Home »National News »Latest News »National» Accused Of Disinfectant Scandal Mangal Sinh Joined Congress Party

33 કરોડના કૌભાંડી નેતાનો પક્ષપલટો: 1978થી અકાલી હતા, હવે કોંગ્રેસમાં જોડાયા

Naridra Sharma, Lambi | Jan 24, 2017, 23:47 PM IST

  • મંગળના ગામડાના ઘરે હવે કોંગ્રેસનો ધ્વજ લહેરાઈ રહ્યો છે
લંબી (મુક્તસર):33 કરોડના કિટાણુનાશક કૌભાંડના આરોપી એગ્રીકલ્ચર ડિરેક્ટર મંગલ સિંહનો સંબંધ બાદલ પરિવાર સાથે જોડીને જે કોંગ્રેસે હોબાળો મચાવ્યો હતો, તેણે હલકા લંબીમાં બાદલને ટક્કર આપવા માટે મંગલ સિંહના ગામ પક્કી ટિબ્બીમાં જઈને તેમના બંને ભાઈ અને પરિવારને પક્ષમાં સામેલ કરી લીધો છે.
 
ખાસ વાત એ છે કે, મંગલ સિંહ અને તેમના બંને ભાઈ સંયુક્ત પરિવારમાં રહે છે અને એક જ બંગલામાં રહે છે. આટલું જ નહીં ગામ પક્કીમાં તેમના ઘરે જતી ગલીની બહાર કાયદેસર મંડળીના બોર્ડ તરફથી સરકારી નેમ પ્લેટલગાવીને તેમનું નામ લખ્યું છે, પરંતુ હવે તેમના બંગલા પર શિરોમણી અકાલી દળના ઝંડાને બદલે કોંગ્રેસનો ઝંડો લહેરાઈ રહ્યો છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પદાધિકારીઓ આ બાબતે ખુલાસો કરવાથી દૂર ભાગી રહ્યા છે. મંગલના ભાઈ જસબીર સિંહે જણાવ્યું કે, તેઓ જ નહીં પરંતુ તેમના જેવા અનેક પરિવાર કોંગ્રેસ સાથે જોડાઈ ગયા છે.
 
પંજાબમાં સફેદ માખીનો હુમલો કોટન પર થયો હતો અને સરકાર તથા એગ્રીકલ્ચર વિભાગે જે કીટાણુનાશક દવા રૂ.33 કરોડના ખર્ચે ખરીદી હતી, તેની આ માખી પર કોઈ અસર થઈ ન હતી. અઢી લાખ હેક્ટર વિસ્તારમાં ઊભો પાક નાશ પામ્યો હતો અને અનેક ખેડૂતોએ આત્મહત્યા કરી હતી. ત્યાર બાદ સરકારે એસઆઈટી બનાવી અને 5 નવેમ્બર, 2015ના રોજ બઠિંડાના સીઆઈએ સ્ટાફે કિટાણુનાશક કૌભાંડ મામલે કૃષિ વિભાગના ડિરેક્ટર મંગલ સિંહ પર ભ્રષ્ટાચાર અને નકલી કીટાણુનાશકને મંજૂર કરીને બજારમાં સપ્લાય થવામાં ભાગીદાર બન્યા હોવાનો કેસ નોંધીને તેમની ધરપકડ કરી હતી. તેના પર કોંગ્રેસે મંગળના પરિવારના બાદલ પરિવાર સાથે નજીકના સંબંધ જણાવીને સરકારને ઘેરી હતી.
 
‘હું કોઈ પણ પક્ષ સાથે સંકળાયેલો નથી આ અંગે વાંચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Accused of Disinfectant scandal Mangal Sinh Joined Congress Party
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended