Home »National News »Latest News »National» Akhilesh Posted A Photo With Mulayam After Manifesto Was Declared

UP: મેનિફેસ્ટો કાર્યક્રમમાં ન આવ્યા મુલાયમ, અખિલેશ ઓફિસમાં જઇને મળ્યા

divyabhaskar.com | Jan 23, 2017, 12:32 PM IST

  • અખિલેશે સોશિયલ મીડિયામાં નેતાજી સાથેની ફોટો પોસ્ટ કરી છે.
લખનઉ: તમામ અસ્થિરતાઓની વચ્ચે સમાજવાદી પાર્ટી ચૂંટણી જીતવાની રણનીતિ તૈયાર કરવામાં પરોવાયેલી છે. કોંગ્રેસ સાથે ગઠબંધનની જાહેરાત થઇ ચૂકી છે. બીજી બાજુ લખનઉની સપા ઑફિસમાં અખિલેશ યાદવે પક્ષનો મેનિફેસ્ટો જાહેર કર્યો. આ મેનિફેસ્ટો જાહેરાતના કાર્યક્રમમાં મુલાયમસિંહ પહોંચ્યા ન હતા. જ્યારે નેતાજી પહોંચ્યા તો કાર્યક્રમ પૂરો થઇ ગયો હતો. અખિલેશે પાછળથી પક્ષની ઑફિસે જઇને તેમને મેનિફેસ્ટો બતાવ્યો હતો. અખિલેશે નેતાજી સાથેનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ ફોટામાં એ દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે બધું બરાબર ચાલી રહ્યું છે.
 
ડિમ્પલ-આઝમ ખાન પણ સાથે હતા
 
- રવિવારે અખિલેશે સપા મેનિફેસ્ટો જાહેર કર્યો હતો.
- મુલાયમસિંહે પહોંચવાનું હતું પરંતુ, તેઓ કાર્યક્રમમાં પહોંચ્યા ન હતા. આઝમ ખાન નેતાજીને મનાવવા પહોંચ્યા હતા.
- એવું જણાવવામાં આવ્યું કે તેઓ ટ્રાફિકમાં ફસાઇ ગયા હતા. કાર્યક્રમ પૂરો થયા પછી નેતાજી પાર્ટીની ઑફિસે પહોંચ્યા હતા.
- પરંતુ તે પહેલાં જ અખિલેશ ત્યાંથી નીકળી ચૂક્યા હતા.
- નેતાજીના પહોંચવાની ખબર મળવા પર અખિલેશ તરત પાર્ટી ઑફિસ પહોંચ્યા હતા અને તેમને મેનિફેસ્ટો બતાવ્યો હતો.
- સપા ઑફિસથી બહાર નીકળતા અખિલેશ, મુલાયમ, આઝમ સાથે દેખાયા હતા.
- રવિવારે અખિલેશે સોશિયલ મીડિયા પર પોતાની સાથે મુલાયમસિંહની ફોટો પોસ્ટ કરી. આ ફોટામાં ડિમ્પલ યાદવ અને આઝમ ખાન પણ છે.
 
મેનિફેસ્ટોની 15 મોટી વાતો
 
1. અખિલેશે જણાવ્યું કે વિકાસની સાથે લોકતંત્રના મૂલ્યો મેનિફેસ્ટોનો મુખ્ય આધાર છે.
2. સમાજવાદી લેપટોપ, કન્યા વિદ્યાધન, યુપી-100, સમાજવાદી પેન્શન, લોહિયા આવાસ, 108 એમ્બ્યુલન્સ અને એક્સપ્રેસ વે ને મજબૂતીથી ચલાવવામાં આવશે. વિદ્યાર્થીઓને સ્માર્ટફોન આપવાનું કામ પણ સમાજવાદી લોકો કરશે. સ્માર્ટફોન માટે 1 કરોડ 40 લાખ રજિસ્ટ્રેશન્સ કરવામાં આવ્યા છે.
3. સમાજવાદી ખેડૂત ભંડોળ બનાવવામાં આવશે, જેથી ખેડૂતોની ખાતર-બિયારણ-સિંચાઇની સમસ્યાઓનો ઉકેલ લાવી શકાય.
4. ગરીબોને મફતમાં ઘઉં-ચોખા આપવામાં આવશે. જે લોકો બહાર કામ કરવા જાય છે, તેમના માટે પણ વ્યવસ્થા કરવામાં આવશે.
5. ગરીબ સ્ત્રીઓ ઓછા સમયમાં રસોઇ કરી શકે તે માટે તેમને મફત પ્રેશર કૂકર આપવામાં આવશે.
6. લઘુમતીઓ માટે સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર (કૌશલ્ય વિકાસ કેન્દ્રો) બનાવવામાં આવશે.
7. એક કરોડ લોકોને એક મહિનામાં 1000 રૂ. પેન્શન આપવામાં આવશે.
8. મહિલાઓને બસભાડામાં 50% ની રાહત મળશે.
9. કામ કરતી સ્ત્રીઓ માટે હોસ્ટેલ બનાવવમાં આવશે.
10. આગ્રા, કાનપુર, બનારસ અને મેરઠમાં પણ મેટ્રો ટ્રેન લાવવામાં આવશે.
11.ગરીબ ખેડૂતોના પશુઓના ઇલાજ માટે પણ એમ્બ્યુલન્સ શરૂ કરવામાં આવશે.
12. આવનારા સમયમાં યુપીનો એકપણ જિલ્લો એવો નહી હોય જ્યાં ફોરલેન ન હોય.
13. મજૂરોને ડિસ્કાઉન્ટેડ દર પર મિડ-ડે મિલ (મધ્યાહ્ન ભોજન) આપવામાં આવશે.
14. પ્રાઇમરી શાળામાં ગરીબ બાળકોને એક લીટર ઘી અને એક કિલો દૂધનો પાઉડર આપવામાં આવશે.
15. ઓલ્ડ એજ હોમ એટલે કે વૃદ્ધાશ્રમો બનાવવાનું કામ થશે. 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Akhilesh posted a photo with Mulayam after manifesto was declared
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended