Home »National News »Latest News »National» Armed With Atomy Power Pak Can Respond To India Said Chinese Media

એટમી પાવરથી સજ્જ PAK ભારતને જવાબ આપવા સક્ષમ: ચીની મીડિયા

divyabhaskar.com | Feb 07, 2017, 17:32 PM IST

  • ચીની મીડિયાએ કહ્યું કે પાકિસ્તાની સેનાની એટમી તાકાતને અવગણી શકાય નહી. (ફાઇલ)
બીજિંગ:  ચીની મીડિયાએ કહ્યું કે ન્યુક્લિયર પાવરથી સજ્જ પાકિસ્તાની સેના હુમલાની સ્થિતિમાં ભારતને જવાબ આપવાની ક્ષમતા રાખે છે. ટોચના સ્ટ્રેટેજિક એનાલિસ્ટનો સંદર્ભ આપીને ચીની મીડિયાએ જણાવ્યું કે ભારતમાં કોલ્ડ સ્ટાર્ટ અસ્તિત્વમાં હોવા છતાંપણ પાકિસ્તાની સેના એટલી મજબૂત છે કે પોતાના દેશની સુરક્ષા કરી શકે. ઉલ્લેખનીય છે કે કોલ્ડ સ્ટાર્ટનો સિદ્ધાંત ભારતીય સેનાએ પાકિસ્તાન વિરુદ્ધ સંભવિત યુદ્ધને ધ્યાનમાં રાખીને ડેવલપ કર્યો છે.
 
ચીની મીડિયા બોલ્યું એકતરફી જીત નહી થાય
 
- તાજેતરમાં એક ઇન્ટરવ્યુ દરમિયાન આર્મી ચીફ બિપિન રાવતે કોલ્ડ સ્ટાર્ટ સિદ્ધાંત અસ્તિત્વમાં હોવાની વાતને મંજૂરી આપી હતી. આર્મી ચીફના ઇન્ટરવ્યુ પર ચીને પ્રતિક્રિયા આપી છે.
- શાંઘાઇ ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇન્ટરનેશનલ સ્ટડીઝમાં સેન્ટર ફોર એશિયા-પેસેફિક સ્ટડીઝના ડાયરેક્ટર જાઓ ગેંચેંગે કોલ્ડ સ્ટાર્ટ પોલિસી માટે ચીનના ગ્લોબલ ટાઇમ્સમાં વાત કરી.
- ગ્લોબલ ટાઇમ્સ પ્રમાણે, જાઓએ કહ્યું તે કોલ્ડ સ્ટાર્ટ પોલિસીના કારણે દિલ્હી ઘણીવાર એ બાબતની સંભાવનાઓ દર્શાવે છે કે યુદ્ધની સ્થિતિમાં પાકિસ્તાનની એકતરફી જીત થશે, પરંતુ એવું નથી.
- જાઓએ કહ્યું, “બિપિન રાવતે તેમના ઇન્ટરવ્યુમાં જે પ્રકારની કમેન્ટ્સ કરી છે, તેના કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધશે.”
- “આવા સમયમાં જ્યારે યુએસના રાષ્ટ્રપતિનો હોદ્દો ડોનાલ્ડ ટ્રમ્પે સંભાળ્યો છે અને અમેરિકાની વિદેશ નીતિ હજુ અનિશ્ચિત છે ત્યારે આવા નિવેદનો તણાવને વધારશે. પાકિસ્તાન પણ આના પર આકરી પ્રતિક્રિયા આપશે.”
 
ન્યુક્લિયર પાવરને અવગણી શકાય નહી-ચીન
 
- જાઓએ કહ્યું, “પાકિસ્તાન પર આતંકવાદના પ્રોડક્શનનો આરોપ, કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલા માટે જવાબદાર ગણાવવું, જમાત-ઉદ-દાવા, જૈશ-એ-મોહમ્મદ અને અજહર મસૂદને યુએન સિક્યોરિટી કાઉન્સીલની લિસ્ટમાં સામેલ કરવાનો પ્રયાસ કરવો. આ તમામ બાબતોને કારણે ભારત-પાક સમજૂતીની પ્રક્રિયાઓ નબળી પડી.”
- “ભલે કોલ્ડ સ્ટાર્ટ અસ્તિત્વમાં છે અને બંને દેશોની મિલિટ્રી ક્ષમતામાં ફરક છે. પરંતુ, ભારત અને પાકિસ્તાન બંને એટમી પાવરથી સજ્જ દેશો છે અને દિલ્હી એમ ન વિચારે કે યુદ્ધના સંજોગોમાં તેમને એકતરફી જીત હાંસલ થશે.”
- “પાકિસ્તાનની સેના પાસે દેશને બચાવવા માટે પૂરતી તાકાત છે અને તેમના ન્યુક્લિયર પાવરને અવગણી શકાય નહી.”
 
મહત્વની હશે અમેરિકાની ભૂમિકા
 
- જાઓએ કહ્યું, “ભારત-પાકિસ્તાન સમજૂતીને લઇને અમેરિકાની ભૂમિકા મહત્વની હશે અને ટ્રમ્પની નીતિઓ આ બાબતે બરાક ઓબામાથી અલગ હોઇ શકે છે.”
- “રાષ્ટ્રપતિ તરીકે પોતાના છેલ્લા વર્ષોમાં બરાક ઓબામાનો ઝુકાવ ભારત તરફ જોવા મળ્યો. પરંતુ, ટ્રમ્પે પોતાના વિજય પછી પહેલા પાકિસ્તાની પ્રધાનમંત્રીને ફોન કર્યો. આ એક પ્રકારનો સંકેત છે. ટ્રમ્પ ઇસ્લામાબાદ અને દિલ્હીને લઇને પોતાની નીતિઓને બેલેન્સ રાખશે.”
 
કોલ્ડ સ્ટાર્ટ પર શું બોલ્યા હતા આર્મી ચીફ
 
- એક મેગેઝિનને આપેલા ઇન્ટરવ્યુમાં આર્મી ચીફ બિપિન રાવતે કોલ્ડ સ્ટાર્ટ સિદ્ધાંતના અસ્તિત્વમાં હોવાની વાત સ્વીકારી હતી અને આ માટે ઇન્ડિયન આર્મીને તૈયાર રહેવા જણાવ્યું હતું.
- આ પહેલાના આર્મી ચીફ આ સિદ્ધાંતના અસ્તિત્વને નકારતા આવ્યા છે. જોકે, કોલ્ડ સ્ટાર્ટની જગ્યાએ તેમણે ‘પ્રોએક્ટિવ સ્ટ્રેટેજી’ નો ઉલ્લેખ કર્યો હતો.
 
શું છે કોલ્ડ સ્ટાર્ટ
 
- કોલ્ડ સ્ટાર્ટ સિદ્ધાંતને ભારતીય સેનાએ પાકિસ્તાન વિરુદ્ધ સંભવિત યુદ્ધ માટે ડેવલપ કર્યો છે. જેના પ્રમાણે, યુદ્ધની પરિસ્થિતિમાં બધી સેનાઓ મળીને ખૂબ ઝડપથી હુમલાને અંજામ આપશે. જેમાં પાકિસ્તાની વિસ્તારોમાં ઝડપથી કબ્જો અને ન્યુક્લિયર હથિયારોના ઉપયોગથી પહેલા જ જીત મેળવી લેવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
- કોલ્ડ સ્ટાર્ટ સિદ્ધાંતમાં મળીને તેજીથી હુમલો કરવા પર અને પાકિસ્તાનને ચોંકાવી દેવા પર ભાર મુકવામાં આવ્યો છે. 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Armed with atomy power Pak can respond to India said Chinese media
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended