Home »National News »Photo Feature» Cecille Was First Runner Up Of The Reality Show DID Super Moms Edition 2013

AAPની આ નેતા રહી છે રિયાલિટી શોની રનર અપ, આમ મળી હતી તક

divyabhaskar.com | Jan 27, 2017, 11:03 AM IST

  • સેસિલ રોડ્રિગ્સ.
પણજીઃ ગોવા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. આ લિસ્ટમાં રિયાલિટી શો ડાન્સ ઈન્ડિયા ડાન્સનાં 2013ની સીઝનમાં રનર્સ અપ રહેલી સેસિલ રોડ્રિગ્સનું નામ સામેલ છે. સેસિલ તેલીગામ ક્ષેત્રથી લડી રહી છે, જે પૂર્વમંત્રી અતાંસિયો મોન્સરાટનો ગઢ માનવામાં આવે છે.
 
કોંગ્રેસી ઉમેદવારથી સીધી ટક્કર....

- આપ પક્ષ પહેલીવાર ગોવામાં ચૂંટણી લડી રહ્યો છે. સેસિલની સીધી લડાઈ કોંગ્રેસની વર્તમાન ધારાસભ્ય જેનિફર મોસેરાટે સાથે થશે.
- સેસિલનો જન્મ ગોવાના વાસ્કોમાં થયો હતો. તે 6 વર્ષના બાળકની માતા છે.
- સેસિલે આપની અમુક રેલીઓમાં ગયા બાદ કાર્યકર્તા તરીકે જોડાઈ હતી.
- સેસિલ અનુસાર આપમાં જોડાવવા પાછળનું કારણ પરવિર્તનનો જ છે.
- સેસિલે 12 વર્ષની વયે મિત્રો સાથે મળી સ્કોર્પિયન ડાન્સ ગ્રુપ બનાવ્યું હતું.
- ડાન્સ ઈન્ડિયા ડાન્સની પ્રથમ સિઝન જોઈ તેમાં ભાગ લેવાનું વિચાર્યું. બીજી સિઝનમાં ત્રીજા રાઉન્ડમાં તે બહાર થઈ ગઈ.
-  4 વર્ષ બાદ સુપર મોમ સિઝનના ઓડિશનમાં ફરી પ્રયાસ કરતા સિલેક્ટ થઈ અને રનર્સ અપ રહી.
- સેસિલ પોતાની ફિટનેસ પર ખાસ ધ્યાન આપે છે, તે જુમ્બા ક્લાસ પણ ચલાવે છે.
- સેસિલ રોજ અડધો કલાક ડાન્સ વર્કઆઉટ કરે છે.
- સેસિલે જણાવ્યું કે, આમ આદમી પાર્ટી લોકોની મદદ માટે હંમેશા તૈયાર રહે છે, આ જ પક્ષ ભ્રષ્ટાચાર મુક્ત સરકાર આપી શકે છે.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો.....................)
(Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Cecille Was first runner up of the reality show DID Super Moms edition 2013
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended