Home »National News »Latest News »National» ATS Arrested 11 Suspects For Sending Secret Military Info To PAK

કોલ સેન્ટરની આડમાં PAK હેન્ડલર્સને મોકલાતી હતી સિક્રેટ મિલિટ્રી ઇન્ફર્મેશન

divyabhaskar.com | Feb 09, 2017, 16:32 PM IST

  • MP એટીએસના ચીફ જસ્ટિસ સંજીવ શમીએ ધરપકડ કરેલા લોકો વિશે જાણકારી આપી.
ભોપાલ: મધ્યપ્રદેશ એટીએસે કોલ સેન્ટરના ઓઠા હેઠળ મિલિટ્રીની સિક્રેટ ઇન્ફર્મેશન પાકિસ્તાની હેંડલર્સને મોકલવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. એટીએસે આ બાબતે મધ્યપ્રદેશના 4 શહેરો ગ્વાલિયર, સતના, ભોપાલ અને જબલપુરથી 11 લોકોની ધરપકડ કરી છે. એમપીના એટીએસ ચીફ સંજીવ શમીએ જણાવ્યું કે ગ્વાલિયર, ભોપાલ અને જબલપુરમાં આ લોકોએ ટેલિફોન એક્સચેન્જનો ઉપયોગ કર્યો.
 
જાહેર નહોતી થતી કોલરની ઓળખાણ
 
- શમીએ જણાવ્યું, “ગ્વાલિયરથી 5, ભોપાલથી 3, જબલપુરથી 3 અને સતનાથી 1 વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.”
- “આ લોકો ઇન્ટરનેટ કોલને સેલ્યુલર કોલમાં ટ્રાન્સફર કરી દેતા હતા. તેના કારણે પાકિસ્તાનમાં બેઠેલા હેંડલર્સની ઓળખ થઇ શકતી ન હતી.”
- “આરોપીઓ દ્વારા ઉપયોગ કરવામાં આલા ટેલિફોન એક્સચેન્જ ગ્વાલિયર, ભોપાલ અને જબલપુરમાં મળ્યા છે. તેઓ પેરેલલ ટેલિફોન એક્સચેન્જ ચલાવતા હતા. એટીએસને મોબાઇલ ફોન, ઘણી કંપનીઓના સિમ કાર્ડ, સિમ બોક્સ, લેપટોપ, ચાઇનીઝ બોક્સ મળી આવ્યા છે. આરોપીઓ પર દેશદ્રોહ અને ઇન્ડિયન ટેલિગ્રાફ ઍક્ટ અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો છે.”
 
આ પ્રકારે થતી હતી જાસૂસી
 
- એટીએસ પ્રમાણે, ટેલિફોન એક્સચેન્જ મારફતે કોલરની ઓળખાણ નહોતી થઇ શકતી. તેના બદલે નકલી નામ અને એડ્રેસથી લેવામાં આવેલા સિમની આઇડેન્ટિટી દેખાતી હતી.
- આ એક્સચેન્જ દ્વારા હવાલા અને લોટરીના ફ્રોડ કરવામાં આવતા હતા. આ સાથે પાકિસ્તાનમાં બેઠેલા હેન્ડલર્સ પણ ભારતમાં તેમના કોન્ટેક્ટ્સ કરી રહ્યા હતા.
- શમીએ કહ્યું, “આ પ્રકારના નેટવર્ક બીજા રાજ્યોમાં પણ ફેલાયેલા હોઇ શકે છે. આ આખી બાબતમાં ટેલિકોમ કંપનીઓની સંડોવણી પણ સામે આવી છે.”
 
જાસૂસી માટે સતનાના બલરામના અકાઉન્ટમાં આવતા હતા પૈસા
 
- એટીએસના જણાવ્યા પ્રમાણે, “નવેમ્બર 2016 માં જમ્મુથી લતવિંદર અને દાદૂની ધરપકડ કરવામાં આવી હતી. સતવિંદર પાકિસ્તાની હેંડલર્સના કહેવાથી મિલિટ્રી ઇન્ફર્મેશન ભેગી કરતો હતો.”
- “સતવિંદર પુલ, કેમ્પ, સેન્ટ્રલ સિક્યોરિટી ફોર્સીઝની ખાનગી માહિતીઓ અને ફોટાઓ પાકિસ્તાની હેંડલર્સને આપતો હતો.”
- “સતનાનો બલરામ સતવિંદરના અકાઉન્ટમાં પૈસા જમા કરતો હતો. બલરામ નકલી આઇડીના કારણે ઘણા બેન્ક અકાઉન્ટ્સ સંભાળતો હતો અને તે પાકિસ્તાની હેંડલર્સના સંપર્કમાં હતો.”
- “બલવિંદરના અકાઉન્ટમાં પૈસા નકલી ટેલિફોન એક્સચેન્જ મારફતે આવતા હતા, જે કેટલીક જગ્યાઓએથી ઓપરેટ કરવામાં આવી રહ્યા હતા.”
 
બીજેપી કાઉન્સીલરનો સંબંધી સામેલ
 
- એટીએસના જણાવ્યા પ્રમાણે, ધરપકડ થયેલા લોકોમાં જિતેન્દ્ર ઠાકુર અને કુશ પંડિત નામના બે વ્યક્તિઓ કોલ સેન્ટરનું સંચાલન કરતા હતા.
- “બંને મળીને નોકરી અને લોટરીની આડમાં ઇન્ફર્મેશન પણ એક્સચેન્જ કરતા હતા. જિતેન્દ્ર ઠાકુર ગ્વાલિયરની એક વોર્ડ કાઉન્સીલર વંદના સતીશ યાદવનો સંબંધી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. કુશ પંડિત અને રિતેશ ખુલ્લર સહિત અન્ય શંકાસ્પદ લોકો વિશે પોલીસ જાણકારી મેળવી રહી છે.”
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: ATS arrested 11 suspects for sending secret military info to PAK
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended