Home »National News »Latest News »National» Alliance Between SP And Congress Could Be Finished In UP Election

અખિલેશના તેવરથી સોનિયા નારાજ: સપા-કોંગ્રેસ યુતિની સંભાવના સમાપ્ત

Agency, New Delhi | Jan 22, 2017, 02:13 AM IST

  • અખિલેશના તેવરથી સોનિયા નારાજ: સપા-કોંગ્રેસ યુતિની સંભાવના સમાપ્ત,  national news in gujarati
નવી દિલ્હી:ઉત્તરપ્રદેશમાં સપા અને કોંગ્રેસના ગઠબંધનની સંભાવનાઓ લગભગ સમાપ્ત થઇ રહી છે. સપા નેતા નરેશ અગ્રવાલે આ સ્થિતિ માટે કોંગ્રેસને જવાબદાર ગણાવી છે. અગ્રવાલના અનુસાર અખિલેશ કોંગ્રેસને 100 સીટ આપવા માગે છે. પણ કોંગ્રેસ 120 પર મક્કમ છે. અગ્રવાલના અનુસાર કોંગ્રેસે 100 સીટ મળવાની સ્થિતિમાં ગઠબંધન નહીં કરવાની વાત કહી છે.
 
 દરમિયાન, સૂત્રોના અનુસાર કોંગ્રેસના રણનીતિકાર પ્રશાંત કિશોર પણ અખિલેશને મનાવી શક્યા નથી. અખિલેશના વલણથી કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી નારાજ છે. તેવામાં કોંગ્રેસ એકલા લડવાનો નિર્ણય કરી શકે છે. પહેલા બે તબક્કા માટે 140 ઉમેદવારો નક્કી કરીને પાર્ટીએ સંકેત આપી દીધા છે. પણ નામ જાહેર કર્યા નથી. આ તબક્કા માટે મંગળવારે ઉમેદવારી નોંધાવવાનો અંતિમ દિવસ છે. યૂપી કોંગ્રેસ પ્રમુખ રાજ બબ્બરે કહ્યું હતું કે પાર્ટી જોરશોરથી ચૂંટણી લડશે.
 
કોંગ્રેસ સૂત્રોના અનુસાર સપામાં વિવાદના સમયે અખિલેશ કોંગ્રેસને 150 સીટ આપવાનું આશ્વાસન આપ્યું હતું. પણ સપા અને સાઇકલ મળ્યા બાદ મજબૂરીનો હવાલો આપીને તેમણે 121 સીટ ઓફર કરી. કોંગ્રેસ રાજી થતા અખિલેશ 100 પર પહોંચી ગયા હતા. સૂત્રોના અનુસાર અખિલેશે કહ્યું કે નેતાજીના કેટલાક લોકોને એડજસ્ટ કરવાના છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Alliance between SP and Congress Could be finished in UP Election
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended