Home »National News »Latest News »National» Dayanidhi Maran, His Brother And Others Discharged In Aircel-Maxis Case

એરસેલ મેક્સિસ કેસઃ પૂર્વ મંત્રી દયાનિધિ મારન તથા ભાઈ આરોપ મુક્ત

divyabhskar.com | Feb 02, 2017, 23:13 PM IST

  • એરસેલ મેક્સિસ કેસઃ પૂર્વ મંત્રી દયાનિધિ મારન તથા ભાઈ આરોપ મુક્ત,  national news in gujarati
નવી દિલ્હી. પૂર્વ કેન્દ્રીય મંત્રી દયાનિધિ મારનને સીબીઆઈની કોર્ટે રાહતભર્યો ચુકાદો સંભળાવ્યો છે. એરસેલ-મેક્સિસ કેસમાં તપાસ એજન્સીઓએ મારન પર આરોપ મૂક્યો હતો કે તેમણે ટેલિકોમ કંપની એરસેલના માલિકને દબાણ કર્યું હતું કે તે કંપની મલેશિયન કંપનીને વેચી દે. મારનને આ માટે આભાર પેટે મોટી રકમ મળી હોવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો હતો. કોર્ટે મારન સહિત તમામ આરોપીઓને આરોપ મુક્ત જાહેર કર્યા છે. કોર્ટે કહ્યું કે કથિત ભ્રષ્ટાચારને લઈને દયાનિધિ મારન પર કેસ ન ચલાવી શકાય.
 
વિશેષ સરકારી વકીલ આનંદ ગ્રોવરે દાવો કર્યો હતો કે તત્કાલીન ટેલિકોમપ્રધાન દયાનિધિ મારને ચેન્નાઈના ટેલિકોમ પ્રમોટર સી. શિવશંકરનને 2006માં એરસેલની ભાગીદારી મલેશિયન કંપની મેક્સિસ ગ્રુપને વેચવા માટે મજબૂર કર્યા હતા. તે બદલ તેમને મેક્સિસ કંપનીથી 742.58 કરોડ રૂપિયાનો ફાયદો થયો હતો. જોકે, તેમણે આ આરોપોને નકાર્યા હતા. દયાનિધિના વકીલે કોર્ટમાં કહ્યુું હતું કે એરસેલ-મેક્સિસ વચ્ચે ઓક્ટોબર 2005માં જ સમજૂતી થઇ ગઇ હતી. તેથી 2006માં ભાગીદારી વેચવાનું દબાણ કરવાનો આરોપ ખોટો છે. મુક્ત થયા બાદ દયાનિધિ મારને કહ્યું હતું કે તેઓ આ ચુકાદાથી રાહત અનુભવી રહ્યા છે. તેમણે આ મામલે આરોપ લાગ્યા બાદ ટેલિકોમપ્રધાન પદેથી રાજીનામું આપવું પડ્યું હતું. જોકે, કોર્ટે ગુરુવારના નિર્ણયના આરોપી મલેશિયન નાગરિકો- ટી. આનંદ કૃષ્ણન, રાલ્ફ માર્શલ પર કોઇ અસર નહીં પડે. કોર્ટ તેની સુનાવણી કેસથી પહેલાં જ અલગથી કરી રહી છે.
 
અઢી વર્ષથી કેસ ચાલી રહ્યો હતો
 
સીબીઆઇએ 2014ની 29મી ઓગસ્ટે દયાનિધિ મારન, તેમના ભાઇ કલાનિધિ મારન, મેક્સિસના માલિક ટી. આનંદ કૃષ્ણન, મેક્સિસ ગ્રુપના સિનિયર એક્ઝિક્યુટિવ રાલ્ફ માર્શલ અને સન ડાયરેક્ટ સહિત 8 લોકો સામે ચાર્જશીટ દાખલ કરી હતી. સીબીઆઇએ આરોપ મૂક્યો હતો કે મેક્સિસની માલિકી મલેશિયન બિઝનેસમેન ટી. આનંદ કૃષ્ણન પાસે છે. મેક્સિસે 2006માં એરસેલની 74 ટકા હિસ્સેદારી ખરીદી હતી. સીબીઆઇએ પોતાની ચાર્જશીટમાં ટી. અાનંદ કૃષ્ણન, મલેશિયા નિવાસી રાલ્ફ માર્શલ, મલેશિયાની કંપની એસ્ટ્રો ઓલ એશિયા નેટવર્ક, મેક્સિસ કોમ્યુનિકેશન, સન ડાયરેક્ટ ટીવી પ્રા.લિ., સાઉથ એશિયા એફએમ લિ. સહિત આઠ લોકો સામે ગુનાઇત ષડયંત્ર અને ભ્રષ્ટાચારની કલમોમાં ચાર્જશીટ દાખલ કરી હતી. જ્યારે, ઇડીએ મારન બંધુઓ, કલાનિધિની પત્ની કાવેરી, સાઉથ એશિયા એફએમ લિ.ના મહાનિર્દેશક કે.શનમુગમ અને સન ડાયરેક્ટ ટીવી પ્રા.લિ.ને આ કેસમાં આરોપી બનાવ્યા હતા.
 
સીબીઆઈનો આરોપ - પોતાના પદનો લાભ લઈ ડિલ કરવા કર્યું હતું દબાણ
 
- સીબીઆઈએ દયાનિધિ મારન પર આરોપ મૂક્યો હતો કે યૂપીએ-1 સરકારમાં મંત્રીના હોદ્દા પર રહીને પોતાના પ્રભાવ રાખીને મલેશિયન બિઝનેસમેન ટી એ આનંદ ક્રિશ્નનનને એરસેલને ખરીદવા માટે મદદ કરી હતી.
- તમામ લોકોએ પોતાના પર લગાવેલા આરોપ નકાર્યા હતા અને જામીનની અરજી કરી હતી.
- સ્પેશલ પબ્લિક પ્રોસિક્યૂટર આનંદ ગ્રોવરે કોર્ટમાં દલિલ રજૂ કરી હતી કે દયાનિધિએ ચેન્નાઈ ખાતેના ટેલિકોમ પ્રમોટર સી. શિવશંકરનને પોતાનો એરસેલનો સ્ટેક મલેશિયાની મેક્સિક ગ્રુપની બે પેટા કંપનીઓને વેચવા દબાણ કર્યું હતું.  
- દયાનિધિએ આ આરોપને સ્પષ્ટપણે નકારી કાઢ્યા હતા.
 
એરસેલના માલિકે શું મૂક્યો હતો આરોપ?
 
- તપાસ એજન્સીઓએ દયાનિધિ મારન પર એરસેલના અધિગ્રહણ માટે લગભગ 700 કરોડની કિકબેકના બદલે મેલશિયન ગ્રુપ મેક્સિસની મદદ કરવાનો આરોપ લગાવ્યો હતો.
- તે સમયે ચેન્નાઈની કંપની એરસેલના માલિક સી. શિવશંકરન હતા.
- તેઓએ આરોપ લગાવ્યો હતો કે ટેલિકોમ મંત્રી તરીકે દયાનિધિ મારને દબાણ કરવા માટે તેમની કંપનીને મળનારી બે મહત્વપૂર્ણ મજૂરીઓને ત્યાં સુધી રોકીને રાખી હતી જ્યાં સુધી તેઓએ કંપનીને વર્ષ 2006માં મેક્સિસને વેચી ન દીધી.
 
બચાવમાં મારન બંધુઓએ શું રજૂ કરી હતી દલિલ?

- પોતાનો બચાવ રજૂ કરતા દયાનિધિએ કોર્ટને જણાવ્યું હતું કે જ્યારે સીબીઆઈના મત મુજબ જ્યારે આ ગુનો આચરવામાં આવ્યો છે ત્યારે શિવશંકરન અનેક કંપનીઓ સાથે એરસેલનો પોતાનો ભાગ વેચવા અંગે વાટાઘાટો કરી રહ્યા હતા.
- છેક ઓક્ટોબર 2005માં એરસેલ અને મેક્સિક વચ્ચે ડિલ ફાઈનલ થઈ હતી.
- કલાનિધિ મારને દલિલ રજૂ કરી હતી કે સીબીઆઈના આરોપ ખોટા છે અને કેસમાં ખોટી રીતે સંડોવવામાં આવ્યા છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Dayanidhi Maran, his brother and others discharged in Aircel-Maxis case
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended