Home »National News »Latest News »National» Adhar Card Has Been Done Compulsory By Government For Ration

સરકારનું પગલું: હવે આધાર વિના તમે નિરાધાર, રેશનનું અનાજ નહીં મળે

Agency, New Delhi | Feb 10, 2017, 01:22 AM IST

નવી દિલ્હી:સરકારે રાંધણગેસની જેમ સસ્તા અનાજ માટે પણ આધારકાર્ડ ફરજિયાત કરી દીધું છે. હવે ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ રેશનકાર્ડને આધાર સાથે જોડ્યા બાદ જ તમે સસ્તું અનાજ લઇ શકશો. જેમની પાસે આધાર નથી તેમને 30 જૂન સુધીની મુદત આપવામાં આવી છે. તે બાદ પણ આધાર નંબર નહીં અપાય તો રેશન બંધ થઇ જશે.
 
જાહેર વિતરણ પ્રણાલી (PDS)માં કાળાબજાર અને લીકેજને રોકવા માટે આ પગલું ઉઠાવાયું છે. સરકાર અનાજ સસ્તું આપવાની જગ્યાએ સબસિડીની રકમ સીધી ખાતામાં ટ્રાન્સફર કરવાની કવાયતમાં લાગેલી છે. ખાદ્ય અને ગ્રાહક બાબતોના વિભાગે 8 ફેબ્રુઆરીએ આધારકાર્ડને ફરજિયાત કરવાનું જાહેરનામું બહાર પાડી દીધું છે. આસામ, મેઘાલય, જમ્મુ-કાશ્મીર સહિત તમામ રાજ્યોમાં તે લાગુ થઇ ગયું છે. રાજ્યોને આધારકાર્ડને રેશનકાર્ડ સાથે લિન્ક કરવાની પ્રક્રિયા તેજ કરવા કહેવાયું છે.
 
એક લાખ 45 કરોડથી વધુ છે અનાજ સબસિડી

- ખાદ્ય સુરશ્રા કાયદા હેઠળ સબસિડી તરીકે નાણાવર્ષ 2017-18માં 1,45,338.60 કરોડ ખર્ચાશે. આ વર્ષે 1,35,172.96 કરોડનું બજેટ હતું.
- 81.34 કરોડ લોકો નવેમ્બર 2016 સુધી ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ કવર હતા. રેશનકાર્ડમાં નોંધાયેલ દરેક વ્યક્તિને મહિને 5 કિલો અનાજ અપાય છે.
- 72 ટકા રેશનકાર્ડ આધાર સાથે જોડાયા છે. ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ 23 કરોડ રેશનકાર્ડ છે. જેમાં 16.62 કરોડ આધાર સાથે લિન્ક છે.
- દેશભરમાં સસ્તા અનાજની 5.27 લાખ દુકાનો છે. તેમાંથી લગભગ 27 હજાર પર કેશલેસ લેવડ-દેવડની સવલત છે. તમામ દુકાનોથી દર મહિને લગભગ 46 લાખ ટન અનાજનું વિતરણ થાય છે.
- હાલ ચંદીગઢ, પુડુચેરી અને દાદરા અને નગર હવેલીમાં રેશનની સબસિડી સીધી ખાતામાં ટ્રાન્સફર થાય છે.
 
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને વાંચો ભાસ્કર Q&A
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Adhar card has been done Compulsory by Government for Ration
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext