Home »National News »Desh» Family Members Of This Boy Treats Him As Avatar Of God

22 વર્ષની વયે પણ હાઈટ 23 ઈંચ અને વજન 7.3 Kg, લોકો માને છે ભગવાન

divyabhaskar.com | Mar 19, 2017, 00:10 AM IST

  • વાસ્તવિક ઉંમર 22 વર્ષ, હાઈટ 23 ઈંચ અને વજન માત્ર 7 કિલો 300 ગ્રામ છે.
ભઠિંડાઃ આ વ્યક્તિને જોઈ તમે યુવક કહો કે બાળક. તેની વાસ્તવિક ઉંમર 22 વર્ષ, હાઈટ 23 ઈંચ અને વજન માત્ર 7 કિલો 300 ગ્રામ છે. આ વિચિત્ર બાળકને પરિવારના લોકો ભગવાનનો અવતાર માને છે. બાળક મનપ્રીત ઉર્ફ બાબા મામાના નામે ઓળખાય છે.
 
આવી છે લાઈફ....

- પંજાબના માનસા જીલ્લાના રમદિત્તાવાલા ગામમાં વિચિત્ર યુવક રહે છે, જે અન્ય રીતે એક બાળક જેવો લાગે છે.
- આ યુવક પોતાના શારીરિક ખામીને કારણે ઘરમાં જ રહે છે. મનપ્રીતનો જન્મ 1995માં થયો હતો.
- પરિવારજનો અનુસાર મનપ્રિતનો જન્મ 10 મહિના ગર્ભમાં રહ્યાં બાદ થયો હતો. જે તેમના અને અન્ય માટે ચોંકાવનારી બાબત હતી.
- બાળપણમાં જ પરિવારજનોને બાળકને કોઈ બીમારી હોવાની જાણ થઈ હતી. તેમણે ડોક્ટરો પાસે તપાસ કરાવતા મનપ્રીતને થાઈરોઈડ હોવાનું સામે આવ્યું હતું.
- પરિવારજનોએ તેની ઘણી દવા કરાવી પણ કંઈ ફાયદો ન થયો. તેની ઉંમર તો વધતી ગઈ પણ શરીરનો વિકાસ ન થયો. 
- પરિવારજનો કહે છે કે, હવે અમે તેને ભગવાનનો અવતાર માનીએ છીએ. મનપ્રીતના પિતરાઈ ભાઈ અનુસાર, મનપ્રીત સારી રીતે લોકો અને પ્રાણીઓની મિમિક્રી કરે છે.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો.......)
(Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Family Members Of This Boy Treats Him As Avatar Of God
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended