Home »National News »Latest News »National» Police Action Against Jalikattu Supporters Across TN

ચેન્નાઈઃ જલિકટ્ટુ પ્રદર્શન બન્યું હિંસક, હુલ્લડખોરોએ પોલીસ સ્ટેશન સળગાવ્યું

divyabhaskar.com | Jan 23, 2017, 17:23 PM IST

  • મરીના બિચ પાસે આઈસ હાઉસ પોલીસ સ્ટેશનને હુલ્લડખોરો આગ ચાંપી હતી.
ચેન્નઇ/ મદુરાઇ: જલિકટ્ટુના સમર્થનમાં દેખાવો કરી રહેલા પ્રદર્શનકારીઓની સામે તામિલનાડુ પોલીસે કડક કાર્યવાહી કરી છે. જેના વિરોધમાં હિંસક પ્રદર્શનકારીઓએ પોલીસ સ્ટેશનને આગ ચાંપી હતી. અથડામણમાં 20 જેટલા પોલીસવાળા ઘાયલ થયા હતા. વટહુકમને કાયદામાં બદલતું બિલ સોમવારે તામિલનાડુ વિધાનસભામાં મુખ્યમંત્રી પન્નીરસેલ્વમે સોમવારે જ રજૂૂ કર્યું હતું જેને પાસ કરવામાં આવ્યું છે.  
પોલીસ સ્ટેશનને આગ ચાંપી 
 
- પોલીસે પ્રદર્શનકારીઓ પર બળપ્રયોગ કરતાં તેઓ હિંસક બન્યા હતા. 
- હિંસક પ્રદર્શનકારીઓએ મરીના બિચ પાસે આવેલા આઈસ હાઉસ પોલીસ સ્ટેશનને આગ ચાંપી હતી. 
- હુલ્લડખોરો સાથે અથડામણમાં વીસ પોલીસવાળા ઘાયલ થયા હતા. 
- હિંસક ટોળાએ કેટલાક ટુ-વ્હીલર્સ તથા ગાડીઓને આગ ચાંપી હતી. 
 
પ્રદર્શનકારીઓને હટાવવામાં આવ્યા
 
- સોમવારે સવારે પણ ચેન્નાઈના મરીના બિચ પર પ્રદર્શનકારીઓએ દેખાવો કર્યા હતા. 
- જલિકટ્ટુના સંદર્ભમાં અધ્યાદેશ આવી ગયો હોવાથી, પોલીસે તેમને બિચ ખાલી કરવા માટે કહ્યું હતું. જોકે, પ્રદર્શનકારીઓ માન્યા ન હતા. 
- કેટલાક પ્રદર્શનકારીઓએ આત્મહત્યા કરવાની ધમકી આપી હતી. છતાંય પોલીસે મરીના બિચનો કેટલોક ભાગ ખાલી કરાવી દીધો હતો. 
- પોલીસને કાર્યવાહી કરતી અટકાવવા માટે પ્રદર્શનકારીઓએ 'જન, ગન, મન...'નું ગાન કર્યું હતું. 
- પ્રદર્શકારીઓએ દેશભરના વિદ્યાર્થી સંગઠનો પાસેથી સમર્થન માંગ્યું હતું. 
- મરીના બિચ પર સ્થાનિક માછીમારો પ્રદર્શનકારીઓને સમર્થન જાહેર કર્યું હતું અને તેમને ટેકો જાહેર કર્યો હતો. 
- મદુરાઈના તામકુમમાં પ્રદર્શનકારીઓએ દેખાવો કરીને જલિકટ્ટુના કાયમી ઉકેલની માંગ કરી હતી.  

વટહુકમ છતાંય જનતામાં રોષ

બીજી બાજુ, રાજ્ય સરકારના વટહુકમથી જનતાનો રોષ ઓછો થયો નથી. કાયમી ઉકેલની માગણી કરીને ઘણા સ્થળોએ લોકોએ જલિકટ્ટુનું આયોજન થવા ન દીધું. 
- દેખાવો દરમિયાન એક દેખાવકારનું પણ મોત થયું છે. મદુરાઇના અલંગાનલ્લુરમાં તો મુખ્યપ્રધાન ઓ. પન્નીરસેલ્વમ પણ જલિકટ્ટુનું ઉદઘાટન ન કરી શક્યા. 
- દેખાવકારોએ તેમને કાર્યક્રમના સ્થળ સુધી જવા જ ન દીધા.
 
આજે તામિલનાડુ વિધાનસભામાં બિલ રજૂ કરશે મુખ્યપ્રધાન 

- સોમવારથી શરૂ થઇ રહેલા વિધાનસભા સત્રમાં પન્નીરસેલ્વમ આ સંદર્ભનું બિલ રજૂ કરશે. જે વટહુકમનું સ્થાન લેશે.
- પન્નીરસેલ્વમના કહેવા પ્રમાણે, અલંગાનલ્લુરમાં લોકો નક્કી કરશે ત્યારે જલિકટ્ટુનું આયોજન થશે. 
- પશ્ચિમ તમિળનાડુના ઘણા સ્થળોએ દેખાવકારોએ રેકલા રેસ (બળદ ગાડાની રેસ)નો પણ વિરોધ કર્યો હતો.
-  મુખ્યપ્રધાને જણાવ્યું કે તમિળનાડુની સંસ્કૃતિ સાથે જોડાયેલી આ રમત કોઇ પણ અવરોધ વગર ચાલુ રહેશે. 
- વિપક્ષ દ્રવિડ મુનેત્ર કઝગમે વિધાનસભામાં રાજ્યપાલના ભાષણનો બહિષ્કાર કર્યો હતો.
- વિપક્ષનો આરોપ છે કે, સરકારે વિદ્યાર્થીઓ સાથે વાતચીતનો પ્રયાસ જ ન કર્યો. જેના જલિકટ્ટુ આંદોલન ઉગ્ર બની ગયું.  

જલિકટ્ટુ પ્રદર્શનમાં બે લોકોના મોત. વટહુકમને બચાવવા તામિલનાડુ સરકારે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી કેવિએટ. વાંચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Police action against jalikattu supporters across TN
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended