Home »National News »Latest News »National» 5 Jawan Missing After Avalanche Hits Army Post In Jammu And Kashmir

J&Kમાં ફરી હિમસ્ખલનઃ કુપવાડામાં આર્મી પોસ્ટ પર તૈનાત 5 જવાન ગુમ

divyabhaskar.com | Jan 28, 2017, 15:14 PM IST

  • કાશ્મીરમાં છેલ્લા 15 દિવસથી થઈ રહેલી હિમવર્ષાને કારણે ઘણા વિસ્તારોમાં હિમસ્ખલનની ઘટનાઓ બની.
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં ફરી હિમસ્ખલન થયાના અહેવાલ છે. શનિવારે માછિલ સેક્ટરમાં 56 રાષ્ટ્રીય રાઈફલ્સની પોસ્ટના 5 જવાનો બરફ નીચે દટાયા હતા. આર્મી જવાનોને બહાર કાઢવા માટે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. છેલ્લા 4 દિવસોમાં કાશ્મીરના ઘણા વિસ્તારોમાં હિમસ્ખલનની ઘટનાઓ બની છે. જેમાં 15 આર્મી જવાન સહિત 21 લોકોનાં મોત થયા છે.
 
કાશ્મીર થઈ ભારે હિમવર્ષા

- ગુરેજ સેક્ટરમાં બે હિમસ્ખલન દરમિયાન એક જૂનિયર કમિશન્ડ ઓફિસર (જેસીઓ) સહિત 7 જવાનોને રેસ્ક્યૂ કરાયા હતા. જોકે 3 જવાનોને બચાવી શકાયા નહોતા.
- બીજા હિમસ્ખલનમાં 7 જવાનો શહીદ થયા હતા. 
- ગાંદરબલના સોનમાર્ગ વિસ્તારમાં હિમસ્ખલનને કારણે એક આર્મી ઓફિસર શહીદ થયા હતા. જ્યારે 8 જવાનોને બચાવી લેવાયા હતા. 6 જેટલા સામાન્ય લોકોનાં પણ મોત થયા છે.
- બીજી તરફ બાદૂગામમાં એક ઘર હિમસ્ખલનમાં દટાઈ જતા 4 લોકોનાં મોત થયા હતા.
- સોનમર્ગ આસપાસના 4-5 ગામો સિઝનનાં આ સમયગાળામાં ખાલી થઈ જતા હોય છે. લોકો મેદાન વિસ્તારમાં અમુક સમય રહેવા જતા રહે છે.
- ગતવર્ષે હિમસ્ખલને 19 મદ્રાસ રેજીમેન્ટના 10 જવાનોનો ભોગ લીધો હતો. 
- લાંસ નાયક હનુમાનથપ્પાને બરફમાંથી સુરક્ષિત બહાર કઢાયા હતા. જોકે, તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 5 Jawan Missing After Avalanche Hits Army Post In Jammu And Kashmir
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext