Home »National News »Latest News »National» A Story Of Dr Jyoti Who Lost His Brother Husband And Son

બિકાનેર: જ્યોતિ તેનો ભાઇ, પતિ અને દીકરો ગુમાવી ચૂકેલી છે, દુ:ખ તેમનો પીછો છોડતું નથી

Madan Kalal, Bikaner | Feb 05, 2017, 02:17 AM IST

  • બિકાનેર: જ્યોતિ તેનો ભાઇ, પતિ અને દીકરો ગુમાવી ચૂકેલી છે, દુ:ખ તેમનો પીછો છોડતું નથી,  national news in gujarati
બિકાનેર:આ જ્યોતિ છે. ખીલખીલાટ અવાજ છે પરંતુ તેની પાછળ દર્દ છુપાયેલું છે. જેને ખૂબ જ ઓછા લોકો જાણે છે. રાજસ્થાનમાં વીસ વર્ષથી સ્વતંત્રતા દિવસ, ગણતંત્ર દિવસ સહિત મોટા કાર્યક્રમોમાં સ્ટેજનું સંચાલન કરે છે. ખૂબ જ પ્રખ્યાત છે પરંતુ જિંદગી તેને સુખ નથી આપતી. એટલું દુ:ખ છે કે તેનો પીછો છોડતું નથી. ડો. જ્યોતિ જોશી ભીલવાડાની છે અને જયપુરમાં શિક્ષણ વિભાગમાં સમન્વય અધિકારી છે. લગ્નના એક મહિના પછી નાનો ભાઇ બ્રેઇન ટ્યુમરના કારણે મૃત્યુ પામ્યો. સમગ્ર પરિવાર શોકમાં ડૂબી ગયો.
 
જ્યોતિ પોતે તૂટી પડી પરંતુ તેણે તેમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કર્યો. થોડા મહિના પસાર કર્યા પછી તેણે વિચાર્યુ કે ભાઇ નથી તો કંઇ નહીં બાળકોના સહારાથી જીવન વિતાવશે. માતા બન્યા પછી જીવન વ્યવસ્થિત થયું ત્યારે જ વિજ્ઞાની પતિનું મોત થયું. તેના પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો. તેણે પોતાનું આ જીવન સ્વીકાર્યુ અને જીવનમાં વ્યસ્ત રહીને પતિના ગમને ઓછો કરવાનો પ્રયાસ કરી રહી છે. લોકોને ગુમાવ્યા પછી દુખ તેને હરાવી શક્યુ નહીં તો હવે જ્યોતિને કેન્સર થયુ. સર્જરી થઇ ચૂકી છે.
 
એક બાજુ સારવાર ચાલુ છે તો બીજી બાજુ જ્યોતિનું સ્ટેજ સંચાલન પણ ચાલુ છે. જ્યોતિના પિતા યુનિવર્સિટીમાં પ્રોફેસર રહ્યા. ઉત્તરપ્રદેશના રાજ્યપાલ રહેલાં બી.એલ.જોશી સંબંધી છે. માત્ર બહેન સંધ્યા મધ્યપ્રદેશની વહિવટી સેવામાં છે. જ્યોતિ કહે છે કે મારી દીકરીનું કરિયર સુધારવા માટે  સંધ્યાએ આજ સુધી લગ્ન કર્યા નથી. જ્યોતિ એટલુ સારુ સ્ટેજ સંચાલન કરે છે કે હોલ, સ્ટેડિયમમાં તાળીઓ વાગતી રહે છે. રાજ્યપાલ, મુખ્યમંત્રીની હાજરીમાં જોધપુર ખાતે ગણતંત્ર દિવસનું સંચાલન કર્યુ. જ્યોતિને દોઢ વર્ષ પહેલાં બિમારીની જાણ થઇ ગઇ હતી. સર્જરી અને દવાઓના આશરે જીવે છે. તે જણાવે છે કે કિમોથેરેપીના બે દિવસ પછીજ તે સ્ટેજ પર સંચાલન માટે પહોંચી ગઇ હતી.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: A Story of Dr Jyoti who lost his Brother Husband and Son
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext