Home »National News »Latest News »National» Ansar Ahmed Has More Than One Crore Rupees Of Property

ઘોડાગાડી ચલાવનારો આ ધારાસભ્ય હવે કરોડપતિ છે, 14 વર્ષમાં અલગ મુકામ બનાવ્યું

Suryaprakash Tripathi, Allahabad | Feb 10, 2017, 01:52 AM IST

  • ઘોડાગાડી ચલાવનારો આ ધારાસભ્ય હવે કરોડપતિ છે, 14 વર્ષમાં અલગ મુકામ બનાવ્યું,  national news in gujarati
અલાહાબાદ:ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન 11 ફેબ્રુઆરીના રોજ યોજાશે. અલાહાબાદ જિલ્લાના ફાફામઉ વિધાનસભા બેઠક પર સપાએ અંસાર અહેમદ ઉર્ફે અંસાર પહેલવાનને ટિકિટ આપી છે. જે એક સમયે પોતાના પિતા સાથે ઘોડાગાડી ચલાવીને બે ટંકની રોજી પેદા કરતા હતા. આજે તેઓ કરોડોના માલિક છે.
 
1 કરોડથી વધુની જમીન છે પતિ-પત્ની પાસે

અંસાર અહેમદની વર્તમાન સંપત્તિ 68 લાખ છે. પત્ની સોનાર બેગમ પાસે 29 લાખની સંપત્તિ છે. એક એસયુવી પણ છે. ઈંટ-ભઠ્ઠી પહેલવાન એડ કંપનીમાં 50% ભાગીદારી છે, જ્યારે કોલ્ડ સ્ટોરેજ ચંદાપુર મોરહુમાં ચોથા ભાગની ભાગીદારી છે. તેમની અને પત્નીની જમીનની કિંમત 1 કરોડથી વધુ છે.
 
મોબાઈલ લગાવતા આવડતું નથી

અલાહાબાદના ગંગાપારમાં રહેતા અંસાર અહેમદનું સોશિયલ મીડિયા પર કોઈ એકાઉન્ટ નથી. તેમને ઓળખતા લોકો જણાવે છે કે, તેઓ પોતના મોબાઈલમાં નંબર પણ સેવ કરી શકતા નથી. ફોન બુક ચલાવતા પણ આવડતું નથી. તેના માટે તેઓ પોતાની સાથે રહેતી વ્યક્તિની મદદ લે છે.
 
અંસાર અહેમદની સ્ટોરી તેમના જ મોઢે...
 
અંસારે જણાવ્યું કે, 15 વર્ષની ઉંમરથી પિતા સાથે ઘોડાગાડી ચલાવતો હતો. ઘોડાગાડીથી કંટાળ્યો એટલે ટ્રક ચલાવવા લાગ્યો. 1982માં ભાગીદારીમાં ઈંટોની ભઠ્ઠી શરૂ કરી. ત્યરા બાદ કોલ્ડ સ્ટોરેજ પણ ખોલી નાખ્યું. પછી મારું નસીબ ચમક્યું. મેં ત્યાર બાદ પાછા વળીને જોયું નથી. વર્ષ 2003માં અપના દલ તરફથી સૌરાંવમાંથી ચૂંટણી લડી અને જીતી ગયો. ત્યાર બાદ મુલાયમના પક્ષમાં જોડાયો. મુલાયમ સરકારમાં મને પશુધન મંત્રી બનાવાયો, પરંતુ 2007માં વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ ન આપી. 2012માં સપાએ ફાફામઉ વિધાનસભઆ બેઠક પરથી ટિકિટ આપી જેમાં વિજય મળ્યો.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Ansar ahmed has more than one crore rupees of Property
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended