Home »National News »Latest News »National» IAF Claims That Pooja Thakur Turned Down Earlier Offer Of Permanent Role

ઓબામાને ગાર્ડ ઓફ ઓનર આપનારી IAFની 'પોસ્ટર ગર્લ' કેમ છે મુશ્કેલીમાં?

divyabhaskar.com | Feb 10, 2017, 09:05 AM IST

નેશનલ ડેસ્ક. અમેરિકન રાષ્ટ્રપતિ તરીકે વર્ષ 2015માં ભારત આવેલા બરાક ઓબામાને ગાર્ડ ઓફ ઓનર આપનારી મહિલા એરફોર્સ અધિકારી વિંગ કમાન્ડર પૂજા ઠાકુર પોતાના હક માટે લડાઈ લડવા મજબૂર બની છે. તે સમયે ભલે પૂજા ઠાકુરને દેશનું માન વધારનારી અને મહિલાઓની નવી આઇકન તરીકે રજૂ કરવામાં આવી હતી પરંતુ હાલમાં તે પોતાના જ દેશમાં સરકાર અને એરફોર્સ સામે એક લડાઈ લડી રહી છે. એરફોર્સ પૂજાને સરકારી ક્વાર્ટર ખાલી કરવાનો આદેશ આપતા તે તેની સામે લડી કોર્ટમાંથી સ્ટે મેળવવામાં સફળ રહી છે.
 
પરર્મનન્ટ કમિશન માટે લડત ચલાવી રહી છે એરફોર્સની પોસ્ટર ગર્લ
 
- 2015માં ઓબામાના ભારત પ્રવાસ બાદ પૂજા ઠાકુર સમાચારોમાં છવાઈ ગઈ હતી કારણ કે પહેલીવાર કોઈ મહિલા અધિકારીએ ઈન્ટર સર્વિસ ગાર્ડ ઓફ ઓનરનું નેતૃત્વ કર્યું હતું.
- જોકે, જુલાઈ 2016થી તેના અને ઈન્ડિયન એરફોર્સ વચ્ચે કાયદાકીય વિવાદ ચાલી રહ્યો છે કારણ કે એરફોર્સે તેને પરર્મનન્ટ કમિશન આપવાનો ઈન્કાર કરી દીધો હતો.
- પૂજાને અત્યાર સુધી ઈન્ડિયન એરફોર્સ (IAF)માં પરર્મનન્ટ કમિશન નથી મળી શક્યું. પૂજા ઠાકુરનો કેસ ઓર્મ્ડ ફોર્સ ટ્રિબ્યૂનલ (AFT)માં ચાલી રહ્યો છે.  
 
ઓબામાએ પૂજાના કર્યા હતા વખાણ
 
- ઓબામાએ બાદમાં એક કાર્યક્રમમાં કહ્યું હતું કે સશસ્ત્ર દળોમાં અસાધારણ ભારતીય મહિલાઓ જોવી, ભારતમાં જોવા મળેલી પસંદગીની વસ્તુઓમાં એક રહી.
- આર્મી કર્નલની દીકરી રાજસ્થાનની પૂજા વર્ષ 2000માં ઈન્ડિયન એરફોર્સમાં જોડાઈ હતી.
 
સરકારી ક્વાર્ટર ખાલી કરવાનો મળ્યો આદેશ, કોર્ટે આપ્યો સ્ટે
 
- આ દરમિયાન તેને એક નવો આદેશ આપવામાં આવ્યો હતો કે દક્ષિણ-પશ્ચિમી દિલ્હીના જે સરકારી મકાન તે રહે છે તેને તાત્કાલિક ખાલી કરી દે.
- પૂજાએ અહીં પણ હાર નહોતી માની અને આ આદેશ સામે પણ પડકાર ફેંક્યો હતો. સોમવારે પૂજાને આ આદેશ પર સ્ટે મળી ગયો છે.
- મહત્વપૂર્ણ છે કે ઠાકુરને એરફોર્સ તરફથી નવી દિલ્હીના દ્વારકામાં સરકારી ક્વાર્ટર આપવામાં આવ્યું હતું.
- ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં તેનો શોર્ટ કમિશનનો કાર્યકાળ ખતમ થયા બાદ ક્વાર્ટર ખાલી કરવાનો આદેશ કરવામાં આવ્યો.
- પૂજાનો પરર્મનન્ટ કમિશન માટે તેમનો કેસ વિચારાધીન છે. ઘર ખાલી કરવાના આદેશ પર જ્યારે પૂજાએ કોર્ટમાં સવાલ ઊભો કર્યો તો તેને આ કેસનું પરિણામ આવી જાય ત્યાં સુધી તેજ ઘરમાં રહેવાની મંજૂરી આપવામાં આવી.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો, ઈન્ડિયન એરફોર્સમાં મહિલાઓને પરર્મનન્ટ કમિશન અંગેનો શું છે મામલો? પૂજાને પહેલા તક આપવામાં આવી હતી, બીજી તક ન મળે - એરફોર્સ... પૂજા ઠાકુરના વકીલનું શું કહેવું છે?
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: IAF claims that Pooja Thakur turned down earlier offer of permanent role
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended