Home »National News »Latest News »National» AAP Candidate Is Richest Candidates With 65 Crore Rupees In Goa Election

ગોવા ચૂટંણી: 65 કરોડની સંપત્તિ સાથે આપનો ઉમેદવાર નીકળ્યો સૌથી ધનવાન

Bhaskar News Network, Panji | Feb 02, 2017, 01:17 AM IST

પણજી:ગોવામાં 4 ફેબ્રુઆરીએ 40 બેઠકો માટે મતદાન થશે. ત્યાંના 251 ઉમેદવારોના સોગંધનામાનું એનાલિસિસ કરીને એડીઆરે ગોવાની સ્થિતિનું વિશ્લેષણ કર્યું છે. જે મુબજ 251માંથી 38 એટલે કે 15 ટકા ઉમેદવારોએ માન્યું છે કે તેમની સામે ક્રિમિનલ કેસ છે અથવા હતા. એમાંથી 19 ઉમેદવારોએ ગંભીર કેરિમિનલ કેસ હોવાનું સ્વીકાર્યું છે.
 
એક બેઠક પર 3 અપક્ષ સામે ક્રિમિનલ કેસ

જે ઉમેદવારો સામે ગંભીર ક્રિમિનલ કેસ છે તેમાં સૌથી ઉંચી ટકાવારી કોંગ્રેસની છે. કોંગ્રેસના 37 ઉમેદવારમાંથી 6 અેટલે કે 16 ટકા. ગોવાની સેન્ટ એન્ડ્રે બેઠક પર ત્રણથી વધુ એવા ઉમેદવાર છે જેની સામે આપરાધિક કેસ છે. આ જે ત્રણમાંથી બધા અપક્ષ ચુંટણી લડી રહ્યા છે. રિપોર્ટમાં તેને રેડ એર્લટ બેઠક જાહેર કરાઈ છે.
 
30 ઉમેદવાર પાસે દસ કરોડથી વધુ સંપત્તિ

સંપત્તિની વાત કરીએ તો ગોવામાં 30 ટકા ઉમેદવાર અેવા છે જેમની સંપત્તિ દસ કરોડથી વધુ છે. 62 ટકા કરોડપતિ છે. જેની સંખ્યા 156 થાય છે. સૌથી વધુ કરોડપતિ ઉમેદવારોની ટકાવારી ભાજપની છે. ગાેવામાં તમામ ઉમેદવારોમાંથી 6 એ જ પાનકાર્ડની વિગતો આપી છે. 35 એ ઇન્કમ ટેક્સની જાણકારી આપી નથી.
 
પાર્ટી    ઉમેદવાર    ક્રિમિનલ કેસવાળા ઉમેદવાર
 
આમ આદમી પાર્ટી393 એટલે 8 %
ભારતીય જનતા પાર્ટી366 એટલે 17 %
કોંગ્રેસ379 એટલે 24 %
મહારાષ્ટ્રવાદી252 એટલે 8 %
ગોમાંતક પાર્ટી  
એનસીપી175 એટલે 29 %
અપક્ષ589 એટલે 16 %
 
આ અંગે વધુ વાંચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: AAP candidate is Richest Candidates with 65 Crore Rupees in Goa Election
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended