Home »National News »Latest News »National» Amit Shah Up Election Campaign In Meerut

મેરઠઃ કારોબારીના મર્ડરના વિરોધમાં અમિત શાહે પદયાત્રા રદ કરી

divyabhaskar.com | Feb 03, 2017, 13:40 PM IST

  • મેરઠમાં મર્ડરના વિરોધમાં અમિત શાહે પદયાત્રા નહીં કરવાની જાહેરાત કરી
મેરઠ.  મેરઠમાં ગઈકાલે ગુટખા કારોબારીની જાહેરમાં ગોળી મારી થયેલી હત્યાના વિરોધમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહે આજે પદયાત્રા નહીં કરવાનો નિર્ણય કર્યો હતો. તેમણે  સભાને સંબોધતી વખતે યુપીમાં કથળેલી કાયદાની સ્થિતિ, કોંગ્રેસ-સપાના ગઠબંધનને લઈને શાબ્દિક ચાબખાં માર્યા હતા. શાહે કહ્યું હતું કે, એક પક્ષે દેશનો લૂંટ્યો જ્યારે બીજા પક્ષે યુપીને લૂંટ્યું.
 
શું કહ્યું શાહે
 
- શાહે પદયાત્રા સ્થગિત કર્યા બાદ લોકોને સંબોધન દરમિયાન યુપીના સીએમ અખિલેશ યાદવ અને કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની શહજાદા સાથે સરખામણી કરી કહ્યું કે, એક શહજાદાએ દેશને લૂંટ્યો, બીજાએ યુપીને લૂંટ્યું.
-  શાહે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી પર પ્રહાર કરીને લોકોને બીજેપીને વોટ આપવાની અપીલ કરી. તેમણે કહ્યું કોંગ્રેસ અને એસપીનું ગઠબંધન પ્રદેશને લૂંટવા માટે કરવામાં આવ્યું છે.
- તેમણે મહિલા સુરક્ષાને લઈને યુપીની દરેક કોલેજમાં એન્ટી રોમિયો સ્કવોડ બનાવાની જાહેરાત કરી કહ્યું કે, તેનાથી આપણી દીકરીઓ સુરક્ષિત રહેશે.
- યુપીમાં દરરોજ 24 બળાત્કાર, 13 હત્યા થાય છે.
- સમાજવાદી પાર્ટીના ગુંડાઓએ યુપીમાં જમીન પર કબજો કરી રાખ્યો છે.
- યુપીનો વિકાસ માત્ર મોદી જ કરી શકે છે. યુપીને દેશનું નંબર 1 રાજ્ય બનાવીશું.
- બીજેપી ડેટા સાથે લેપટોપ પણ આપશે.
 
અમિત શાહ કરવાના4કિમી પદયાત્રા
 
- બીજેપી રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ મેરઠમાં 4 કિલોમીટર પદયાત્રા કરીને લોક સંપર્ક કરવાના હતા.
- આ ઉપરાંત પિલખુવા, ધૌલાના, હાપુડ, ખુર્જા અને બુલંદશહરમાં પણ ચૂંટણી સભા થવાની છે.
- ‘વેસ્ટ યુપી કી જનતા બીજેપી કે સાથ’નો સંદેશ આપવા માટે અમિત શાહે રણનીતિ તૈયાર કરી છે.
- મેરઠમાં શુક્રવારે જૂની દિલ્હી ચુંગીથી પદયાત્રા કરીને શારદા રોડ, કબાડી બજાર, શહર સરાફા બજાર, કાગજી બજાર, લાલા કા બજાર, ઘંટાઘર સુધી પદયાત્રા કરશે.
- આ સમગ્ર વિસ્તાર મેરઠ વિધાનસભા વિસ્તારનો છે, પરંતુ શાહ મેરઠ શહેર, દક્ષિણ મેરઠ અને મેરઠ કેંટના ઉમેદવારો માટે પણ વોટ માગશે.
 
રાજનાથ સિંહની પણ બે રેલી
 
- રાજનાથ સિંહ પણ શુક્રવારે યુપીમાં બે ચૂંટણી સભા યોજશે. લખીમપુર ખીરી અને ઈટાવામાં રાજનાથ સિંહની રેલી છે.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Amit shah up election campaign in meerut
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext