Home »National News »Latest News »National» Advocate Fights Court Case Free For Who Was Fired From Job

જમશેદપુર: કેસ લડવા માટે પૈસા ના બચ્યા તો પહેલા લૉ ની ડિગ્રી લીધી, 14 વર્ષ બાદ જીત્યા

Jamsed Kumar Mishra, Jamsedpur | Jan 30, 2017, 00:21 AM IST

  • જમશેદપુર: કેસ લડવા માટે પૈસા ના બચ્યા તો પહેલા લૉ ની ડિગ્રી લીધી, 14 વર્ષ બાદ જીત્યા,  national news in gujarati
જમશેદપુર:જમશેદપુરથી 45 કિલોમીટર દૂર ઘાટશિલા કોર્ટમાં મૈદુલ હક વકીલ છે. વિના કારણે નોકરીમાંથી કાઢી મુકાયેલા લોકોનો કેસ મફતમાં લડે છે. અત્યાર સુધીમાં 50 લોકોને ન્યાય અપાવી ચૂક્યા છે. હક ત્રણ વર્ષ પહેલા રાજસ્થાનના ખેતરી કૉપર  પ્રોજેક્ટથી રિટાયર થયા છે. તેઓ દોઢ વર્ષ જ નોકરી કરી શક્યા હતા. વિગત 14 વર્ષમાં નોકરી મેળવવા માટે કાનૂની જંગ લડતા રહ્યા હતા. વર્ષ 2011માં તેઓ ફરી નોકરી પર ચઢ્યા હતા.
મૈદુલ હકના અનુસાર હું હિન્દુસ્તાન કૉપર લિમિટેડમાં ટેક્નિકલ સહાયક હતો.
 
1995માં કંપની બંધ થવાની ચર્ચા હતી. એક દિવસ સાથીઓ સાથે વાતચીતમાં મેં કહી દીધુ હતું કે,‘તે માટે અધિકારીઓ અને કર્મચારીઓ બંને જવાબદાર છે.’ કોઇએ અધિકારીને કહી દીધુ. તેમને મારો વ્યવહાર ઠીક નહતો લાગ્યો. દરમિયાન મારે ઘેર જવું પડ્યું હતું. હું અધિકારીને મળ્યા વિના જ અરજી આપીને 10 દિવસની રજા પર જતો રહ્યો હતો. પણ મારી રજા મંજૂર નહોતી થઇ. બલ્કે ડ્યૂટીથી ગાયબ રહેવા પર નોટિસ આપી દીધી. વિરોધ કર્યો તો 18 વર્ષની સેવા બાદ પણ મને બરતરફ કરી દેવાયો હતો.
 
મેં ઉપ શ્રમ કમિશ્નર, ચાઈબાસામાં ફરિયાદ કરી હતી. કોર્ટના ધક્કા ખાધા હતા. પૈસા પૂરા થઇ ગયા, વકીલે ફી વિના કેસ આગળ લડવાનો ઇનકાર કર્યો હતો. ત્યારે જ જાતે કેસ લડવા માટેનો નિર્ણય કર્યો હતો. એલએલબી કર્યુ. પ્રેક્ટિસ શરૂ કરી. શરૂઆતમાં કેસ લડવામાં તકલીફ થઇ હતી પણ પછી શીખી ગયો હતો. હક જણાવે છે કે બેન્ક સેવિંગ,પીએફના પૈસાથી દોઢ વર્ષતો કાઢ્યા પણ પછી તે બાદ ધર ચલાવવુ મુખ્સેક થવા લાગ્યુ હતું. તેથી બીજાના કેસ પણ લડવા લાગ્યો હતો. જોકે તેમની હાલત જોઇને કેસ મફતમાં જ લડવો પડતો હતો. મારી આર્થિક સ્થિતિ સુધરતી નહોતી. ભાઈઓને લાગતું હતું કે ક્યાંક હું પૈસા ના માંગુ તેથી અંતર બનાવી લીધું. વર્ષ 2002માં પત્ની પણ છોડીને જતી રહી હતી. ઘણા દિવસ આઘાતમાં રહ્યો હતો.
 
હક સાહેબે નોકરી અપાવી પણ ફી ના માગી
 
- પૂર્વ સિંહભૂમના વિજય હાંસદાના અનુસાર હું એચસીએલમાં હતો. 1997માં બીમાર થયો. લાંબી રજાને કારણે બરતરફ કરી દેવાયો. હક કેસ લડ્યા હતા. 2003માં ફરી બહાલી થઇ હતી. તેમ છતાં તેમણે પી નહોતી માગી અને નહોતી લીધી.
- હજારી બાદના નુરૂલ હોદા અન્સારી. ફરજ દરમિયાન ઘવાયા હતા. કંપનીએ ઍક્સિડન્ટ ક્લેમ નહોતો માન્યો. અને 3 મહીનાનો પગાર કાપી લીધો હતો. કોર્ટમાં ગયો. પણ કંઇ ન થયું. 2001માં હક કેસ લડ્યા. 2006માં આખો ક્લેમ આપી દેવાયો હતો.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Advocate Fights Court Case Free for who was fired from Job
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended