Home »National News »Latest News »National» Assembly Elections 2017 Voting Of Punjab And Goa

પંજાબ: 70%થી વધુ મતદાન, પરંતુ પહેલાં કરતાં ઓછું, ટ્રેન્ડમાં ત્રિશંકુ વિધાનસભાનો અણસાર

Bhaskar News, Chandigarh | Feb 05, 2017, 01:33 AM IST

ચંડીગઢ:યુપી બાદ સૌથી રસપ્રદ ચૂંટણી આ જ છે. 13 લોકસભા અને 117 વિધાનસભા બેઠકોવાળો પ્રદેશ. પાછલી ચૂંટણીમાં અહીં એક પરંપરા તૂટી હતી. અકાલી અને ભાજપનું જુથ એકધારું બીજી વખત જીત્યું હતું. નહીંતર દર પાંચ વર્ષમાં સત્તા બદલી જાય છે. વધુ મતદાનનો અર્થ અહીં અકાલીઓના પક્ષમાં બતાવાય છે. પણ આ વખતે કેજરીવાલની આપ પણ મેદાનમાં છે. ગત ચૂંટણી કરતા થોડું ક જ ઓછું મતદાન થયું છે. મતદાન જોઈને ટ્રેન્ડ્સ એક્સપર્ટ ત્રિશંકુ વિધાનસભાના આસાર જણાવી રહ્યા છે. ઠંડીના કારણે મતદાન મોડું ચાલુ થયું હતું. કેટલાક બૂથ પર ઇવીએમ ખોટકાયાં હતાં.
 
1992-23.80% રાષ્ટ્રપતિ શાસન પછી કોંગ્રેસના બેઅંત સીએમ બન્યા

2002    65.14%    કોંગ્રેસ
2007    75.45%    અકાલી
2012    78.20%    અકાલી
2017    70%    ?
 
ત્રણ ચહેરા, ઘણા પડકારો
 
- પ્રકાશસિંહ બાદલ: ઉંમર 90 પાર.કદાચ છેલ્લી ચૂંટણી. હારશે તે અકાલી બનળા પડશે. ભાજબપ પણ છોડી શકે.
- કેપ્ટન અમરિંદરસિંહ: ગત ચૂંટણી કોંગ્રેસે તેમના જ નેતૃત્વમાં હારી હતી. વધુ એક હારે નબળા બનાવી દેશે.
- અરવિંદ કેજરીવાલ: નબળા પડતા અકાલીઓને વિકલ્પ બની શકે છે, પણ જીતે તો. હારે તો પંજાબની બહાર.
 
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને વાંચો ગોવા : 83% મતદાન, દર વખતે તૂટ્યો મતદાનનો રેકોર્ડ
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Assembly Elections 2017 Voting of Punjab and Goa
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext