Home »National News »Latest News »National» A Woman Hockey Player Caught A Mobile Snatcher

મોબાઇલ ઝૂંટવનાર વ્યક્તિને વુમન હૉકી પ્લેયરે પકડ્યો, માર્યો ને પોલીસને સોંપ્યો

divyabhaskar.com | Jan 25, 2017, 10:40 AM IST

  • રીતુએ જણાવ્યું કે તેની બહેનપણી પહેલા ચૂપ રહી પછી ધીમેથી કીધું કે બે લોકો તેનો મોબાઇલ ઝૂંટવીને લઇ ગયા છે.
નવી દિલ્હી: રાષ્ટ્રીય સ્તરની હૉકી પ્લેયર રીતુ ભોરૈયાએ તેની બહેનપણીનો મોબાઇલ છીનવીને ભાગેલા એક વ્યક્તિની જબરદસ્ત ધોલાઇ કરી. મોબાઇલ પાછો મેળવ્યો, પછી તેને પોલીસને સોંપી દીધો. આ ઘટના દિલ્હીના પંજાબી બાગ વિસ્તારની છે. રીતુ તે સમયે તેમના મિત્રો સાથે બસમાં પીરાગઢી જઇ રહી હતી. ઉલ્લેખનીય છે કે રીતુ રાષ્ટ્રીય સ્તરે દિલ્હી અને હરિયાણાની હૉકી ટીમનું પ્રતિનિધિત્વ કરે છે.
 
મોબાઇલની ચોરી પછી બહેનપણી ચૂપ રહી
 
- રીતુએ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે, “બસમાં થોડાક જ લોકો હતા. હું ટિકિટ લેવા માટે ઉતરી ત્યારે જ બે લોકો મંડીપુર બસસ્ટોપ પર ઉતરી ગયા.”
- “મારી ફ્રેન્ડ પહેલા તો કંઇ ન બોલી, પરંતુ પછી ધીમેથી બોલી તે તેનો ફોન છીનવી લેવામાં આવ્યો છે.”
- “ત્યાં સુધી બસ થોડેક આગળ નીકળી ગઇ હતી. મેં ડ્રાઇવરને બસ રોકવા માટે જણાવ્યું. ફરી એ જ સ્ટેન્ડ પર ગઇ જ્યાં તે લોકો ઉતર્યા હતા.”
- “મેં જોયું કે બંને જણા રસ્તાની સામેની બાજુએ ઊભા હતા. મને જોઇને તેમાંથી એક ભાગી ગયો. બીજાને મેં પકડ્યો અને ખૂબ માર્યો.”
- “તેની પાસેથી મોબાઇલ પાછો લીધો અને પછી ફોન કરીને પોલીસને બોલાવી લીધી.” આ ઘટના 20 જાન્યુઆરીની છે.
 
તે વિસ્તારનો નામચીન બદમાશ છે આરોપી
 
- પોલીસે જણાવ્યું કે આરોપી ડાલચંદ ઉર્ફે સોનીની ઉંમર 19 વર્ષ છે. તે વિસ્તારનો નામચીન સ્નેચર છે.
- તે બક્કર ગામનો રહેવાસી છે. આ પહેલા ગયા વર્ષે મે મહિનામાં તેની ધરપકડ કરવામાં આવી હતી.
- ડાલચંદે પૂછપરછમાં પૈસા અને મોબાઇલ ઝૂંટવી લેવાના કેટલાક અન્ય ગુનાઓની પણ કબૂલાત કરી. 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: A woman hockey player caught a mobile snatcher
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext