Home »National News »Latest News »National» At Least 3 Killed And 6 Injured In Venue Of The Road Show Of A Congress Candidate

પંજાબ: કોંગ્રેસી ઉમેદવારની સભા પાસે બ્લાસ્ટ, 3 મોત, 8 લોકો ઘાયલ

Bhaskar News Network, Bhatinda | Feb 01, 2017, 07:41 AM IST

ભટિન્ડા (પંજાબ):પંજાબમાં ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમ સિંહના સંબંધીની ચૂંટણી સભા નજીક મંગળવારે રાત્રે પોણા 9 વાગ્યે પ્રચંડ બ્લાસ્ટ થયો. મૌડ મંડીમાં બનેલી આ ઘટનામાં ત્રણ લોકો માર્યા ગયા. અંદાજે 8 લોકો ઘાયલ થયા છે. ઘટનાસ્થળે સિલિન્ડરના ટુકડા અને એક ફાટેલું પ્રેશર કૂકર મળ્યું છે. ગુરમીત રામ રહીમ સિંહના સંબંધી હરમિન્દર જસ્સી મૌડના કોંગ્રેસી ઉમેદવાર છે. તેમને ઝેડ કેટેગરીની સિક્યુરિટી મળેલી છે.
 
જસ્સી મૌડ મંડીમાં રાત્રે યોજાયેલી ચૂંટણી સભામાંથી નીકળવાની તૈયારીમાં હતા ત્યારે જ તેમની કાર નજીક પાર્ક થયેલી કારમાં પ્રચંડ બ્લાસ્ટ થયો. તેના કારણે તે કારનાં ફૂરચા ઊડી ગયા. જસ્સીની કારને પણ ઘણું નુકસાન થયું. આ દરમિયાન રેલીમાં ગોળીબાર થયાના પણ અહેવાલ છે. ઘટનાસ્થળે ભીડને વિખેરવા પોલીસે લાઠીચાર્જ પણ કર્યો. પોલીસ અધિકારીઓ અને અર્ધલશ્કરી દળોના જવાનોએ તાકીદે ઘટનાસ્થળે દોડીને તપાસ હાથ ધરી હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: At Least 3 Killed and 6 injured in venue of the road show of a Congress candidate
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended