Home »National News »Latest News »National» A Chinese Soldier Returned To China From India After 54 Years

ભટકીને ભારત વસી ગયેલો ચીની સૈનિક 54 વર્ષે પાછો ફર્યો પોતાને દેશ

divyabhaskar,com | Feb 11, 2017, 16:33 PM IST

  • પોતાના પરિવાર સાથે વાંગ કી.
બીજિંગ: 1962 ના ભારત-ચીન યુદ્ધના કેટલાક મહિનાઓ પછી બોર્ડર પોસ્ટથી ભટકીને ભારત આવેલો ચીની સૈનિક 54 વર્ષો પછી શનિવારે બીજિંગ પહોંચ્યો. વાંગ કી (77) ની સાથે તેનો ભારતીય પરિવાર પણ હતો. 6 વર્ષો જેલમાં કાપ્યા પછી વાંગ મધ્યપ્રદેશના બાલાઘાટમાં વસી ગયો હતો. ત્યાં જ તેણે તેનું ઘર વસાવ્યું. હવે બંને દેશોની સરકારોની મદદથી તે પોતાના દેશ ચીન પાછો ફર્યો. બીજિંગ એરપોર્ટ પર ચીની પરિવારજનો સાથે વાંગની મુલાકાતથી વાતાવરણ એકદમ લાગણીશીલ બન્યું હતું.
 
દીકરો, વહુ અને પૌત્રી પણ હતી સાથે
 
- ન્યુઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે, વાંગ દિલ્હી-બીજિંગ ફ્લાઇટથી બીજિંગ પહોંચ્યો. તેની સાથે તેનો દીકરો વિષ્ણુ (35), વહુ નેહા અને પૌત્રી ખનક વાંગ પણ હતા. જોકે તેની પત્ની સુશીલા ભારતમાં જ રોકાઇ ગઇ છે.
- વાંગને બીજિંગમાં ચીનના વિદેશ મંત્રાલય, ઇન્ડિયન એમ્બેસીના અધિકારીઓ અને ચીનમાં રહેતા તેના નજીકના સંબંધીઓએ આવકાર્યો હતો.
- 5 દાયકાઓ પછી પહેલીવાર પોતાના સગા-સંબંધીઓને ગળે મળીને વાંગ એકદમ ભાવુક થઇ ગયો.
- એરપોર્ટ પર હાજર એક અધિકારીએ જણાવ્યું, “આ મિલનથી માહોલ ઘણો ભાવુક થઇ ગયો.”
 
શિયાનથી પોતાના ગામ શૂ ઝાઇ જશે વાંગ
 
- ભારતીય અધિકારીઓએ જણાવ્યું કે, વાંગ અને તેના પરિવારને પછી શિયાન મોકલવામાં આવ્યો. જે શાંક્સી પ્રોવિન્સની પ્રોવિન્શિયલ રાજધાની છે.
- શિયાનથી તેમને તેમના ગામ શૂ ઝાઇ લઇ જવામાં આવશે.
- વાંગનું ચીન જવું એટલે શક્ય બની શક્યું કારણકે, ભારત અને ચીને વાંગ અને તેના ભારતીય પરિવારની ચીન યાત્રા અને પછી તેમની મરજી પ્રમાણે પાછા ફરવાની રીતો પર કામ કર્યું.
 
1963 માં ભટકીને પહોંચ્યો હતો આસામ
 
- વાંગના દીકરા વિષ્ણુએ જણાવ્યું કે 1 જાન્યુઆરી, 1963 ના રોજ તેના પિતા રાતના સમયે ભટકીને આસામ પહોંચી ગયા હતા.
- જ્યાં ભારતીય સેનાએ તેમની ધરપકડ કરી લીધી. તેમને આસામ, અજમેર અને દિલ્હીની જેલોમાં 6 વર્ષ સુધી રહેવું પડ્યું.
- માર્ચ 1969 માં પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે વાંગને છોડી દેવાનો આદેશ આપ્યો.  
 
જેલથી છૂટ્યા પછી મધ્યપ્રદેશના બાલાઘાટમાં વસી ગયો
 
- જેલથી છૂટ્યા પછી વાંગ મધ્યપ્રદેશના બાલાઘાટ જિલ્લામાં આવેલા તિરોદી ગામમાં વસી ગયો.
- જોકે વાંગની મુશ્કેલીઓ ઓછી ન થઇ. ભારત સરકારે તેને આપવામાં આવતું રૂ.100 નું પેન્શન બંધ કરી દીધું.
- વાંગે એક ફેક્ટરીમાં ચોકીદારની નોકરી કરી લીધી. નેપાળી જેવો દેખાવાને કારણે તેને રાજબહાદુર નામ મળી ગયું. ત્યાં જ તેના લગ્ન સુશીલા સાથે થયા.
 
માના મૃત્યુ પર પણ ન જઇ શક્યો ઘરે
 
- વિષ્ણુએ જણાવ્યું કે પરવાનગી ન મળવાને કારણે વાંગ 2006 માં પોતાની માના મૃત્યુ પછી પણ ઘરે ન જઇ શક્યો.
- ત્રણ વર્ષ પછી તેનો ભત્રીજો યુન ચુન ભારત આવ્યો તો તેણે વાંગ સાથે મુલાકાત કરી.
- ચીન પાછા ફરીને તેણે ત્યાંના અધિકારીઓને વાંગના દેશ પાછા ફરવા માટે વિનંતિ કરી.
 
ભારતે વાંગને રિ-એન્ટ્રી વિઝા પણ આપ્યા
 
 
- જોકે ભારતીય મીડિયામાં તેની કથની ઘણીવાર પ્રકાશિત થઇ ચૂકી છે, પરંતુ તેના દુઃખની ઝલક દર્શાવતા બીબીસીના હાલિયા ટીવી ફીચરને ચીની સોશિયલ મીડિયામાં મોટા પાયા પર જગ્યા મળી અને તેના પર ચર્ચા શરૂ થઇ ગઇ.
- ત્યારબાદ ચીની સરકારે ભારત સાથે મળીને તે પાછો ફરી શકે તે માટેના પ્રયત્નો શરૂ કર્યા.
- ચીનના વિદેશ મંત્રાલયે 6 ફેબ્રુઆરીએ જણાવ્યું હતું કે વાંગને 2013 માં ચીન જવા માટે પાસપોર્ટ આપવામાં આવ્યો હતો. વાંગે લિવિંગ અલાઉન્સ પણ ચૂકવ્યું હતું.
- જોકે, ત્યારબાદ ચીન સરકારે વાંગ અને તેના પરિવારને ચીનની મુલાકાત માટે વીઝા પ્રોવાઇડ કરી જ દીધા.
- ભારત સરકારે પણ વાંગને રિ-એન્ટ્રી વીઝા આપ્યા છે જેથી કે પોતાની મરજી પ્રમાણે ભારત આવી શકે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: A Chinese soldier returned to China from India after 54 years
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended