Home »National News »Desh» Bus Driver Did Not Stop Bus After Accident Than Mob Attacked On It

બસ નીચે આવ્યું સ્કૂટર, ડ્રાઈવરે ન રોકતા લોકોએ કર્યા બસના આવા હાલ

divyabhaskar.com | Mar 20, 2017, 14:41 PM IST

  • લોકોએ બસને આગ ચાંપી.
નાગપુરઃ અહીં મોડીરાતે શહેરના કામઠી રોડના ખૈરી વિસ્તારમાં બસની અડફેટે આવવાના કારણે બે સ્કૂટર સવારને ઈજા થઈ હતી. ઘટનાને નજરે જોનાર લોકો અનુસાર સ્કૂટરને અડફેટે લીધા બાદ પણ બસ ડ્રાઈવરે બ્રેક મારી નહોતી. આ વાતને કારણે રોષે ભરાયેલો લોકોએ બસને આગ ચાંપી દીધી હતી.
 
કલાકો સુધી રોડ પર ટ્રાફિક જામ...

- પોલીસના જણાવ્યાં અનુસાર, અકસ્માતનો શિકાર બનેલા હરિંદર ગોસ્વામી પોતાની મિત્ર સાથે જઈ રહ્યાં હતા ત્યારે એક સ્ટાર બસે તેમને ટક્કર મારી હતી.
- ડ્રાઈવરે બેદરકારી દાખવી સ્કૂટરને ટક્કર મારી હતી, જેને કારણે બંને સવારને ગંભીર ઈજા થઈ હતી. ડ્રાઈવરે સ્કૂટરને ઘણા અંતર સુધી ઘસડ્યું હતું.
- ડ્રાઈવરે બસ ન અટકાવતા લોકોએ દોડી બસ અટકાવી હતી. તેની પર પથ્થરમારો કરી તોડફોડ કરી અને પછી તેને આગ ચાપી હતી.
-  લોકોનો રોષ ડ્રાઈવર-કડંકટરની સાથે તેમા બેઠેલા પ્રવાસીઓ પણ જીવ બચાવવા ભાગ્યા હતા. રોડ પર ભડકે બળતી બસ જોઈ બંને તરફ લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો. 
- પોલીસે લોકો સાથે વાતચીત કરીને તેમને શાંત કર્યા હતા.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો...........) 
(Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Bus Driver Did Not Stop Bus After Accident Than Mob Attacked On It
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended