Home »National News »Latest News »National» Akhilesh Says That No Place For Shivpal Men In SP

સમાજવાદી પાર્ટીમાં શિવપાલના માણસો માટે કોઇ જગ્યા નથી: અખિલેશ

divyabhaskar.com | Feb 01, 2017, 10:55 AM IST

  • સમાજવાદી પાર્ટીમાં શિવપાલના માણસો માટે કોઇ જગ્યા નથી: અખિલેશ,  national news in gujarati
હાથરસ/ઇટાહ: ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ અખિલેશ યાદવે મંગળવારે કહ્યું કે પાર્ટીમાં શિવપાલ યાદવના વફાદારો માટે કોઇ જગ્યા નથી. તેમણે શિવપાલ યાદવના નામનો સીધો ઉલ્લેખ નહોતો કર્યો, પરંતુ આડકતરી રીતે જણાવ્યું કે તેમની વિરુદ્ધ ઊભા રહેનારાઓ માટે પાર્ટીમાં જગ્યા નથી.
 
પાર્ટીમાં ભંગાણ માટે અંદરના માણસો જવાબદાર
 
જોકે અખિલેશે તેમના કાકાનું નામ લીધું નથી, તેમછતાં, તેમણે હાથરસમાં થયેલી રેલીમાં તેમની ઓડિયન્સને આડકતરી રીતે જણાવ્યું હતું કે પાર્ટી માટેની તેમની લડાઇમાં જે લોકો તેમની સાથે નથી તેમના માટે સપામાં કોઇ જગ્યા નથી.
 
તેમણે કહ્યું કે, “પાર્ટીંમાં ભંગાણ પડવા માટે કેટલાક અંદરના માણસો જ જવાબદાર છે. અને આ જ માણસો ચૂંટણીમાં અમારા ઉમેદવારોને ભડકાવી રહ્યા છે અથવા તો તેમનો સીધો વિરોધ કરી રહ્યા છે.”
 
ચૂંટણી દેશની સાથે મારું ભવિષ્ય પણ નક્કી કરશે
 
અખિલેશે તેમના પિતા વિશે સીધો કોઇ જ ઉલ્લેખ કર્યો ન હતો, તેમછતાં, તે બંને વચ્ચેનો ઝઘડો દેખીતો હતો કારણકે, સપા-કોંગ્રેસ ગઠબંધન દ્વારા લગાવવામાં આવેલા પોસ્ટરોમાં પાર્ટીના ભૂતપૂર્વ પ્રમુખ મુલાયમસિંહ યાદવના ફોટાઓ સ્પષ્ટપણે ગાયબ છે.
 
દિવસની શરૂઆતમાં, ઇટાહ જિલ્લામાં મુખ્યમંત્રીએ મતદારોને એક લાગણીસભર વિનંતી કરી હતી. તેમણે કહ્યું હતું કે આ ચૂંટણી માત્ર દેશનું જ ભવિષ્ય નહી પરંતુ તેમનું પોતાનું ભવિષ્ય પણ નક્કી કરશે.
 
હું હારીશ તો મને નિશાનો બનાવશે
 
અખિલિશે કહ્યું કે, “જો હું હારી જઇશ, તો તે લોકો જેમણે આ પહેલા પાર્ટીમાં ઝઘડો ઊભો કરવાનો પ્રયત્ન કર્યો હતો, તેઓ તેમના ઇરાદાઓમાં સફળ થઇ જશે અને તેમને મને નિશાનો બનાવવાનો મોકો મળી જશે.”
 
યાદવ પરિવારના અંદરોઅંદરના ઝઘડાઓને કારણે પાર્ટીને થયેલા નુકસાન વિશે ચિંતા દર્શાવતા અખિલેશે કહ્યું કે, “પહેલા તો સાયકલ માટે જ લડવું પડ્યું. એક સમયે એવું લાગ્યું કે સાયકલ હાથમાંથી જતી રહેશે. પરંતુ, પછી સાયકલ મળી ગઇ. વિચાર કરો કે ઇશ્વર પણ મારી અને તમારી સાથે કેવો અડીખમ ઊભો છે.”
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Akhilesh says that no place for Shivpal men in SP
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext