Home »National News »Latest News »National» Army Chief Bipin Rawat Warns Of Tough Action Against Stone-Pelters In J&K

સેનાને રોકી આતંકીઓ સાથે ઊભા રહે તે પણ આતંકી: આર્મી ચીફ

Agency, New Delhi | Feb 16, 2017, 08:58 AM IST

  • સેનાને રોકી આતંકીઓ સાથે ઊભા રહે તે પણ આતંકી: આર્મી ચીફ,  national news in gujarati
નવી દિલ્હી:સેનાના વડા જનરલ બિપિન રાવતે આતંકીઓ સાથેની અથડામણ દરમિયાન સુરક્ષાદળો પર પથ્થરમારો કરનારા લોકોને આકરા શબ્દોમાં ચેતવણી આપતાં કહ્યું કે આતંકીઓ સાથેની અથડામણ દરમિયાન ઓપરેશનમાં અવરોધ ઊભા કરનારા અને તેમને ટેકો આપનારા લોકોને પણ આતંકીઓના કાર્યકર્તા તરીકે ગણીશું. સેનાના વડાએ એમ પણ કહ્યું કે જે સ્થાનિકો આતંકવાદને સક્રિય રાખવા માગે છે અને પાકિસ્તાનની સાથે સાથે આઈએસઆઈએસના ઝંડા ફરકાવી રહ્યાં છે તેમને અમે દેશદ્રોહી જ માનીશું અને તેમને નહીં છોડીએ.
 
જમ્મુ-કાશ્મીરમાં તાજેતરમાં થયેલા આતંકી હુમલા દરમિયાન આતંકીઓ સાથેની અથડામણ દરમિયાન કેટલાક સ્થાનિકોએ આતંકીઓને સુરક્ષિત રીતે નાસી જવામાં મદદ કરવાના ઉદ્દેશ્યથી સુરક્ષાદળો પર પથ્થરમારો કર્યો હતો. મંગળવારે કાશ્મીરમાં બે જુદા જુદા સ્થળે આતંકીઓ સાથેની અથડામણ દરમિયાન એક મેજર સહિત સેનાના ચાર જવાન શહીદ થઈ ગયા હતા. સેનાએ ચાર આતંકી પણ ઠાર માર્યા હતા. જોકે એક નાગરિક અને 8 જવાન ઘાયલ થયા હતા.
 
પાક. ઝંડા ફરકાવ્યા તો ખેર નથી : રાવત
 
આર્મી ચીફ જનરલ બિપીન રાવતે કાશ્મીરમાં પાક. અને ISISના ઝંડા ફરકાવનારાઓ સામે કડક કાર્યવાહીની ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે પાક. અને ISISના ઝંડા ફરકાવતા સ્થાનિક યુવકો તે પ્રવૃત્તિ બંધ નહીં કરે તો અમે તેમને દેશવિરોધી તત્વો ગણી તેમની પાછળ પડી જઇશું. તેઓ આજે ભલે છટકી ગયા પણ કાલે અમે તેમને જરૂર પકડી પાડીશું. અમે તેમને એક તક આપીએ છીએ. તેમના અટકચાળાં નહીં અટકે તો તેમની વિરુદ્ધના અમારા ઓપરેશન્સ પણ અટકશે નહીં.
 
ભાગલવાદીઓની ચલો કુલગામ કૂચ નિષ્ફળ

સુરક્ષાદળોએ બુધવારે ભાગલાવાદીઓની ચલો કુલગામ કૂચ નિષ્ફળ કરી હતી. આ દરમિયાન જેકેએલએફના વડા યાસિન મલીકની ધરપકડ કરવામાં આવી હતી. મીરવાઈઝ ઉમર ફારુક સહિત ઘણા ભાગલવાદી નેતાઓને ઘરમાં નજરકેદ કરાયા હતા. તે પછી ભાગલાવાદીઓ તરફથી 24 ફેબ્રુઆરીએ બંધના એલાનની જાહેરાત કરવામાં આવી હતી. સવારે રેલી નીકળવાની તૈયારી વખતે સુરક્ષાદળોની કાર્યવાહીથી થોડા સમય માટે તંગદીલી વ્યાપી ગઈ હતી.
 
સેના પ્રમુખ અને વડાપ્રધાને શહીદોને શ્રદ્ધાંજલિ આપી

સેના પ્રમુખે મંગળવારે જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ સાથેની અથડામણ દરમિયાન શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપ્યાં બાદ આતંકીઓને ટેકો આપતા લોકો સામે કડક વલણ અપનાવવા કહ્યું હતું. તેમના પહેલા દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. મંગળવારે એન્કાઉન્ટરમાં શહીદ થયેલા રાઈફલમેન રવિકુમારના સાંબામાં સૈન્ય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરાયા હતા.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Army chief Bipin Rawat warns of tough action against stone-pelters in J&K
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext