Home »National News »Latest News »National» After Viral Video Bsf Jawan Posts Audioclip

તેજબહાદુરનો વધુ એક ધડાકો, ઓડિયો ક્લિપમાં કરી CBI તપાસની માંગ

Agency | Jan 11, 2017, 10:51 AM IST

  • 2.15 મિનિટની ઓડિયો ક્લિપમાં તેજબહાદુર યાદવે કહ્યું, જે બોંબ ભગતસિંહે ન ફોડ્યો તે મેં ફોડી દોધો. હવે હું પાછો નહીં હટું.
નવી દિલ્હી.  જમ્મુ-કાશ્મીરમાં તહેનાત બીએસએફ જવાન તેજબહાદુરે ભોજનની હલકી ગુણવત્તાનો વીડિયો પોસ્ટ કર્યા બાદ દેશભરમાં શરૂ થયેલી ચર્ચા વચ્ચે તેણે એક વધુ એક ધડાકો કર્યો છે. મંગળવારે સાંજે તેણે એક  ઓડિયો ક્લિપમાં દાવો કર્યો છે કે હું પણ ક્રાંતિકારી ભગતસિંહની જેમ ફોર્સમાં ચાલતા કરપ્શનનો પર્દાફાશ કરીશ, આક્ષેપોની CBI અથવા NIA દ્વારા તપાસ થવી જોઈએ. ઉપરાંત જવાન તેજબહાદુરના વીડિયો પર આજે બીએસએફ દ્વારા ગૃહમંત્રાલયને રિપોર્ટ સોંપવામાં આવશે.
તેજબહાદુરે શું કહ્યું ઓડિયો ક્લિપમાં
 
- 2.15 મિનિટની ઓડિયો ક્લિપમાં તેજબહાદુર યાદવે કહ્યું, જે બોંબ ભગતસિંહે ન ફોડ્યો તે મેં ફોડી દોધો. હવે હું પાછો નહીં હટું.
- જો આનાથી હજારો જવાનોને ફાયદો થતો હોય તો હું પાછો નહીં પડું. આ કોઈ મોટો સોદો નથી.
-ઓડિયો ક્લિપમાં તેજબહાદુર કહે છે કે તેને BSF તપાસમાં કોઈ વિશ્વાસ નથી અને તેના આક્ષેપોની CBI અથવા NIA દ્વારા તપાસ થવી જોઈએ.
- યાદવે કહ્યું કે, ફેસબુક પર મારા વીડિયોને 60થી 70 લાખ લોકોએ જોયો છે. ભારતમાં આવું પ્રથમવાર બન્યું છે. ભારત જાગ્રુત થઈ રહ્યું છે.
- BSF સત્તાધીશોના જણાવ્યા મુજબ, તેમને નવી ઓડિયો અંગે કોઈ જાણકારી નથી.
 
ગૃહ મંત્રાલયને આજે રિપોર્ટ સોંપાશે
 
- જવાન તેજબહાદુરના વીડિયો પર આજે બીએસએફ ગૃહમંત્રાલયને રિપોર્ટ સોંપશે.
- જમ્મુ કાશ્મીરમા તૈનાત  ડીઆઈજી સ્તરના અધિકારીઓએ આ રિપોર્ટ તૈયાર કર્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
 
વીડિયો વાઇરલ કરવો મોંઘો પડ્યો
 
બીએસએફના ખોરાક પર સવાલ ઉઠાવતાં વીડિયો પોસ્ટ કરનારા કોન્સ્ટેબલ તેજબહાદુર યાદવને એલઓસીથી હટાવી દેવાયા છે. તેમણે હવે હેડક્વાર્ટરમાં પ્લમ્બરનું કામ અપાયું છે. મંગળવારે બીએસએફ અધિકારીઓ યાદવને મળવા ગયા હતા. તેના બાદ મેસ કમાન્ડરને હટાવી દેવાયા હતા.
 
તેજબહાદુરના સમર્થનમાં આવી આ સેલિબ્રિટી
 
આપણે ખેડૂતો અને સૈનિકો પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે. તેમને પર્યાપ્ત ખોરાક મળવો જોઈએ. -વીરેન્દ્ર સેહવાગ
 
રક્ષકોની દુર્દશા. સરહદે એક રોટલીથી ડ્યૂટી અને પીસ પોસ્ટિંગમાં મેડમના શોપિંગ બેગ ઊંચકો. -યોગેશ્વર દત્ત
 
આપણા જવાનો માટે સારું ભોજન જરૂરી છે. બસ વાત ખતમ. -મોહમ્મદ કૈફ
 
4 વીડિયોમાં શું કહ્યું હતું તેજ બહાદુરે
 
- પ્રથમ વીડિયો, ‘તમામ દેશવાસીઓને નમસ્કાર, ગુડમોર્નિંગ, સલામ અને જયહિંદ. દેશવાસીઓ, હું તમને એક વાત કહેવા માંગુ છું. બીએસએફની 29મી બટાલિયનનો જવાન છું. અમે લોકો સવારે 6 વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી સતત બરફની અંદર 11 કલાક ઉભા રહી ડ્યુટી કરીએ છીએ.’
- ‘ગમે તેટલો બરફ હોય, વરસાદ હોય કે વાવાઝોડું. અમે આવી સ્થિતિમાં ડ્યુટી કરીએ છીએ. મારી પાછળનું દ્રશ્ય કદાચ તમે લોકો જોઈ રહ્યા હશો. ફોટામાં કદાચ તમને આ દ્રશ્ય સારું લાગતું હશે. પરંતુ અમારી જે સ્થિતિ છે તેને ન કોઈ મીડિયા દર્શાવે છે કે ન કોઈ મંત્રી સાંભળે છે.’
- ‘કોઈપણ સરકાર આવે અમારી હાલત સૌથી ખરાબ છે. હું આ પછી પણ તમને ત્રણ વીડિયો મોકલીશ. જે તમે દેશના તમામ નેતાઓ અને મીડિયાને દર્શાવજો.’
 
વીડિયો 2-3: દાળમાં હળદર-મીઠું સિવાય જીરાનો વઘાર નહીં
 
- આ છે બીએસએફન દાળ. માત્ર હળદર અને મીઠું. ન તો તેમાં દાળ છે, ન લસણ, આદું. વઘાર કરવા માટે જીરું પણ નથી.
- જવાનોનો 10 દિવસથી આ જ દાળ-રોટી મળી રહી છે. તમે જણાવો કે આ ખાઈને શું કોઈ જવાન 10 કલાકની ડ્યુટી કરી શકે છે. અધિકારી તમામ સામાન બજારમાં વેચી દે છે.
 
વીડિયો 4: નાસ્તામાં ન આચાર,ન દહીં માત્ર બળેલા પરોઠા
 
- સવારના નાસ્તમાં એક બળેલું પરોઠું અને ચાનો કપ મળે છે. તેની સાથે જામ, જેલી, આચાર કે દહીં આપવામાં આવતું નથી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: After viral video bsf jawan posts audioclip
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended