Home »National News »Latest News »National» Answers Not Get Of These Questions In Bhopal Raipur Murder Case

ભોપાલ-રાયપુર મર્ડર કેસમાં ઉઠ્યા 10 સવાલ, ઉદયનને માતાનું પેન્શન કેમ મળ્યું?

divyabhaskar.com | Feb 06, 2017, 12:10 PM IST

  • રવિવારે ઉદયનના રાયપુરના મકાનમાંથી ખોદકામ દરમિયાન હાડકાં મળી આવ્યા હતા.
રાયપુર. ભોપાલમાં ગર્લફ્રેન્ડની હત્યા કરી ચબૂતરામાં દફન કરવાના મુદ્દે હવે અનેક સવાલ ઉઠી રહ્યા છ. સૌથી મહત્વની વાત એ છે કે આરોપી ઉદયન દાસની માતાની હત્યાના પાંચ વર્ષ સુધી લાઈફ સર્ટિફિકેટ વગર પેન્શન કેવી રીતે લેતો રહ્યો? ઉલ્લેખનીય છે કે આરોપીએ કબૂલ કર્યું છે કે તેણે ગર્લફ્રેન્ડ આકાંક્ષા શર્માને ભોપાલ અને માતા-પિતાને રાયપુરમાં મારીને જમીનમાં દફન કરી દીધા હતા. રવિવારે રાયપુરમાં તેણે આપેલી નિશાની પર ખોદકામ દરમિયાન હાડકાં પણ મળ્યાં.
મર્ડર મિસ્ટ્રીના 10 સવાલ
 
1.ઉદયનની કહેવા મુજબ તેણે 2011માં માતા-પિતાની હત્યા કરી દીધી હતી. સવાલ એ છે કે આટલા વર્ષો સુધી માતાનું પેન્શન બેંકમાંથી કેવી રીતે ઉપાડતો રહ્યો? જ્યારે, રૂલ્સ મુજબ પેન્શનરે દર વર્ષે ખુદ બેંકમાં જઈને લાઈફ સર્ટિફિકેટ આપવાનું હોય છે.
 
2. ઉદયનની માતા ભોપાલના વિંધ્યાચલ ભવનમાં એનાલિસ્ટ હતી. શું તેની સાથે કામ કરતાં લોકોએ પણ તેના હાલચાલ પૂછવાની કોશિશ ન કરી?
 
3. ઉદયનના પરિવારમાં કોણ કોણ છે? તેના સંબંધીઓ ક્યાં છે? શું આ લોકોએ તેનો ક્યારેય કોન્ટેક્ટ કરવાની કોશિશ ન કરી? આ ડિટેલ ઉદયનના માતા-પિતાની સર્વિસ બુકથી મળી શકે છે.
 
4. ઉદયન જો સાઈકો હોય તો આકાંક્ષા તેને કેમ સહન કરતી રહી? શું ક્યારેય તેણે પોતાના ઘર કોલકતા પરત જવાનો વિચાર ન કર્યો? આ સવાલ મહત્વનો છે, કારણકે ઉદયનના ઘેર જ્યારે પોલીસ પહોંચી ત્યારે ત્યાં સુખ-સુવિધાનો સામાન હતો પરંતુ સમગ્ર ઘરમાં ગંદકી હતી.
 
5.  આકાંક્ષાના ફેમિલી પાસેથી મળેલી વાતો મુજબ તેમણે એટલી સરળતાથી કેવી રીતે ભરોસો કરી લીધો કે તે અમેરિકામાં રહી રહી છે.જ્યારે તેની સાથે જુલાઈ 2016થી કોન્ટેક્ટ થઈ રહ્યો નહોતો તો પછી તેમણે 5 મહિના બાદ ડિસેમ્બરમાં કેમ પોલીસ ફરિયાદ નોંધાવી?
 
6. કોઈ મિત્ર સાથે વાત કરવાથી ઉદયન નારાજ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ માટે તેણે આકાંક્ષાને મારી નાંખી. સવાલ એ છે કે આકાંક્ષાનો તે મિત્ર કોણ? તેનાથી પણ વધારે જરૂરી કે પોલીસ તેની માહિતી મેળવીને પૂછપરછ કેમ કરતી નથી? જ્યારે આકાંક્ષાની પણ કોલ ડિટેલ્સ મેળવી લેવામાં આવી છે.
 
7. ઉદયને રાયપુરમાં માતા-પિતાની બોડી દફનાવવા 8-10 ફૂટ ઊંડો ખાડો ખોદાવ્યો કે ખુદ ખોદ્યો. અહીંયા સવાલ એ થાય છે કે પાડોશીએ આ અંગે ઉદયનને કોઈ સવાલ કેમ ન કર્યો? શું તેમને કોઈ શક ન થયો.
 
8. ઉદયને રાયપુરનું મકાન વેચવા માટે એક વ્યક્તિને 30 લાખ રૂપિયામાં પાવર ઓફ એટર્ની આપી. તે વ્યકિતનું બેકગ્રાઉન્ડ શું છે? તેણે પાવર ઓફ એટર્ની કેમ લીધી?
 
9. ઉદયને રાયપુરનું મકાન વેચવા માટે માતાનું ડેથ સર્ટિફિકેટ હોશંગાબાદથી બનાવ્યું. સવાલ એ છે કે સર્ટિફિકેટ બનાવવા માટે સ્મશાન ઘાટની રિસીપ્ટ જોઈએ. શું તેણે નકલી રિસીપ્ટનો ઉપયોગ કર્યો? કે પછી રિસીપ્ટ વગર અન્ય કોઈ રીતે સર્ટિફિટે મેળવ્યું.
 
10. ઉદયનને તેના ઘરે પોલીસ આવવાની માહિતી અગાઉથી જ કેમ મળી ગઈ હતી? પોલીસ આવ્યાની માહિતી મળ્યા બાદ તેણે ખુદને રૂમમાં બંધ કરી લીધો હતો. કહેવામાં આવી રહ્યું છે કે તેણે ફાંસીનો ફંદો બનાવીને આત્મહત્યા કરવાની તૈયારી પણ કરી લીધી હતી.
 
10મિનિટ સુધી દબાવ્યું માતાનું ગળું, પિતાને ચામાં આપી ઘેનની ટિકડી
 
- પોલીસ પૂછપરછમાં ઉદયને જણાવ્યું કે તે 10 મિનિટ સુધી માતાનું ગળું દબાવતો રહ્યો.
- માતાની હત્યાનું રહસ્ય ન ખોલી શકે તે માટે પિતાની હત્યા કરી હોવાની વાત પણ તેણે કબૂલી.
- પિતાને મારવા માટે તેણે ચામાં ઘેનની ગોળીનો ઉપયોગ કર્યો હતો.
- બંનેની હત્યા સાંજે 4 વાગે કરી હતી અને બંગલાના બગીચામાં જ દફન કરવાનો પ્લાન કર્યો.
- તેણે સામેના મકાનમાં કામ કરતાં મંજૂરોને કહ્યું કે સેપ્ટિક ટેન્ક ખોદવાની છે.
- રાતે જ કામ થશે, આ માટે બેગણા રૂપિયા આપવામાં આવશે. મજૂરો ટેંક માટે સાત ફૂટ ખાડો ખોદીને ચાલ્યા ગયા.
 
મૃતદેહને ખાડામાં નાંખ્યા બાદ ઉપર નાંખી કપચી, માટી
 
-ઉદયને પોલીસ ઓફિસરોને જણાવ્યું કે તેની માતા ઈન્દ્રાણી દર વખતે તેને ટોકતી હતી. ઘણી વખત ગુસ્સે પણ થઈ જતી હતી.
- માતા-પિતાનો એકમાત્ર ઉદયન વારંવારની રોકટોકના કારણે એટલો પરેશાન થઈ ગયો હતો કે તેણે આમાંથી મુક્તિ મેળવવા માટે હત્યાનો પ્લાન રર્યો.
- માતા-પિતાની સાંજે 4 વાગે હત્યા કર્યા બાદ રાત્રે જ દફન કરવાનો પ્લાન પણ કર્યો.
- સામેના મકાનમાં કામ રહી રહેલા મજૂરોને બમણા રૂપિયા આપીને તાત્કાલિક ખાડો ખોદાવ્યા બાદ રાત્રે આશરે 12.30 વાગે તેણે માતા-પિતાને દફનાવી દીધા. સામે બની રહેલા મકાનની કપચી અને માટી લાવીને તેમના પર નાંખી.
- આ સમગ્ર કામ તેણે રાતભર એકલા હાથે કર્યું. વરસાદના કારણે ગલીમાં કોઈની અવર-જવન નહોતી, તેથી કોઈને ખબર પર ન પડી.
 
ખોદકામ દરમિયાન શું મળ્યું
 
- બંગલાના ગાર્ડનમાં જ્યાં ઉદયને જણાવ્યું ત્યાં જ તેના માતા-પિતાના દફનાવેલા અવશેષો મળ્યાં.
- ઉદયને 2011માં જુલાઈમાં માતા-પિતાની એક જ દિવસે હત્યા કરીને તેમની લાશ એક ખાડો ખોદીને દફનાવી દીધી હતી.
- પોલીસે ઉદયનની માતા-પિતા ઈન્દ્રાણી દાસ અને વીકે દાસના શબ કાઢવા માટે સાડા ત્રણ કલાક સુધી ખોદકામ કરવું પડ્યું.
- અવશેષો 6 ફૂટ ઉંડો ખાડો ખોદ્યા બાદ મળ્યા. સૌથી પહેલાં એક ખોપડી મળી, જે બાદ ખળભળાટ મચી ગયો.
- પોલીસના ટોચના અધિકારીઓ પણ પહોંચી ગયા. આર્કિયોલોજીની ટીમને પણ ત્યાં બોલાવી લેવામાં આવી.
- ખોદકામ દરમિયાન ઉદયયની માતા ઈન્દ્રાણીના કપડાં, સોનાની 4 બંગડી, સોનાના ચેન, તાવિજ અને વીકે દાસના પેન્ટ-શર્ટ ઉપરાંત બેલ્ટ અને તાવિજ પણ મળ્યાં.
- હાડપિંજર પાસેથી લોખંડનો સામાન પણ મળ્યો છે.
 
સ્વચ્છ છબીની બોલ્ડ મહિલા હતી ઈન્દ્રાણી
 
-ઉદયનની માતા ઈન્દ્રાણી દાસ મધ્યપ્રદેશ સરકારમાં કામ કરતી હતી. રાજ્ય વિભાજન બાદ છત્તીસગઢ આવી.
- તેની સાથે કામ કરી ચૂકેલા વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે, ઈન્દ્રાણી દાસે પ્રથમ ત્રણ વર્ષ સુધી સંચાલનાલયમાં કામ કર્યું અને બાદમાં પોલીસ ડિપાર્ટમેન્ટમાં ડેપ્યુટેશન પર જતી રહી.
- આશરે 2005-06માં ઈન્દ્રાણીએ રિટાયરમેન્ટ લીધું હતું.
- ઓફિસરના જણાવ્યા મુજબ ઈન્દ્રાણી સ્વચ્છ છબિની સાથે બોલ્ડ મહિલા હતી. કામ પ્રત્યે તે પૂરી સમર્પિત હતી.
- સ્ટાફ સાથે વાત કરતી વખતે તેણે ક્યારેય તેના પરિવારની વાત શેર કરતી નહોતી.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો, શું છે સમગ્ર મામલો...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Answers not get of these questions in Bhopal Raipur murder case
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended