Home »National News »Utility» Why Should Not Drink Sugarcane Juice In Market, Its Harmful To Health

શેરડીનો રસ પીતાં પહેલાં જાણી લો 9 વાતો, નહીં તો પડી જશો બીમાર!

divyabhaskar.com | Apr 20, 2017, 13:01 PM IST

 
 
યૂટિલિટી ડેસ્ક, અમદાવાદ:તમને લાગે છે કે શેરડીનો રસ તમારા ગળાને ઠંડક આપશે અને તમારા શરીરને ફાયદો કરશે તો આ તમારી ભૂલ છે. હકીકત તો એ છે કે શેરડીનો રસ અને બરફ બંનેની તાસીર અલગ છે. જો થોડી સાવધાની રાખશો તો તમે બીમારીથી બચી શકો છો. શેરડીનો રસ પીતાં પહેલાં એક વાર ચેક કરો કે તે કઇ રીતે બને છે. સૌથી મહત્વની વાત એ છે કે શેરડી સાફ કરાતી નથી. શેરડી પર કાળા રંગની ફંગસ લાગેલી હોય છે.
 
 
 
 
શેરડી પર ખેતરની માટી પણ ચોંટેલી હોય છે. તેને પણ સાફ કરાતી નથી. જે લીંબું મિક્સ કરાય છે તેની પર ડાઘ હોય છે. તેના બીજ કાઢવામાં આવતા નથી. ફૂદીનો ધોઇને નાંખવામાં આવતો નથી. રસ કાઢીને જે પતરામાં આવે છે તેને હાથથી તપેલી તરફ ધકેલવામાં આવે છે. શું તમે ચેક કર્યું છે કે જે હાથથી આમ કરાય છે તે સાફ છે કે નહીં? તે જ હાથથી શેરડી પકડાય છે, જનરેટર ચલાવાય છે અને મશીન ફેરવવામાં આવે છે. હાથ ક્યારેય ધોવામાં આવતા નથી. બસ અહીંથી બીમારીના લક્ષણ શરૂ થાય છે. 
 
ફંગસ લાગેલી શેરડીનો રસ પીવાથી થાય છે આ બીમારીઓ
 
શેરડી પર જે ફંગસ હોય છે તેનાથી હિપેટાઇસીસ, ડાયરિયા અને પેટની બીમારીઓ થાય છે. આ પ્રકારે શેરડીની માટીથી પેટ સંબંધી બીમારીઓ થાય છે. વનસ્પતિશાસ્ત્રી ડૉ. અવિનાશ પાંડેના અનુસાર શેરડીમાં લાલાશ છે તો તે શેરડીનો રસ પીવાનું ટાળવું જોઇએ. આ ફંગસને શેરડીની સડાંઘ કે રેડ રૉટ ડિસિઝ કહેવામાં આવે છે. આ એક પ્રકારની ફંગસ છે, જે શેરડીના રસને લાલ કરે છે. તેનાથી જ્યૂસની મિઠાશ ઓછી થાય છે. આ પ્રકારની શેરડી સસ્તી મળે છે અને હેલ્થ માટે નુકશાનકર્તા હોય છે. 
 
નોંધ- તસવીરોનો ઉપયોગ ફક્ત પ્રસ્તુતિકરણ માટે કરાયો છે.
 
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો શેરડીનો રસ પીઓ તો કઇ સાવધાની રાખશો...
(Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: why should not drink sugarcane juice in market, its harmful to health
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended