Home »National News »Desh» Accused Revolver Rani Kidnaps Groom From Mandap Is Arrested

વરરાજાનું અપહરણ કરનાર યુવતીએ કહ્યું- 'હું ગન લઈને નહોતી ગઈ'

divyabhaskar.com | May 18, 2017, 11:26 AM IST

  • આરોપી છોકરીની પૂછપરછ કરતી પોલીસ
હમીરપુર: યુપીના હમીરપુરમાં એક લગ્ન દરમિયાન વરરાજાનું મંડપમાંથી અપહરણ કરનાર ગર્લફ્રેન્ડની પોલીસે ધરપકડ કરી લીધી છે. જોકે, છોકરીએ આ આરોપને ખોટા ગણાવ્યો છે. યુવતીએ જણાવ્યું હતું કે, અશોક તેની મરજીથી જ અમારી સાથે આવ્યો હતો. અમે મંડપમાં ગયા ત્યારે અમારી સાથે કોઈ ગન ન હતી.
 
બધાને ખબર હતી કે છોકરો કોઈ અન્યને પ્રેમ કરતો હતો

આ ઘટના હમીરપુર જિલ્લાના મૌહદા વિસ્તારનો હતો. પોલીસે આરોપી છોકરીની બુધવારે રાત્રે જ ધરપકડ કરી લીધી હતી. પૂછપરછમાં તેણે જણાવ્યું કે, 'હું અશોકને 8 વર્ષથી ઓળખુ છું. જો તેઓ એવું કહી રહ્યા છે કે હું ગન લઈને મંડપમાં ગઈ હતી તો તે વાત ખોટી છે. મારી પાસે કોઈ ગન ન હતી. મારી સાથે અશોકનો મિત્ર રાહુલ પણ હતો. લગ્ન સ્થળે પહોંચીને અમે અશોકને શોધવા લાગ્યા હતા. અશોક જ્યારે ત્યાં ન દેખાયો ત્યારે અમે ત્યાં નાના બાળકોને પૂછ્યું કે અશોક ક્યાં છે? બાળકોએ જણાવ્યું કે અશોક ગાડીમાં આરામ કરી રહ્યો છે. ત્યાં ગયા તો પહેલેથી જ અશોક ઉદાસ દેખાતો હતો.'
 
અમે કારનો દરવાજો ખખડાવ્યો અને અશોક ગાડીમાં બેસી ગયો
 
'આ લગ્ન તેની મરજી વિરુદ્ધ થતા હતા. અશોકે તેના ઘર પરિવારને પણ આ વાત જણાવી હતી અને છોકરીના પક્ષના લોકો પણ જાણતા હતા કે છોકરો અન્ય કોઈને પ્રેમ કરે છે, પરંતુ છોકરીવાળાઓએ કહ્યું હતું કે, અમારી દીકરી સંભાળી લેશે. તેમ છતા અશોક લગ્ન કરવા માટે તૈયાર ન હતો. એટલે અમે માત્ર કારનો કાચ ખખડાવ્યો તો અશોક તેની જાતે જ આવી ગયો હતો. અમે ગન લઈને નહતા ગયા. આ ખોટી વાત છે.'
 
વરરાજાને  બાંદામાં છોડી દેવામાં આવ્યો હતો
 
આરોપી નેહા( નામ બદલ્યું છે)એ જણાવ્યું કે, 'મેં અશોકને કહ્યું જ હતું કે હું તને લગ્ન નહીં કરવા દઉં, પણ હું મંડપમાં આવીશ તેવું નહતું કહ્યું. તેને આ વિશે કઈ જ ખબર નહતી. અમે ત્યાંથી સાથે નીકળ્યા હતા અને પછી મેં અશોકને બાંદામાં છોડી દીધો હતો. પછી તે ક્યાં ગયો તે મને નથી ખબર. અમે તે જ દિવસે કોર્ટમાં લગ્ન કરી લેવાના હતા. પરંતુ મારી પાસે મારા દસ્તાવેજ નહતા એટલે ન કર્યા.'
 
ગર્લફ્રેન્ડ પર પ્રેમીને કિડનેપ કરવાનો આરોપ

- 15મેના રોજ અશોકના લગ્ન હતા. નક્કી કરેલા સમય પ્રમાણે જાન આવી અને વરમાળાની વિધિ પણ થઈ.
- આરોપ છે કે, ત્યારપછી સાત ફેરાની વિધિ શરૂ થતા પહેલાં મંડપ સ્થળે કારનો એક કાફલો આવીને રોકાયો. તેમાં આવેલા લોકો પાસે હથિયારો હતા. કારમાંથી એક છોકરી ગન લઈને સીધી મંડપ પાસે આવી. તે અશોકને ખેંચીને તેની સાથે લઈ ગઈ અને તેના સહયોગીઓની મદદથી કારમાં બેસીને જતી રહી.
 
બેન્કમાં નોકરી કરે છે ગર્લફ્રેન્ડ

- ઘટના પછી જાણ થઈ કે અશોકને લઈ જનારી તેની ગર્લફ્રેન્ડ નેહા બેન્કમાં નોકરી કરે છે. તેના પિતા ગોપાલદાસ હોશંગાબાદમાં નોકરી કરે છે. મધ્ય પ્રદેશના છતરપુરમાં રહેતી નેહા તેની બહેન અને મા સાથે બાંદામાં રહેતી હતી અને બીએ ફાઈનલ યરની વિદ્યાર્થી છે.
- તેના અશોક સાથે લાંબા સમયથી સંબંધ હતા. અશોક પણ બાંદામાં નોકરી કરે છે. 
 
મને દગો કેમ આપ્યો- દુલ્હન

- ઘટના પછી અશોકની થનારી પત્ની ચંદા ( નામ બદલ્યું છે)એ જણાવ્યું કે, આ બધુ ક્યારે અને કેવી રીતે થઈ ગયુ તેની ખબર જ ન પડી. છોકરાનું બીજે ક્યાંક અફેર હતુ અને તેના પરિવારને તે વાતની ખબર હતી તો તેમણે અમારી સાથે દગો કેમ કર્યો.
- દુલ્હનના પિતા સિયારામે જણાવ્યુ કે, વિધિ ચાલતી હતી, વરમાળા પહેરાવી દીધી હતી. ફેરાની તૈયારી ચાલતી હતી ત્યારે જ આ ઘટના બની. આ ઘટનાથી મારી દીકરીને ઘણો આઘાત લાગ્યો છે. આખો પરિવાર પરેશાન છે.  
 
પોલીસ શું કહે છે?
 
એડિશનલ એસપી બીકે મિશ્રાએ જણાવ્યું કે, આવો કેસ ધ્યાનમાં આવ્યો છે. અશોકના પિતા રામહેતનું કહેવું છે કે તેના પુત્રએ આવું કેમ કર્યું તે સમજાયું નથી. પોલીસ અશોક તેની પ્રેમિકા અને તેની સાથે આવેલા અન્ય લોકોની શોધખોળ કરી રહી છે.
 
આગળની સ્લાઈડમાં જુઓ ઘટના સંબંધિત વધુ તસવીરો
 
(Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Accused Revolver Rani Kidnaps Groom From Mandap Is Arrested
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended