Home »National News »Latest News »National» A Pvt Bill Presented To Declare Pak A Terrorist Nation

પાક.ને આતંકી રાષ્ટ્ર જાહેર કરવા સંસદમાં પ્રાઇવેટ મેમ્બર દ્વારા બિલની રજૂઆત

divyabhaskar.com | Feb 04, 2017, 10:53 AM IST

  • ચંદ્રશેખરે કહ્યું કે જો ભારત આ નહી કરે તો બાકીના દેશ પણ આ બાબતે કંઇ નહી કરે. તેમણે કહ્યું કે પાકિસ્તાન સાથે તમામ પ્રકારના આર્થિક અને વ્યાપારી સંબંધો સમાપ્ત કરવા જોઇએ.
નવી દિલ્હી: રાજ્યસભાના સ્વતંત્ર સભ્ય રાજીવ ચંદ્રશેખરે પાકિસ્તાનને આતંકી રાષ્ટ્ર જાહેર કરવા માટે એક બિલ રજૂ કર્યું છે. ચંદ્રશેખરે કહ્યું કે, જો ભારત આ નહી કરે તો બાકીના દેશો પણ આ બાબતમાં કશું જ નહી કરે. તેમણે કહ્યું કે પાકિસ્તાન સાથે તમામ આર્થિક અને વ્યાપારી સંબંધો સમાપ્ત કરી નાખવા જોઇએ.
 
શું છે બિલમાં
 
- રાજીવે આ બિલ દેશમાં પાકિસ્તાનના ઇશારા પર સતત થતા આતંકી હુમલાઓના વિરોધમાં રજૂ કર્યું છે.
- રાજીવે તેમના બિલને ‘ધ ડિક્લેરેશન ઑફ કન્ટ્રીઝ એઝ સ્પોન્સર ટેરરિઝમ બિલ 2016’ નામ આપ્યું છે. તેમણે કહ્યું, આ બિલમાં પાકિસ્તાનને આતંકી દેશ જાહેર કરવાનો પ્રસ્તાવ છે.
- પાકિસ્તાન આપણા દેશ વિરુદ્ધ આતંરવાદને પ્રમોટ અને સ્પોન્સર કરે છે.
- તેમણે કહ્યું કે આવા દેશ સાથે આપણે તમામ પ્રકારના આર્થિક અને વ્યાપારી સંબંધો તોડી નાખવા જોઇએ. તેમના નાગરિકો પર કાયદાકીય, આર્થિક અને મુસાફરીના પ્રતિબંધો લગાવવા જોઇએ.
 
બીજું શું કહ્યું રાજીવે?
 
- રાજ્યસભા સાંસદે કહ્યું, કેટલાંય વર્ષોથી ભારત અને આ વિસ્તારના દેશો પાકિસ્તાન દ્વારા ફેલાવવામાં આવેલા આતંકવાદના શિકાર બની રહ્યા છે. આતંકી સંગઠનો અને તેના સાથે સંકળાયેલા લોકોને ત્યાંની સરકાર પૂરો સહકાર આપે છે. તેમને સ્પોન્સર પણ કરે છે.
- તેમણે કહ્યું, 1998 થી 29 જાન્યુઆરી, 2017 સુધી 14,741 સામાન્ય નાગરિકો માર્યા ગયા છે. 6274 સુરક્ષા કર્મચારીઓ શહીદ થયાં છે.
- રાજીવે તેમના બિલમાં 13 ડિસેમ્બર, 2001 ના સંસદ પર થયેલા હુમલાનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું કે પાકિસ્તાનના ઇતિહાસ અને તેના ટ્રેક રેકોર્ડમાં જ આતંકવાદ જોડાયેલો છે.
- ચંદ્રશેખરે કહ્યું, પાકિસ્તાનને આતંકી દેશ જાહેર કરવા માટે આપણે બીજા દેશોની પાછળ ન ભાગવું જોઇએ. આ કામ માટે આપણે જાતે ઊભા થવું પડશે અને પહેલા આપણે પાકિસ્તાનને આતંકવાદી દેશ જાહેર કરીએ.
- તેમણે કહ્યું કે દુનિયા હવે પાકિસ્તાનની આ હરકતોથી કંટાળી ગઇ છે. જો આપણે આ પગલું ભરીએ તો દુનિયા આપણો સાથ આપશે.
- બિલ પર ચર્ચા દરમિયાન કોંગ્રેસના સાંસદ અન્ના ભાસ્કર રાપોલુએ કહ્યું કે આ એક સારો પ્રસ્તાવ છે. સરકારે આ બાબતે વિચાર કરવો જોઇએ. મોદીને ટોણો મારતા ભાસ્કરે કહ્યું કે હવે ક્યાં ગઇ 56 ઇંચની છાતી?
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: A pvt bill presented to declare Pak a terrorist nation
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext