Home »National News »Latest News »National» Dave Was Member Of Experts Parliamentary Forum In Global Warming

નથી રહ્યા દવે: દિગ્વિજયને હરાવવાની સ્ટ્રેટેજીમાં થયા હતા જાણીતા

divyabhaskar.com | May 18, 2017, 15:24 PM IST

  • દવેનું દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં એટેક આવવાના કારણે અવસાન થયુ
નવી દિલ્હી:અનિલ માધવની સ્ટ્રેટેજી 2003માં તે સમયના સીએમ દિગ્વિજય સિંહને હરાવવા માટે મહત્વની સાબીત થઈ હતી. તેના કારણે જ તેઓ સમાચારમાં આવ્યા હતા. તેઓ નદી બચાવવામાં નિષ્ણાત અને ગ્લોબલ વોર્મિંગ પર બનેલી પાર્લામેન્ટ્રી ફોરમના સભ્ય હતા. પર્યાવરણ વિષય તેમના દિલથી ખૂબ નજીક હતો. દવેનું ગુરુવારે દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં એટેક આવવાના કારણે અવસાન થયુ છે. તેઓ 61 વર્ષના હતા.
 
નાની ઉંમરથી સમાજસેવામાં જોડાયા હતા

- અનિલ માધલ નાની ઉંમરથી જ સમાજસેવામાં જોડાયેલા હતા.
- તેમણે નર્મદા બચાવવા માટે 'નર્મદા સમગ્ર' નામની એનજીઓ બનાવી હતી.
- દવે મધ્ય પ્રદેશમાંથી બે વાર રાજ્યસભાના સાંસદ રહી ચૂક્યા છે. તેમને બીજેપીમાં ભૂલ ન કરવા માટે અને ઓર્ગેનાઈઝેશનને બહુ જ સારી રીતે ચલાવનાર વ્યક્તિ તરીકે ઓળખવામાં આવતા હતા.
- તેમને ગયા વર્ષે જ રાજ્યકક્ષાના પર્યાવરણ મંત્રી બનાવવામાં આવ્યા હતા.
 
કેટલાય વર્ષોથી જોડાયેલા હતા RSS સાથે

- દવે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) સાથે ઘણો વર્ષોથી જોડાયેલા હતા.
- 2003માં તેમની સ્ટ્રેટેજી તે સમયના સીએમ દિગ્વિજય સિંહને હરાવવા માટે સફળ સાબીત થઈ હતી. તેના કારણે તેઓ ન્યૂઝમાં આવ્યા હતા.
- ત્યારપછી મધ્યપ્રદેશમાં સીએમ બનેલા ઉમા ભારતીએ દવેને તેમના એડ્વાઈઝર બનાવ્યા હતા.
પાયલટ પણ હતા દવે

- દવેએ એનસીસીના એર વિંગ કેડર તરીકે પણ પાયલટ ઉડાનની શરૂઆતની ટ્રેનિંગ લીધી હતી. 
- તેઓ પ્રાઈવેટ પાયલટ લાઈસન્સ હોલ્ડર પણ હતા. તેમણે એક વાક નર્મદાના કિનારે 18 કલાક સુધી સેસના એરક્રાફ્ટ ઉડાવ્યું હતું.
 
સાહિત્યમાં હતો ખૂબ રસ

- દવેએ ઈન્દોરની ગુજરાતી કોલેજમાંથી કોમર્સમાં માસ્ટર ડિગ્રી લીધી હતી. તેમણે ઘણાં પુસ્તકો પણ લખ્યા છે.
- દવેનો જન્મ 6 જુલાઈ 1956માં મધ્યપ્રદેશના બડનગરમાં થયો હતો.
- દવેનો આરએસએસ સાથે નો સંબંઘ તેમના દાદા દાદાસાહેબના કારણે હતો. કોલેજનો અભ્યાસ પૂરો કર્યા પછી તેમણે પ્રચારક તરીકે સંઘમાં જોડાવાનો નિર્ણય કર્યો હતો.
 
BJPના ખાસ સ્ટ્રેટેજિસ્ટ હતા દવે

- દવે બીજેપીના ખાસ સ્ટ્રેટેજિસ્ટ હતા. તેમને 2003ની વિધાનસભાની ચૂંટણી પહેલાં જ બીજેપીમાં સામેલ કરવામાં આવ્યા હતા.
- તેઓ 2003, 2008 અને 2013માં વિધાનસભા ચૂંટણીમાં અને 2004, 2009 અને 2014માં લોકસભા ચૂંટણીમાં ઈલેક્શન મેનેજમેન્ટ કમિશનના ચીફ રહ્યા હતા.
- દવે બૂથ લેવલ મેનેજમેન્ટ અને પ્લાનિંગ બંને લેવલ પર ઓળખવામાં આવે છે.
- તેમને 2009માં રાજ્યસભા માટે પસંદ કરવામાં આવ્યા હતા. તે ઘણી કમિટીઓમાં સામેલ છે. દવે પ્રેર્વેશન ઓફ કરપ્શન બિલ 2013ની સિલેક્ટ કમિટીના પ્રેસિડન્ટ પણ રહી ચૂક્યા છે.
- દવેએ 2013માં ભોપાલમાં આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દી સંમેલનનું પણ આયોજન કર્યું હતું.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Dave was member of experts Parliamentary Forum in Global Warming
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended