Home »National News »Latest News »National» An MLA Collected 80 Crore Rupees Of Property

કરોડપતિ સેવક: પાંચ વર્ષમાં MLAએ એકઠી કરી રૂ. 80 કરોડની સંપત્તિ

Monika Saxena, Lucknow | Jan 21, 2017, 02:43 AM IST

  • કરોડપતિ સેવક: પાંચ વર્ષમાં MLAએ એકઠી કરી રૂ. 80 કરોડની સંપત્તિ,  national news in gujarati
લખનઉ:ઉત્તરપ્રદેશમાં 2007 અને 2012ની ચૂંટણી પછીના આંકડા જોઈએ તો જાણવા મળે છે કે નેતાઓએ પોતાનાં વિસ્તારનું ભલું કર્યું હોય કે ન કર્યું હોય, પોતાનું ભલું જરૂર કર્યું છે. આવા જ એક ધારાસભ્ય છે નંદ ગોપાલ ગુપ્તા ઉર્ફે નંદી. જેમણે માત્ર 5 વર્ષમાં જ 80 કરોડની સંપત્તિ ઊભી કરી દીધી હતી. નંદી 2007માં અલાહાબાદ  સાઉથમાંથી બસપાના ધારાસભ્ય ચૂંટાયા હતા. માયાવતીએ તેમને મંત્રી પણ બનાવ્યા હતા. 2007ની ચૂંટણીમાં તેમણે પોતાની સંપત્તિ 15 કરોડ જણાવી હતી. 2012માં સંપત્તિ 95કરોડ બતાવી હતી. એટલે કે 5 વર્ષમાં જ તેમની સંપત્તિમાં 80 કરોડનો વધારો થયો.
 
માયાવતીએ કાઢ્યા હતા

2014માં માયાવતીએ નંદી અને તેની પત્નીને બસપામાંથી હાંકી કાઢ્યા. એ સમયે તેની પત્ની અભિલાષા અલાહાબાદની મેયર હતી. ત્યાર બાદ નંદ કોંગ્રેસમાં જોડાઈ ગયા.

અમીષા પટેલ પાસે ચૂંટણી પ્રચાર કરાવ્યો હતો

2014માં નંદે અમીષા પટેલ પાસે ચૂંટણી પ્રચાર કરાવ્યો હતો, તેમ છતાં મતદારોને રાજી કરી શક્યા નહીં. અલાહાબાદમાં જ તેમને ભાજપના શ્યામ ચરણ ગુપ્તાએ હરાવ્યા હતા.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: An MLA Collected 80 Crore Rupees of Property
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext