Home »National News »Photo Feature» Luxurious Lifestyle Picture Of 3700 Crore Fraud Pictures Goes Viral

37 અબજની છેતરપિંડી કરવાવાળો આમ કરતો હતો પાર્ટીઝ, જીવતો વૈભવી લાઈફ

divyabhaskar.com | Feb 06, 2017, 12:40 PM IST

  • અનુભવ મિત્તલની બર્થ ડે પાર્ટીમાં હાજર રહેલી સની લિયોની, અમિષા પટેલ (ફાઈલ)
નવી દિલ્હીઃઅત્યારસુધીના સૌથી મોટા ઓનલાઈન છેતરપિંડીના કેસના આરોપીએ 7 વર્ષમાં લાખો લોકો પાસેથી 37 અબજની છેતરપિંડી કરી હતી. તેની વૈભવી લાઈફનો અંદાજો તેની બર્થ-ડે પાર્ટીમાં આવતા બોલિવૂડ સ્ટાર્સ પરથી જ લગાવી શકાય છે. તેની પાસે કરોડોની કિંમતના ફલેટ છે. આ ઉપરાંત આરોપી ફરવા અને ઓફિસ આવવા-જવા માટે મોંઘીદાટ કાર વાપરતો હતો.
 
5 લાખના રોકાણ સાથે શરુ કર્યો હતો છેતરપિંડીનો ધંધો

- આરોપીનું નામ અનુભવ મિત્તલ છે. જે યુપીના હાપુડના કિશનગંજનો રહેવાસી છે.
- અનુભવે 2011માં કોમ્યૂટર સાયન્સમાં બીટેક કર્યું અને તે પછી ablaze info solutions નામની એક કંપની શરુ કરી.
- 2012થી 2015 સુધી 5 લાખના રોકાણે કામ ચાલુ રાખ્યું. 2015માં અનુભવે socialtrade.biz નામનું પોર્ટલ બનાવ્યું.
- આરોપીની સોશિયલ ટ્રેડિંગના નામે છેતરપિંડીના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. આરોપ છે પૈસા કમાવવાની લાલચ આપી તેણે લાખો લોકોને છેતર્યા છે.
 
પાર્ટીઝની તસવીરો થઈ રહી છે વાયરલ

- આરોપી અનુભવ મિત્તલની ધરપકડ બાદ અમુક તસવીરો વાયરલ થઈ રહી છે.
- તસવીરોમાં અનુભવ બોલીવૂડ સ્ટાર સની લિયોની અને અમીષા પટેલ સાથે કેક કાપતો જોવા મળે છે.
- આ તેના જન્મદિવસની પાર્ટીની તસવીરોમાં હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
- એક તસવીરમાં અનુભવ ગૃહમંત્રી રાજનાથસિંહ સાથે જોવા મળી રહ્યો છે. અનુભવના બે સાથી શ્રીધર પ્રસાદ અને મહેશ દયાલ પર આ છેતરપિંડીમાં સામેલ હોવાનો ખુલાસો થયો છે. આ બંને વિશાખાપટ્ટનમ અને મથુરાના છે.
 
5000થી લઈ 50 હજારમાં મળતી હતી મેમ્બરશિપ
 
- કંપનીમાં સોશિયલ ટ્રેડ ડોટ બિઝ નામથી પોર્ટલ બનાવી મલ્ટી લેવલ માર્કેટિંગ દ્વારા લોકોને સભ્ય બનાવતી હતી.
- જેની સભ્ય ફી 5000 રૂપિયાથી શરૂ થઈને 50,000 રૂપિયા સુધીની હતી.
- તેમાં 10 ટકા ટેક્સ અને 5 ટકા ફાઈલિંગ ચાર્જ અલગથી વસૂલ કરવામાં આવતો હતો. એટલેકે 5 હજારનું સભ્યપદ 5750માં મળતું હતું.
- ટાસ્ક ફોર્સને કાર્યવાહી દરમિયાન કંપનીની ઓફિસમાંથી 6.40 લાખ લોકોના ફોન નંબર ડેટાબેસ મળ્યું છે.
આ સાથે જ 9 લાખ લોકોના ઓળખપત્રો પણ મળ્યાં છે.
- એસટીએફે જણાવ્યું કે, આ લોકો ખુદ નક્લી કંપનીની જાહેરાત તૈયાર કરીને પોર્ટલ પર નાંખતા હતા અને સભ્ય પાસેથી રકમ જ અન્ય સભ્યોમાં વહેંચતા હતા.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો..........................)
(Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Luxurious Lifestyle Picture Of 3700 Crore Fraud Pictures Goes Viral
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended