Home »National News »Desh» AC Company Prepared First Air Conditioned Bus Stand Of India

AC કંપનીની જાહેરાતની અનોખી સ્ટાઈલ, બનાવ્યા એરકંડિશન્ડ બસ સ્ટેન્ડ

divyabhaskar.com | May 17, 2017, 15:05 PM IST

  • લાજપત નગર રિંગ રોડ પરના બસ સ્ટેન્ડને કંપનીએ ફૂલ્લી એર કંડિશન્ડ બનાવી દીધું છે.
નવી દિલ્હીઃઆજકાલ સોશિયલ મીડિયા પર દેશનું પ્રથમ એસી બસ સ્ટેન્ડ ચર્ચાનો વિષય બન્યું છે. દિલ્હીમાં એક એસી કંપનીએ જાહેરાત માટે અનોખી સ્ટાઈલ વાપરી એક આખુ બસ સ્ટેન્ડ જ ફૃૂલ્લી એર કંડિશન્ડ કરી બનાવી દીધું છે. ગરમીથી શેકાતા લોકો માટે આ બસ સ્ટેન્ડ રાહત બન્યું છે, બીજી તરફ પોતાના ઘરે એસી નખાવવાનું વિચારતા લોકોને કંપની સીધા જ પોતાના પ્રોડક્ટ્સ તરફ આકર્ષવાનો પ્રયત્ન કરી રહી છે.
બન્યું દેશનું પ્રથમ એર કંડિશન્સ બસ સ્ટેન્ડ

- લાજપત નગર રિંગ રોડ પરના બસ સ્ટેન્ડ સહિત અન્ય ઘણા બસ સ્ટેન્ડને કંપનીએ ફૂલ્લી એર કંડિશન્ડ બનાવી દીધા છે.
- કંપનીની અનોખી પહેલને કારણે, દિલ્હીમાં બનેલું આ બસ સ્ટેન્ડ હવે દેશનું પ્રથમ એર કંડિશન્સ બસ સ્ટેન્ડ બની ગયું છે.
- બસ સ્ટેન્ડ પર એ વાત સ્પષ્ટ પણે જોઈ શકાય છે કે, આ એર કંડિશન્સ બસ સ્ટેન્ડ જાપાનની કંપની ડાયકિન એસીએ જાહેરાત માટે તૈયાર કર્યું છે.
- એસીની હવા મેન્ટેન કરવા લગાવેલા પ્લાસ્ટિક કવર પર પણ કંપનીનો લોગો જોઈ શકાય છે.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો...................)
(Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: AC Company Prepared First Air Conditioned Bus Stand Of India
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended