Home »National News »Latest News »National» Padma Awards Announcement Likely To Be Made Today

પદ્મ પુરસ્કારોની જાહેરાત, વિરાટ કોહલી, સાક્ષી મલિકને પદ્મશ્રી

divyabhaskar.com | Jan 26, 2017, 01:59 AM IST

  • પદ્મશ્રી વિરાટ કોહલી
નવી દિલ્હી: સરકાર દ્વારા બુધવારે 2017ના પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીને પદ્મશ્રીનું સન્માન આપવામાં આવ્યું છે.  આ ઉપરાંત ગાયક કૈલાશ ખૈર અને અનુરાધા પૌંડવાલને પણ પદ્મશ્રી આપવામાં આવ્યા છે.સંગીતકાર-ગાયક યેસુદાસ સહિત 89 હસ્તીઓ આ વર્ષના પદ્મ પુરસ્કારોથી સન્માનિત થઇ છે.ગુજરાતમાંથી સૌથી વધુ 7 હસ્તીઓ પદ્મ પુરસ્કાર માટે પસંદ થઇ છે. એનઆરઆઈ ડૉ. દેવેન્દ્ર ડાયાભાઇ પટેલને સામેલ કરો તો ગુજરાતના ખાતામાં આઠ પદ્મ એવોર્ડ આવ્યા છે. દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્ન માટે આ વર્ષે કોઇની પસંદગી કરાઇ નથી.
 
આ વર્ષના પદ્મ પુરસ્કારોની એક ખાસ વાત એ છે કે પહેલી વાર બોલિવૂડમાંથી કોઇને પુરસ્કાર મળ્યો નથી. કુલ 7 પદ્મ વિભૂષણ, 7 પદ્મ ભૂષણ અને 75 પદ્મશ્રી પુરસ્કાર જાહેર કરાયા છે. મુરલી મનોહર જોશી, શરદ પવાર, સ્વ. પી. એ. સંગ્મા અને યેસુદાસને દેશના બીજા સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ વિભૂષણથી નવાજાયા છે. આ કેટેગરીમાં સન્માનિત અન્ય હસ્તીઓમાં ઇસરોના પૂર્વ ચેરમેન પ્રો. ઉડીપી રામચંદ્ર રાવ, આધ્યાત્મિક ગુરુ સદગુરુ જગ્ગી વાસુદેવ, મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. સુંદરલાલ પટવાનો સમાવેશ થાય છે.
 
પદ્મ પુરસ્કાર વિજેતાઓમાં 19 મહિલાઓ, 6 મરણોત્તર અને વિદેશીઓ/NRI/PIO કેટેગરીમાં પાંચનો સમાવેશ થાય છે. પંડિત વિશ્વ મોહન ભટ્ટ, સંસ્કૃતના વિદ્વાન દેવીપ્રસાદ દ્વિવેદી અને થાઇલેન્ડના રાજકુમારી મહાચક્રી સિરિન્ધ્રોનને પદ્મ ભૂષણ જ્યારે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી, રેસલર સાક્ષી મલિક, શેફ સંજીવ કપૂર અને સિંગર કૈલાસ ખેર સહિત 75 હસ્તીઓ પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત થઇ છે.
 
પદ્મશ્રી એવોર્ડ વિજેતાની યાદી
 
- ગાયક કૈલાશ ખેર
- ગાયક અનુરાધા પૌંડવાલ
- સાહિત્યકાર અલી અહમદ
- સંગીતકાર ટીએન મૂર્તિ
- ક્રિકેટર વિરાટ કોહલી
- દીપા કર્માકર
- સાક્ષી મલિક
- વિકાસ ગૌડા
- ભાવના સોમૌયા
- કંવલ સિબ્બલ
- કાશ્મીરના કાશીનાથ પંડિત
- હિન્દી લેખક નરેન્દ્ર કોહલી
- શેફ સંજીવ કપૂર
- સ્વ. પી. એ. સંગ્મા
 
યાદીઓમાં ગુમનામ હશે 50% નામો 

- ઍવોર્ડ સિલેક્શન કમિટીના એક અધિકારીના કહેવા પ્રમાણે, લગભગ 120 નાગરિકોને આ વર્ષે પદ્મ પુરસ્કાર આપવામાં આવશે. 
- જેમાંથી 50 ટકા નામો એવા હશે જેઓ કોઈપણ પ્રસિદ્ધિની આશા વગર કામ કરે છે અને નાગરિકોની વચ્ચે કામ કરે છે.
 
ભારતના નાગરિક સન્માન 

- પદ્મ શ્રેણીના પુરસ્કારોમાં પદ્મ શ્રી, પદ્મ ભૂષણ અને પદ્મ વિભૂષણનો સમાવેશ થાય છે.
- ભારત રત્ન સર્વોચ્ચ નાગરિક સન્માન છે.  
- આ વર્ષે કોઈને દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન આપવામાં આવે તેવી શક્યતા નહિવત્ છે. 
- ગણતંત્ર દિવસના આગલા દિવસે જ મોટાભાગે સૈન્ય મેડલ, પરમવીર ચક્ર, અશોકચક્ર તથા પોલીસ મેડલ્સની જાહેરાત થતી હોય છે. 
 
સાહિત્ય-શિક્ષણ ક્ષેત્રમાં 20 પદ્મ
 
સાહિત્ય-શિક્ષા 20
કલા-સંગીત 16
મેડિસિન 9
સામાજિક કાર્ ય9
સ્પોર્ટ્સ 8
સાયન્સ-એન્જિ. 5
રાજકારણ 4
સિવિલ સર્વિસ 3
પેઇન્ટિંગ 2
 
યેસુદાસ સહિત 7ને પદ્મવિભૂષણ

પદ્મ વિભૂષણથી સન્માનિત 7 હસ્તીઓમાં યેસુદાસ, સદ‌્ગુરુ જગ્ગી વાસુદેવ, શરદ પવાર, મુરલી મનોહર જોશી, સ્વ. પી. એ. સંગ્મા, સ્વ. સુંદરલાલ પટવા અને પ્રો.ઉડ્ડીપી રામચંદ્ર રાવનો સમાવેશ થાય છે.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Padma awards announcement likely to be made today
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext