Home »National News »Latest News »National» Alert For Air Attack In Delhi On Republic Day

ગણતંત્ર દિવસે હેલિકોપ્ટર હુમલાનું એલર્ટ, દિલ્હીમાં એન્ટી એરક્રાફ્ટ ગન તહેનાત

divyabhaskar.com | Jan 25, 2017, 18:22 PM IST

  • આતંકવાદી હુમલાના એલર્ટ પછી રાજપથ અને નવી દિલ્હીના વિસ્તારોમાં 50 હજાર જવાનોને તહેનાત કરવામાં આવ્યા છે.
નવી દિલ્હી: ગુપ્તચર એજન્સીઓએ ગણતંત્ર દિવસ પર દિલ્હીમાં આતંકવાદી હુમલાની શંકા વ્યક્ત કરી છે. એલર્ટ પ્રમાણે, લશ્કર-એ-તોઇબાના આતંરવાદીઓ હવાઇ હુમલાઓ (એર અટેક) કરીને રાજપથ સહિત બાકીના વીવીઆઇપી વિસ્તારોને નિશાનો બનાવી શકે છે. રાજધાનીમાં ખૂણ-ખૂણામાં ગ્રાઉન્ડ ટુ એર (ધરતીથી આકાશ સુધી) સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. હેલિકોપ્ટર કે ચાર્ટર પ્લેનના હુમલાઓને ખાળવા માટે ઊંચા બિલ્ડીંગો પર એન્ટ્રી એરક્રાફ્ટ ગન તહેનાત કરવામાં આવી છે. આકાશમાં કોઇપણ ડ્રોન કે શંકાસ્પજ ચીજ દેખાય તો તાત્કાલિક તેનો નાશ કરવાના આદેશો છે.
 
9/11 જેના હુમલાનું એલર્ટ છે
 
- સિક્યોરિટી એજન્સીઓને ગુપ્ત એલર્ટ મળ્યો છે કે કેટલાક આતંકવાદી સંગઠનો અમેરિકામાં થયેલા 9/11 જેવો હુમલો કરવાનું કાવતરું કરી રહ્યા છે. આ માટે આતંકવાદીઓ હેલિકોપ્ટર ચાર્ટર સર્વિસ અને ચાર્ટર પ્લેનનો ઉપયોગ કરી શકે છે.
- આ એલર્ટના કારણે 26 જાન્યુઆરીએ રાજપથ અને નવી દિલ્હીની આજુબાજુ સશસ્ત્ર સૈનિકદળ - દિલ્હી પોલીસના 50 હજાર જવાનો એકદમ ચાંપતી નજર રાખશે. હવાઇહુમલાઓને ખાળવા માટે એન્ટી ડ્રોન ટેક્નીક સંપૂર્ણપણે તૈયાર છે.
- પોલીસના એક સિનિયર ઑફિસકે કહ્યું, “એન્ટી ડ્રોન ટેક્નોલોજી ઉપરાંત ઊંચી બિલ્ડીંગો પર એન્ટી એરક્રાફ્ટ ગન સાથે સુરક્ષાદળોના કમાન્ડોને પણ તહેનાત કરવામાં આવ્યા છે. સીસીટીવી કેમેરા દ્વારા ચાંપતી નજર રાખવામાં આવશે.”
- ગૃહમંત્રાલયના એડવાઇઝરીના જણાવ્યા પ્રમાણે, આતંકવાદીઓ આત્મઘાતી હુમલા માટે સૈનિકોના યુનિફોર્મ્સનો ઉપયોગ કરી શકે છે. રાજપથ પર તહેનાત જવાનોની ઓળખ અને તેમની તલાશી માટે પણ બરાબર વ્યવસ્થા હોવી જોઇએ.
 
લગભગ 2 કલાક સુધી એરપોર્ટ પરથી કોઇ પ્લેન ઉડશે નહી
 
- સુરક્ષાના કારણોસર ગુરુવારે સવારે 10.35 થી 12.15 ની વચ્ચે કોઇ પ્લેન દિલ્હી એરપોર્ટ પરથી ઉડાન પણ નહી ભરે અને લેન્ડ પણ નહી કરે.
- દિલ્હી પોલીસ મહત્વના સ્થળો અને બજારો માટે વિશિષ્ટ ચોકસાઇ રાખી રહી છે. ડોગ સ્ક્વૉડ સાથે તલાશી અભિયાન ચાલુ છે.
- રાજધાનીના તમામ મેટ્રો સ્ટેશન, રેલવે સ્ટેશન અને એરપોર્ટ પર ખાસ સર્ચ ઓપરેશનો ચલાવવામાં આવી રહ્યા છે.
- સુરક્ષા વ્યવસ્થા માટે ટોચના અધિકારીઓએ મંગવારે મીટિંગ કરી હતી. બીજી બાજુ પોલીસકર્મીઓની રજાઓ રદ કરવામાં આવી છે. 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Alert for Air Attack in Delhi on Republic Day
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext