Home »National News »Photo Feature» Army Recruitment Camp Participants Misbehaved With Girls

સૈન્ય ભરતીમાં ભાગ લેવા આવેલા યુવકોથી પોતાને બચાવવા યુવતી ટ્રેનમાંથી કુદી

Pramod Seni/Manoj Namdev | Jan 27, 2017, 11:01 AM IST

  • પથ્થરમારામાં ઈજાગ્રસ્ત થયેલો બાળક અને બારીમાંથી કુદતી યુવતી.
ભોપાલઃઆ શર્મનાક તસવીરો પોલીસ અને જીલ્લા તંત્રની નિષ્ફળતા સાથે તે જવાનું કેરેક્ટર દર્શાવે છે જેઓ સૈન્યમાં જોડાઈને દેશસેવાની વાત કરે છે. સાગરમાં 18 થી 25 જાન્યુઆરી સુધી સૈન્ય ભરતી મેળો ચાલી રહ્યો હતો. આ સમયે સાગર-બીના અને આસપાસના ગામોના લોકો ડરના માહોલમાં રહ્યાં હતા. 
તંત્ર સદંતર નિષ્ફળ, છેડતીથી બચવા યુવતી ટ્રેનમાંથી કુદી

- સાગરની એન્જિનિયરિંગ કોલેજમાં ચાલી રહેલા સૈન્ય ભરતી મેળામાં પહોંચેલા યુવકોએ ઠેર-ઠેર હંગામો સર્જયો હતો.
- ટ્રેનો પર પથ્થરમારો, મહિલાઓ સાથે છેડતી અને પ્રવાસીઓ સાથે મારામારીની ઘટનાઓ બની હોવાનું સામે આવ્યું હતું.
- ભીંડ અને મુરૈનાના યુવકો આ પ્રકારની ઘટનાઓ માટે અગાઉ પણ બદનામ થયા છે. તેમછતાં તંત્ર યોગ્ય સુરક્ષા વ્યવસ્થા રાખવામાં નિષ્ફળ રહ્યું.
- એક યુવક પોતાની બહેનને મુકવા આવ્યો ત્યારે અમુક યુવકોએ અશ્લીલ ટિપ્પણીઓ કરી હતી. જેથી યુવતીના ભાઈ પાસેની દુકાનથી દંડો લઈ આ યુવતોને પાઠ ભણાવવા પહોંચી ગયો.  ભીડ ભેગી થતા યુવકો ભાગી ગયા.
- હૂટિંગથી હેરાન થયેલી યુવતી ટ્રેનની ખીડકીમાં કુદી ત્યારે પોલીસે તેને મદદ કરી હતી. 
- માલખેડી સ્ટેશન પાસે ટ્રેન પહોંચતા જ યુવકોએ ટ્રેનની ચેન ખેંચી. ઘણા યુવકો ટ્રેન પર પથ્થરમારો પણ કર્યો. જેમાં બાળકો સહિત ઘણા લોકોને ઈજા થઈ હતી.
- પોલીસે જણાવ્યું કે, યુવકોને સમજાવીને નિયંત્રણમાં લેવાના પ્રયાસ કર્યા હતા. જોકે તેઓના ના માનવા પર બળપ્રયોગ પણ કરવો પડ્યો હતો.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો.....................)
(Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Army Recruitment Camp Participants Misbehaved With Girls
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended