Home »National News »Latest News »National» A Lady IAS Is Taking Actions Against Mafias In Chhatarpur

માફિયાઓ વિરુદ્ધ એક્શનમાં આવી આ લેડી આઇએએસ, જાણો હવે કેમ છે ચર્ચામાં

divyabhaskar.com | Feb 10, 2017, 12:05 PM IST

  • સોનિયા મીણા એમપી કેડરની આઇએએસ છે. તે હાલ છતરપુરમાં પોસ્ટેડ છે.
ભોપાલ: મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાં એક લેડી આઇએએસ અને તેમની ટીમને રેતીના માફિયા વિરુદ્ધ કાર્યવાહી કરવાનું ભારે પડી ગયું. ગેરકાયદે ખાણકામ વિરુદ્ધ કાર્યવાહી કરીને પાછી ફરી રહેલી લેડી આઇએએસને રસ્તામાં એક ટ્રેક્ટર માલિકે તેના સાથીઓ સાથે પહોંચીને ગાળાગાળી કરતા-કરતા ગાર્ડ પર બંદૂક તાકી દીધી અને પછી ટ્રેક્ટર લઇને સ્થળ પરથી નાસી છૂટ્યો. ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં આ લેડી આઇએએસ તેની વર્કિંગ સ્ટાઇલ (કાર્યપદ્ધતિ) અને માફિયાઓ વિરુદ્ધ એક્શન લેવા માટે ચર્ચામાં છે. તે માઇનિંગ માફિયાઓ વિરુદ્ધ કહેર બનીને તૂટી પડી છે.
 
કોણ છે આ લેડી આઇએએસ
 
- સોનિયા મીણા એમપી કેડરની આઇએએસ છે. તે હાલ છતરપુરમાં પોસ્ટેડ છે.
- વર્ષ 2012 મી સિવિલ સર્વિસ એક્ઝામિનેશનમાં તેણે 36 મો રેન્ક મેળવ્યો હતો.
- આ વિસ્તારમાં પોસ્ટિંગ થયા પછીથી તે ગેરકાયદે માઇનિંગ વિરુદ્ધ કાર્યવાહીઓને લઇને ચર્ચામાં છે.  
 
માઇનિંગ માફિયાઓની વિરુદ્ધ કહેર બનીને તૂટી
 
- બુધવારે છતરપુર વિસ્તારની ખાણોના ચેકિંગ પર નીકળેલી રાજનગરની SDM સોનિયા સાંજે 4 વાગે પાછી ફરી રહી હતી.
- આ દરમિયાન બમીઠા થાણાથી થોડેક દૂર તેમણે રેતીથી ભરેલું એક ટ્રેક્ટર જતું જોઇને તેને રોક્યું અને પૂછપરછ પછી તેને પોલીસસ્ટેશને લઇ જવા કહ્યું. ટ્રેક્ટર પર એક હોમગાર્ડ ભગવંત સિંહને બેસાડી દીધો.
- જેવો હોમગાર્ડનો જવાન ટ્રેક્ટર પર બેઠો, ડ્રાઇવર અર્જુનસિંહ બુંદેલાએ તરત જ SDM પર રાઇફલ તાકી દીધી.
- તેણે આ દરમિયાન ગાળોનો ઉપયોગ કરીને હોમગાર્ડના જવાનને ઉતારી દીધો અને ટ્રેક્ટર લઇને ચાલ્યો ગયો.
- ઘટના પછી SDM સોનિયા પોલીસસ્ટેશન પહોંચી. મામલાની જાણ થતાં જ TI એસપી સિંહ સિસોદિયા અને SDOP ઇસરાર અન્સારી પોલીસસ્ટેશન પહોંચ્યા.
- નગરસેવકે કહ્યું કે તેમની પાસે હથિયાર ન હતા, એટલે તેઓ કંઇ કરી શક્યા નહી. પોલીસે આરોપી વિરુદ્ધ કેસ દાખલ કરી દીધો છે.
- ત્યારબાદ સોનિયાએ આરોપી વિરુદ્ધ કેસ નોંધવાનો અને તેનું લાઇસન્સ રદ કરવાનો આદેશ આપ્યો.
 
માઇનિંગ માફિયાઓ વિરુદ્ધ કરે છે કાર્યવાહીઓ
 
- સોનિયા મીણાએ રાજનગરની નવાગામ, લાખેરી, ઘૂરા, ખજવા સહિત 13 ખાણો પર દરોડા પાડીને કાર્યવાહીઓ કરી છે અને 3 ડમ્પર, 1 જેસીબી સહિત 2 ટ્રેક્ટર પકડ્યા છે.
- ન્યુ સાઇ મીનરલ્સની ઑફિસ સીલ કરવાની કાર્યવાહી કરી ચૂકી છે.
- અત્યાર સુધીમાં રાજનગર વિસ્તારમાં ગેરકાયદે માઇનિંગ માફિયાઓ વિરુદ્ધ 1 કરોડ 70 લાખનો દંડ કરી ચૂકી છે.
 
આગળની સ્લાઇડ્સમાં જુઓ અન્ય તસવીરો...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: A lady IAS is taking actions against mafias in Chhatarpur
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext