Home »National News »Latest News »National» Akhilesh Kicks Election Campaign From Sultanpur

બજેટમાં અમારી યોજનાઓની નકલ કરશે કેન્દ્ર સરકારઃ અખિલેશ

divyabhaskar.com | Jan 24, 2017, 15:41 PM IST

  • મીડિયા રિપોટ્સ પ્રમાણે, કોઈ જ્યોતિષની સલાહ પર અખિલેશે સુલ્તાનપુરથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરી છે.
સુલ્તાનપુર. સપા-કોંગ્રેસ ગઠબંધન બાદ અખિલેશ યાદવે સુલ્તાનપુરથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરાવી હતી. તેમણે કહ્યું કે, ‘જે વાયદા કરવામાં આવ્યા હતા, તે પૂરા કરવામાં આવ્યા. નવો ઢંઢેરો તમારી સમક્ષ મૂકી દીધો છે. થોડા જ દિવસોમાં કેન્દ્ર સરકારનું બજેટ આવવાનું છે, તે પણ સમાજવાદી પાર્ટીની નકલ કરશે. હવે કોંગ્રેસ પાર્ટી પણ આપણી સાથે છે.’ કેટલાંક લોકોના કહેવા મુજબ અખિલેશે જ્યોતિષની સલાહ મુજબ સુલ્તાનપુરથી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો છે.
 
જ્યોતિષની સલાહ પર અખિલેશે સુલ્તાનપુરથી કરી શરૂઆત
 
- મીડિયા રિપોટ્સ પ્રમાણે, કોઈ જ્યોતિષની સલાહ પર અખિલેશે સુલ્તાનપુરથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરી છે.
- divyabhaskar.comએ વારાણસીના આચાર્ય ઋષિ દ્વિવેદી સાથે વાતચીત કરી. તેમણે જણાવ્યું કે કન્યા લગ્ન મિથુન રાશિમાં અખિલેશનો જન્મ થયો છે. કુંડળી મુજબ મિથુન રાશિ તેના ભાગ્ય સ્થાન પર આવે છે.
- જ્યોતિષી ગણના મુજબ 9 ભાગ્ય અક્ષરોમાં અખિલેશનો શુભ અક્ષર ‘સુ’ છે. તેથી ચૂંટણી પ્રચારની શરૂઆત માટે તેણે સુલ્તાનપુરની પસંદગી કરી હોય તેમ બની શકે છે.
- ભાગ્ય અક્ષરનું પ્રતિનિધિત્વ કુંભ રાશિ કરી રહી છે, જે સારો યોગ બનાવી રહી છે. ભાગ્ય અક્ષરથી કરવામાં આવેલા કામ ખૂબ મહત્વપૂર્ણ હોય છે. પોલિટિક્સમાં યશ, કીર્તિ, લીડરશિપ, શત્રુ પર વિજય, લોકપ્રિયતા વધે છે.
- વાસ્તુ મુજબ અખિલેશનો જન્મ સૈફઈમાં થયો છે. સુલ્તાનપુર અહીંયાથી પૂર્વ દિશામાં છે. પૂર્વ ક્ષેત્રના આધિપત્ય ભગવાન સૂર્ય હોય છે, જે આત્મબળને ઉર્જા પ્રદાન કરે છે.
- તેમના દ્વારા પૂર્વ દિશામાંથી કરવામાં આવેલું કામ શુભ હશે, આ માટે તેમણે સુલ્તાનપુરની પસંદગી કરી હશે.
 
ત્રીજા તબક્કા માટે આજથી ઉમેદવારીપત્રો ભરાવાનું શરૂ
 
- યુપી ચૂંટણીના ત્રીજા તબક્કા માટે મંગળવારથી ઉમેદવારીપત્રો ભરાવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.
- ત્રીજા તબક્કામાં 12 જિલ્લાની 69 સીટો પર 19 ફેબ્રુઆરીએ વોટિંગ થશે.
- તેમાં કન્નોજ, મેનપુરી, ઈટાવા, ઓરૈયા, કાનપુર અને લખનઉ જિલ્લાની સીટોનો સમાવેશ થાય છે.
- કેન્ડિડેટ 31 જાન્યુઆરી સુધી ઉમેદવારી દાખલ કરી શકે છે. ઉપરાંત 4 ફેબ્રુઆરી સુધી પોતાનું નામ પરત પણ ખેંચી શકે છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: akhilesh kicks election campaign from sultanpur
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended