Home »National News »Latest News »National» Abu Dhabi Crown Prince To Come With A Tolerance Delegation

અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સનું મોદીએ કર્યું સ્વાગત, 16 વ્યૂહાત્મક કરારની શક્યતા

divyabhaskar.com | Jan 24, 2017, 17:13 PM IST

  • મોદીએ અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સનુું ઉમળકાભેર સ્વાગત કર્યું.
નવી દિલ્હી. પરંપરાગત રીતે પાકિસ્તાન સાથે નિકટતા ધરાવતા યૂએઈએ ભારત સાથે નજીક આવવાના સંકેત આપ્યા છે. યૂએઈના સશસ્ત્ર દળોના ડેપ્યુટી કમાન્ડર અને અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ બિન જાયેદ અલ નાહયાન મંગળવાર સાંજે ભારત પહોંચ્યા છે.નરેન્દ્ર મોદીએ દિલ્હી એરપોર્ટ જઈ તેમનું સ્વાગત કર્યું હતું. બંને દેશો વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને અંતિમ રૂપ આપવાની શક્યતા છે. ક્રાઉન પ્રિન્સ પ્રજાસત્તાક દિવસની પરેડ દરમિયાન મુખ્ય અતિથિ હશે. ક્રાઉન પ્રિન્સની સાથે ટોલરન્સ ડેલિગેશન પણ ભારત આવ્યું છે ઉપરાંત યૂએઈની આર્મી પણ પરેડમાં માર્ચ કરવાની છે.
 
યૂએઈની આર્મી લેશે પરેડમાં ભાગ
 
- આ વખતે 68th પ્રજાસત્તાક દિવસે પહેલીવાર યૂએઈની આર્મી રાજપથ પર પરેડ કરશે. અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ અને યૂએઈ આર્મ્ડ ફોર્સિસના ડેપ્યુટી સુપ્રીમ કમાન્ડર શેખ મોહમ્મદ બિન જાએદ અલ નાહયાન મંગળવારે ત્રણ દિવસના પ્રવાસે દિલ્હી પહોંચ્યા છે.
- ફ્રાન્સ બાદ (2016) બાદ કોઈ વિદેશી આર્મી પરેડમાં ભાગ લે તેવો આ બીજો પ્રસંગ છે.
 
યૂએઈ - ભારત વચ્ચે થશે વ્યૂહાત્મક ભાગીદારી
 
- અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ ગયા વર્ષે ફ્રેબુઆરીમાં પણ ભારતની મુલાકાતે આવી ચૂક્યા છે.
- વડાપ્રધાન મોદી સાથે તેમની મુલાકાત દરમિયાન વ્યૂહાત્મક ભાગીદારી હેઠળ રક્ષા, ઉર્જા, સુરક્ષા, સ્પેસ પર સહયોગની સમજૂતીને અંતિમ રૂપ આપવાની શક્યતા છે.
- હાલમાં જ વિદેશ રાજ્ય મંત્રી અને યૂએઈના તેમને સમકક્ષ વચ્ચે વ્યૂહાત્મક મુદ્દાઓ પર વાતચીત થઈ છે.   
 
ક્રાઉન પ્રિન્સની સાથે આવશે ‘ટોલરન્સ’ ડેલિગેશન
 
- ક્રાઉન પ્રિન્સ મંગળવારે ભારત આવી પહોંચશે અને તેમની સાથે ‘ટોલરન્સ’ ડેલિગેશન પણ આવશે. આ ડેલિગેશન ભારતીય અધિકારીઓ સાથે કટ્ટરતાવાદને દૂર કરવા શું કરી શકાય તે અંગે ચર્ચા કરશે.
- આ ઉપરાંત યૂએઈ અનેક મોર્ડન અને ઉદારતાવાદી દેશ છે તેવી છબી ઊભી થાય તે માટે પ્રયત્નશીલ રહેશે.
- યૂએઈના ભારત ખાતેના એમ્બેસેડર અહમદ અલ બન્નાએ જણાવ્યું હતું કે, ટોલરન્સ ડેલિગેશન ડિપ્લોમસિના સ્તરે ચર્ચા કરશે જેથી યૂએઈ એક મોર્ડન, સહિષ્ણુ અને શાંતિપ્રિય દેશ હોવાની છબી ઊભી કરવામાં મદદરૂપ સાબિત થાય.
- આ ડેલિગેશનમાં યૂએઈની ટોલરન્સ મિનિસ્ટ્રીના સભ્યો હશે. આ મિનિસ્ટ્રીની શરૂઆત ગયા વર્ષે કરવામાં આવી છે.
 
ક્રાઉન પ્રિન્સનું શું છે શિડ્યૂલ?
 
- અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સના માનમાં રાષ્ટ્રપતિ ભવનમાં રાજકીય જમણવારનું આયોજીત કરવામાં આવશે. ત્યારબાદ પ્રિન્સ રાજઘાટ જઈને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપશે.
- 25 જાન્યુઆરીના રોજ બપોરે નરેન્દ્ર મોદીની સાથે હૈદરાબાદ હાઉસમાં વાતચીત અને 16 એગ્રીમેન્ટ્સ પર સહી કરશે.
- બુધવારે જ તેઓ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી સાથે મુલાકાત કરશે.
- 26 જાન્યુઆરીના રોજ પરેડ સમારોહ જોયા બાદ પોતાના દેશ માટે રવાના થઈ જશે.
- મહત્વપૂર્ણ છે કે, મોદીના પીએમ બન્યા બાદ 2015માં બરાક ઓબામા અને 2016માં ફ્રાંસ્વા ઓલાંદ પરેડ સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે સામેલ થયા હતા.
 
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો, હથિયારો વેચવા ભારત માટે યૂએઈ છે મોટું માર્કેટ... ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ ફંડનું લક્ષ્ય 75 અરબ કરોડ ડોલર... “આતંકવાદને ધર્મથી નહીં જોડતા ભારતના મુસ્લિમ”...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Abu Dhabi Crown Prince to come with a tolerance delegation
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext