Home »National News »Latest News »National» After Kissed Cobra By Rescuer Bitten It And Died

મુંબઈઃ કોબ્રાને કિસ કરવી યુવકને પડી ભારે, ગુમાવવો પડ્યો જીવ

divyabhaskar.com | Feb 07, 2017, 08:24 AM IST

  • કોબ્રાને કિસ કરતો સોમનાથ. તસવીર સૌજન્ય - મિડ ડે
મુંબઈ:સાપના સંરક્ષક સોમનાથ મ્હાત્રેનું નામ ઇતિહાસના પાનાઓમાં લખવામાં આવશે. એક કિમતી કોબ્રાને બચાવવા માટે નહી પરંતુ, ફોટો પડાવવા માટે કોબ્રાના માથા પર કિસ કરવા જતા સાપે ડંખ મારતા મૃત્યુ પામવા માટે તેનું નામ ઇતિહાસમાં અમર થશે. છેલ્લા 12 વર્ષોમાં મ્હાત્રે 31 મો સાપ સંરક્ષક છે જે સાપના ડંખથી મૃત્યુ પામ્યો છે. તેને વારંવાર પુનરાવર્તિત થતા પેકિંગ સ્ટંટને કારણે ઘણુ સહન કરવું પડ્યું હતું.
 
ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ગાઈડલાઈન્સ જાહેર કરે

એક્ટિવિસ્ટ્સ હવે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને આવી ઘટનાઓ થતી રોકવા માટે ગાઇડલાઇન્સ જાહેર કરવા માટે જણાવી રહ્યા છે. તેમણે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને એવા લોકો જેઓ આવા પ્રકારના સ્ટંટ્સ કરવા અને તેના ફોટો પોસ્ટ કરવામાં સંડોવાયેલા હોય તેમના વિરુદ્ધ એક્શન લેવા પણ જણાવ્યું છે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ આવી ઘટનાઓમાં કડક કાર્યવાહી કરે તેવી લોકો માંગ કરી રહ્યા છે.
  શું હતો બનાવ?
  સોમનાથ નવી મુંબઈમાં સીબીડી બેલાપુરનો રહેવાસી છે. જે સર્પદંશથી બીજી ફેબ્રુઆરીએ મૃત્યુ પામ્યો હતો. તે વિસ્તારના સાપ સંરક્ષકે જણાવ્યું, “સોમનાથના મિત્રએ આપેલી માહિતી પ્રમાણે, સોમનાથ એક સાપને બચાવવા માટે કાર મારફતે સીબીડી બેલાપુર ગયો હતો. પરંતુ, સાપને છોડાવ્યા પછી તે તેને બીજા સ્થળે લઇ ગયો, જ્યાં તે કોબ્રાને તેના માથા પર કિસ કરવાની કોશિશ કરી રહ્યો હતો. અચાનક સાપ ફર્યો અને તેણે સોમનાથને તેની છાતી પર ડંખ માર્યો.”

આ પહેલા પણ થયો છે આવો કિસ્સો

સોમનાથ પહેલા અન્ય એક સતારાનો સાપ સંરક્ષક પણ કોબ્રાને કિસ કરવાના પ્રયત્નમાં ડંખ લાગવાને કારણે મૃત્યુ પામ્યો હતો. સોમનાથને પાંચ દિવસ સુધી નવી મુંબઈની હોસ્પિટલમાં રાખવામાં આવ્યો હતો. ભૂતકાળમાં તેણે 100 થી પણ વધુ ઝેરી સાપોને બચાવ્યા છે.
 
 
 
 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: after kissed cobra by rescuer bitten it and died
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext