સૈન્ય અધિકારી બનીને સેના સંબંધિત માહિતી એકઠી કરતા હતા. તે માટે તે નોકરી આપતા કાઉન્સિલિંગ અને કોલ સેન્ટરોની પણ મદદ લેતા હતા.
 
આઈએસ‘કિલ લિસ્ટ’માં 150 ભારતીય એન્જિનિયર આ અંગે વધુ વાંચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Madhya Pradesh ATS has busted an ISI-backed espionage ring and arrested 11 people
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext