Home »National News »Latest News »National» A Dead Rat Was Found In Midday Meal In Delhi School

દિલ્હી: શાળામાં પીરસાયેલા મધ્યાહ્ન ભોજનમાં મરેલો ઉંદર નીકળ્યો, 9 બાળકો બીમાર

divyabhaskar.com | Feb 17, 2017, 11:14 AM IST

  • ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા બીમાર બાળકોને જોવા હોસ્પિટલ પહોંચ્યા.
નવી દિલ્હી: અહીંની એક સરકારી શાળામાં મધ્યાહ્ન ભોજન (મિડ ડે મીલ) ખાધા પછી 9 વિદ્યાર્થીઓ માંદા પડી ગયા. બાળકોને આપવામાં આવેલા ભોજનમાં કથિત રીતે મરેલો ઉંદર મળ્યો હતો. માંદા વિદ્યાર્થીઓને સારવાર માટે મદન મોહન માલવિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
 
ડેપ્યુટી સીએમ પહોંચ્યા બાળકોને જોવા
 
- મિડ ડે મીલ ગુરુવારે દેવલી વિસ્તારમાં આવેલી ગવર્મેન્ટ બોય્ઝ સીનિયર સેકન્ડરી સ્કૂલમાં પીરસવામાં આવ્યું હતું, જેને ખાધા પછી વિદ્યાર્થીઓ બીમાર થઇ ગયા.
- ડેપ્યુટી સીએમ અને શિક્ષણમંત્રી મનીષ સિસોદિયા વિદ્યાર્થીઓની મુલાકાત માટે હોસ્પિટલ પહોંચ્યા.
- સિસોદિયાએ ટ્વિટ કરીને જાણકારી આપી કે, સરકારી સ્કૂલમાં મિડ ડે મીલમાં એક ઉંદર મળી આવ્યો હતો. 9 વિદ્યાર્થીઓને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા. મેં ડોક્ટરો સાથે વાતચીત કરી છે અને બાળકોની હાલત સારી છે.
- તેમણે એમ પણ કહ્યું કે, મિડ ડે મીલ સપ્લાયરની વિરુદ્ધ એફઆઇઆર કરવામાં આવી રહી છે. તેને બ્લેક લિસ્ટ પણ કરીશું. બાળકોના મામલે આટલી બેજવાબદારી સહન કરવામાં નહી આવે. સવારથી રસોડામાં અમારા અધિકારીઓની દેખરેખમાં જમવાનું તૈયાર થશે.
 
શું બોલ્યા નેતા?
 
- કોંગ્રેસના નેતા કિરણ વાલિયાએ કહ્યું, “ખાસ કરીને જમવાનુ બનાવતી વખતે સાફ-સફાઇનું ધ્યાન રાખવું જોઇએ. આ મામલાની તપાસ થવી જોઇએ. કોઇને પણ માફ કરવામાં ન આવવા જોઇએ.”
- હોસ્પિટલમાં એડમિટ એક બાળકની માએ કહ્યું, “મારા બાળકના જમવામાં ઉંદર નીકળ્યો હતો. આ પ્રકારની બેજવાબદારીને સહન ન કરી શકાય.”
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: A dead rat was found in Midday meal in Delhi school
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext