Home »National News »Utility» Know The Claiming Process Of Tax Benefit For The HRA

HRAમાં છૂટ મેળવવી છે, જાણો એક્સપર્ટે કહેલી આ કામની વાતો

divyabhaskar.com | Jan 23, 2017, 17:35 PM IST

યૂટિલિટી ડેસ્ક, અમદાવાદ:નોકરીધંધા વાળાને માટે HRA ( House Rent Allowance)તેમની સેલેરીનો મહત્વનો ભાગ હોય છે. આ એચઆરએ સંપૂર્ણ રીતે નહીં પણ આંશિક રીતે ટેક્સેબલ હોય છે. એચઆરએના કેટલાક ભાગને ઇન્કમ ટેક્સ એક્ટના સેક્શન 10(13A)ના આધારે ટેક્સમાં છૂટ મળે છે.
 
એચઆરએ અને તેના ટેક્સની ગણતરી બેઝિક સેલરી પર થાય છે. બેઝિક સેલેરીનો ભાગ છે, સીટીસીનો નહિ. અન્ય તરફ એચઆરએ એ લોકોને માટે સંપૂર્ણ રીતે ટેક્સેબલ હોય છે જે પોતાના ઘરમાં રહે છે અથવા ભાડું ભરતા નથી, એવામાં તમે એચઆરએ પર છૂટ કેવી રીતે મેળવી શકો છો તે વિશે અમે આજે આપને જણાવી રહ્યા છીએ.
 
divyabhaskar.comએ અમદાવાદના જાણીતા ટેક્સ કન્સલટન્ટ રમેશ ઝાંગરા સાથે વાત કરી તો તેઓએ જણાવ્યું છે તે જ્યારે પણ કોઇ વ્યક્તિ એચઆરએમાં છૂટ મેળવવા માટે ભાડા સ્લીપ ભરે છે ત્યારે તે રૂ. 5000થી વધારેની છે તો તેમાં રેવન્યૂ સ્ટેમ્પ મેન્ડેટરી છે. આ વાતનું ધ્યાન રાખવું જેથી પેપર્સ સબમિટ કરવામાં તકલીફ ન થાય. આ સિવાય જ્યારે તમે રૂ. 8300ની રિસિપ્ટ આપો છો તો પેન કાર્ડ નંબર ભરવો કમ્પલસરી રહેતો નથી.પણ જો તમે 8330 રૂ. ની રીસિપ્ટ આપો છો તો તે વાર્ષિક રૂ. 1,00,000થી ઉપર થાય છે. તેથી તેમાં તમારે પેન કાર્ડ નંબર આપવો પડે છે. આ નાની વાતોનું ધ્યાન રાખવાથી તમે સરળતાથી ટેક્સમાં છૂટ મેળવી શકો છો. 
 
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો કઇ રીતે મળે છે એચઆરએ...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: know the claiming process of tax benefit for the HRA
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext