Home »National News »Latest News »National» Rahul And Akhilesh Will Hold Road Show In Agra On Friday

5 દિવસ બાદ જ રાહુલ-અખિલેશનો બીજો રોડ શો, આગ્રામાં 10 કિમી રહેશે સાથે

divyabhaskar.com | Feb 03, 2017, 18:06 PM IST

  • રોડ શો પૂણ થયા બાદ બંને નેતા કાર્યકરોને સંબોધશે.
આગ્રા. કોંગ્રેસ-સપા ગઠબંધન બાદ શુક્રવારે અહીં રાહુલ ગાંધી અને અખિલેશ યાદવે પોતાનો બીજો રોડ શો શરૂ કર્યો. આ દરમિયાન બંને 10 કિમી સુધી સાથે હશે. બાદમા; અખિલેશ અને રાહુલ સભાને સંબોધિત કરશે. રોડ શોના રૂપ પર 18 ફુટ ઉપર સુધી વીજળીના વાયર અને વૃક્ષોની ડાળીઓ કાપી લેવામાં આવી છે. આ પહેલા બંનેએ 29 જાન્યુઆરીના રોજ લખનઉમાં પહેલો રોડ શો કર્યો હતો. આ દરમિયાન બંનેને વીજળીના વાયરોને કારણે ખૂબ જ મુશ્કેલી ઊભી થઈ હતી. માનવામાં આવી રહ્યું છે કે ત્રીજો રોડ શો કાનપુરમાં યોજાઈ શકે છે. સીએમ અખિલેશ આગ્રા અને ફિરોજાબાદમાં ચાર રેલીઓ પણ કરવાના છે પરંતુ રાહુલે હજુ સધી તેમાં સામેલ થવાની સહમતિ નથી આપી.
 
દયાળબાગથી શરૂ કરી વીજળીઘરે પૂરો થશે રોડ શો
 
- બીજો રોડ શો લગભગ 4 વાગ્યે દયાળબાગથી શરૂ થયો. અહીંથી રોડ શો ભગવાન ટોકીઝ તરફ વધ્યો.
- આ દરમિયાન લગભગ 10 કિમીનું અંતર કાપીને રોડ શો વીજળીઘરે ચૌરાહા પર પહોંચશે.
- જ્યાં બંને નેતા પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરશે.
- રાહુલ-અખિલેશનો રોડ શો સફળ બનાવવા માટે પાર્ટી કાર્યકરોએ સમગ્ર તાકાત લગાવી દીધી છે.
- કોંગ્રેસ યૂપી ચીફ રાજ બબ્બર ગુરુવારથી જ આગ્રામાં કેમ્પ લગાવીને બેઠા છે. બીજી તરફ, સપાના અનેક નેતાઓ પણ તૈયારી માટે પહોંચ્યા હતા.
બદલવામાં આવ્યા અનેક લાઈટના થાંભલા

- રોડ શોને ધ્યાને લઈ દયાલબાગથી વીજળીઘર ચૌરાહા સુધીના વીજળીના વાયર એક દિવસ પહેલા જ ઠીક કરી દેવામાં આવ્યા છે.
- એડમિનિસ્ટ્રેશને ટોરેન્ટની ટીમે જમીનથી 18 ફુટની ઉંચાઈ સુધી સમગ્ર રૂટ ક્લીયર કરી દીધો છે.
- રોડ શોના રૂટ પર વૃક્ષોની ડાળીઓને પણ ટ્રીમ કરવામાં આવી છે.
- મહત્વપૂર્ણ છે કે, લખનઉમાં યોજાયેલા રોડ શો દરમિયાન જ્યારે રાહુલ અને અખિલેશ રથ પર સૌથી ઉપર સવાર હતા ત્યારે તેઓ લાઈટના વાયરોની વચ્ચે ફસાઈ જતા નજરે પડ્યા હતા.
 
લાઈટના વાયરોથી બચવાની બંનેની તસવીર થઈ હતી વાયરલ
 
- લખનઉના રોડ શો દરમિયાન બંને નેતાઓની લાઈટના વાયરથી બચવાની તસવીર વાયરલ થઈ હતી.
- લોકોએ અનેક મજાકભર્યા કોમેન્ટ્સ પણ કર્યા હતા.
- મહત્વપૂર્ણ છે કે એક તસવીરમાં રાહુલના બોડીગાર્ડ વાયરને પકડે છે અને રાહુલ નમીને તેનાથી બચી રહ્યા છે. આ તસવીરો ખૂબ જ વાયરલ થઈ હતી.
 
વધુ તસવીરો જોવા આગળની સ્લાઈડ્સ ક્લિક કરો... 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Rahul and Akhilesh will hold road show in Agra on Friday
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext