Home »National News »Photo Feature» Accidents In North India Claim 10 Lives

ધુમ્મસને કારણે ઉત્તર ભારતમાં માર્ગ અકસ્માતો, 10ના મોત, 50 ઘાયલ

divyabhaskar.com | Jan 30, 2017, 13:24 PM IST

  • યુપીના સંત કબીર નગરમાં ટ્રક અને બસ વચ્ચે અકસ્માતમાં નવના મોત થયા હતા.
સંત કબીર નગર/બારાં :સોમવારે સવારે ઉત્તર ભારતમાં ધુમ્મસને કારણે બે ગંભીર અકસ્માત થયા. જેમાં દસ લોકોનાં મોત થયાં. જ્યારે 49 લોકો ઘાયલ થયાં. ઉત્તર પ્રદેશના સંત કબીર નગરમાં નેશનલ હાઈવે28 પર થયેલા અકસ્માતમાં નવ લોકોના મોત થયા હતા જ્યારે 37 અન્યોને ઈજા પહોંચી હતી. જ્યારે રાજસ્થાનમાં સાત ગાડીઓ વચ્ચે સામુહિક ટક્કર થઈ હતી. જેમાં એક વ્યક્તિનું મોત થયું, જયારે 12 અન્ય ઘાયલ થયા હતા. 

યુપીના સંત કબીર નગરમાં થયો અકસ્માત 

- ઉત્તરપ્રદેશમાં નેશનલ હાઈવે-28 પર સોમવારે વહેલી સવારે ગાઢ ધુમ્મસને કારણે ટ્રક તથા બસ વચ્ચે અકસ્માત થઈ હતી. 
- જેમાં અયોધ્યામાં મુંડન માટે જઈ રહેલા 9 લોકોના મોત થયા હતા, જ્યારે 37 અન્યોને ઈજાઓ પહોંચી હતી. 
- પ્રત્યક્ષદર્શીઓના કહેવા પ્રમાણે, બસની સ્પીડ વધારે હતી. ધુમ્મસને કારણે તેને સામેથી આવતો ટ્રક દેખાયો ન હતો. બાદમાં તે બસને સંભાળી શક્યો ન હતો. 
- અકસ્માત અંગે માહિતી મળતા જિલ્લા વહીવટીતંત્ર તથા પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.  

રાજસ્થાનમાં સાત ગાડીઓ વચ્ચે ટક્કર, એકનું મોત, 12 ઘાયલ 

- સોમવારે સવારે રાજસ્થાનના બારાં જિલ્લામાં નેશનલ હાઈવે-27 પર ગાઢ ધુમ્મસને કારણે 7 ગાડીઓ વચ્ચે ટક્કર થઈ હતી. 
- ગાઢ ધુમ્મસને ત્રણ ટ્રક, એક બસ તથા બે મિનિટ ટ્રકની વચ્ચે ટક્કર થઈ હતી. જેમાં એક ડ્રાઈવરનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતું. 
- આ અકસ્માતમાં એક શખ્સનું મોત થયું હતું, જ્યારે 12 અન્યોને ઈજાઓ પહોંચી હતી. 
- ઉલ્લેખનીય છે કે, રવિવારે જયપુર-આગ્રા હાઈવે પર 30 ગાડીઓ વચ્ચે ટક્કર થઈ હતી. જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું. જ્યારે 35 અન્યોને ઈજાઓ પહોંચી હતી.
- ગ્રામજનો પીડિતોની વ્હારે દોડી ગયા હતા. તેમણએ જ પોલીસ અને વહીવટીતંત્રને જાણ કરી હતી.
- ધુમ્મસ તથા અકસ્માતને કારણે નેશનલ હાઈવે પરનો માર્ગ વ્યવહાર ખોરવાઈ ગયો હતો. જેને એકાદ કલાકની જહેમત બાદ પૂર્વવત કરી શકાયો હતો. 
 
સંબંધિત તસવીરો જોવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો. 
 
(Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Accidents in north India claim 10 lives
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended