Home »National News »Latest News »National» Big Updates & News Of 3 February

મેરઠમાં પદયાત્રા કરશે અમિત શાહ, આ સમાચારો પર રહેશે નજર

divyabhaskar.com | Feb 03, 2017, 10:21 AM IST

  • મેરઠમાં પદયાત્રા કરશે અમિત શાહ, આ સમાચારો પર રહેશે નજર,  national news in gujarati
નેશનલ ડેસ્ક:શુક્રવારે ભાજપના અધ્યક્ષ મેરઠમાં પદયાત્રા કરવાના છે. ઉપરાંત કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં હિમસ્ખલનની ચેતવણી આપવામાં આવી છે. જેના પગલે સ્થાનિક વહીવટીતંત્રે સાવચેતીના પગલા લેવાનું શરૂ કર્યું છે. 

મેરઠમાં અમિત શાહ પદયાત્રા કરશે 

ભાજપના અધ્યક્ષ અમિત શાહ શુક્રવારે પશ્ચિમ ઉત્તર પ્રદેશના મેરઠમાં પદયાત્રા કરશે. આ વિસ્તારમાં ભાજપને સારું પ્રદર્શન કરવાની આશા છે. આ વિસ્તારના પ્રદર્શનના આધારે ભાજપ અન્ય રાજકીય પક્ષો પર આંકડાકીય અને મનોવૈજ્ઞાનિક લિડ લેવા માંગે છે. 

કાશ્મીર તથા હિમાચલમાં હિમસ્ખલનની ચેતવણી

શ્રીનગર: હિમાચલ પ્રદેશ તથા કાશ્મીરના કેટલાક વિસ્તારોમાં હિમસ્ખનનની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જેના પગલે સ્થાનિક તંત્ર દ્વારા સાવચેતીના પગલા લેવામાં આવી રહ્યાં છે. હિમસ્ખલનને કારણે 20 જવાનો સહિત કુલ 25 લોકોના મોત થઈ ચૂક્યા છે. 
 
સંસદનું સત્ર મળશે
 
શુક્રવારે સંસદનું સત્ર મળશે. ભાજપે તેના તમામ સાંસદોને હાજર રહેવા સૂચના આપી છે. બુધવારે ઈ. અહેમદને અંજલિ અર્પિત કરીને બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. વર્તમાન સાંસદ અહેમદને અંજલિ અર્પિત કરવા માટે ગુરૂવારની કાર્યવાહી મોકૂફ રાખવામાં આવી હતી. આજે મોદી સરકારના ડિમોનિટાઈઝેશન, બજેટ વગેરે જેવા પગલાઓ પર વિપક્ષ અને સરકાર વચ્ચે ચકમક ઝરે તેવી શક્યતા છે.  
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Big updates & news of 3 February
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended