Home »National News »Latest News »National» Akhilesh Yadav Made Call Center To Know Popularity In Voters

મતદારોનું મન જાણી રહ્યા છે અખિલેશના કોલ સેન્ટર, ચૂંટણીની તૈયારીઓ

Bhaskar News, Lucknow | Jan 21, 2017, 01:04 AM IST

  • મતદારોનું મન જાણી રહ્યા છે અખિલેશના કોલ સેન્ટર, ચૂંટણીની તૈયારીઓ,  national news in gujarati
લખનઉ:યુપીમાં ફરીથી સત્તા પ્રાપ્ત કરવા માટે અખિલેશ યાદવ એક પણ તક જતી કરવા માગતા નથી. આથી તેઓ એ દરેક ઉપાય અજમાવી રહ્યા છે જેનાથી જીત નક્કી થઈ શકે. આવી જ એક કવાયત છે અખિલેશની લોકપ્રિયતા જાણવા માટે લખનઉમાં બનાવાયેલું કોલ સેન્ટર.
 
અહીંના કોલર્સ ફોન કરીને એ જાણવાનો પ્રયાસ કરે છે કે, કોઈ ખાસ જાતિ કે સમુદાય, કોઈ ગાંવના વિસ્તારના કેટલાક લોકો અખિલેશના વિરોધમાં તો નથી. જો તરફેણમાં છે તો તેમની કઈ અપેક્ષા છે. આ કોલર્સને એવી સ્પષ્ટ સુચના આપવામાં આવી છે, તેઓ પોતાનો પરિચય આપતા સમયે એવું ન જણાવે કે તેઓ મુખ્યમંત્રીના તરફદાર છે. તેના બદલે લોકો પાસે જ્યારે ફોન જાય છે ત્યારે તે એવું જણાવે છે કે, તે દિલ્હી ખાતેનાં એક મીડિયા હાઉસનાં પ્રતિનિધિ છે અને ચૂંટણી સર્વે કરી રહ્યા છે.
 
લખનઉના એક સામાન્ય વિસ્તારમાં નાનકડી ઈમારતમાં બનેલા આ કોલ સેન્ટરમાં 70 છોકરીઓ છે, જે આખો દિવસ ફોન પર વાતચીત કરે છે. બીજી તરફ મતદાર, કે ગ્રામીણ મતદારોને પ્રભાવિત કરી શકાનારા લોકો, કોલ કરનારાને આશા છે કે તેઓ આ મતદારોને અખિલેશની તરફેણમાં લાવી શકશે. અખિલેશ જૂથને જે બાબતથી મુશ્કેલી પડી શકે છે તેની માહિતી ફિલ્ડમાં કામ કરી રહેલા 700 લોકોનાં જૂથને આપવામાં આવે છે, જેનું કામ આવા વિસ્તારોની મુલાકાત લઈને લોકોને અખિલેશની તરફેણમાં લાવવા. તેમને એવું પણ જણાવાયું છે કે, તેઓ કોઈને એ વાત ન જણાવે કે તેઓ કોના માટે કામ કરી રહ્યા છે.
 
અખિલેશ યાદવ માટે આ રણનીતિ હાર્વર્ડ યુનિવર્સિટીના કેનેડી સ્કૂલ ઓફ ગવર્નન્સમાં લેક્ચરર સ્ટીવ જાર્ડિંગે તૈયાર કરી છે. જાર્ડિંગના વિદ્યાર્થીઓ અદ્વૈત વિક્રમ સિંહે અખિલેશને તેમનો પરિચય ઓગસ્ટમાં કરાવ્યો હતો અને ત્યારથી તેઓ મુખ્યમંત્રી માટે રણનીતિની તૈયારીમાં મદદ કરી રહ્યા છે. જેમાં અખઇલેશ અને મુલાયમ સિંહ યાદવ વચ્ચે થયેલી લડાઈનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત આ જ ઈમારતના અન્ય રૂમમાં જાતિ સમિકરણોને સંભાળવાના મુદ્દે પણ ઝીણવટભર્યું કામ ચાલી રહ્યું છે. આ એટલા માટે ખાસ છે, કેમ કે રાજ્યમાં થયેલી કોઈ પણ ચૂંટણીમાં જાતિ સમિકરણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ગત ચૂંટણીના પરિણામોથી લગભગ આ વાત સાબિત પણ થઈ ચૂકી છે.
 
આ સમિકરણોને સમજવા માટે યુપીમાં રહેલી અસંખ્ય પછાત જાતિમાંથી એક અંગે વાત કરતાં કોલર પુછે છે, ‘સર... તમારા ગામમાં કોરી લોકો સૌથી વધુ કોને પસંદ કરે છે?’ જાતિ સમિકરણો અને ફોન નંબરનો સંપૂર્ણ ડાટા બેન્ક આ યુવાન કોલરો પાસે અવનીશ કુમાર પાસેથી આવી રહ્યો છે, જે અદ્વૈતના જ સાથીદાર  છે. અવનીશે જણાવ્યું કે, હું જાણવા માગું છું કે કોઈ જૂથ અમારા વિરોધમાં શા માટે છે? સપામાં અમારી પાસે અલગ-અલગ જાતિના અનેક નેતા છે. જેવું કારણ ખબર પડશે, અમે આ નેતાઓને મેદાનમાં ઉતારી દઈશું.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Akhilesh Yadav made call center to know popularity in voters
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended